SearchBrowseAboutContactDonate
Page Preview
Page 208
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૭ શ્રીમદ્ રાજચંદ્ર હેન્ડબુક આવ્યંતર પરિણામ અવલોકન-હાથનોંધ ૧ ૧ પ્રત્યેકે પ્રત્યેક પદાર્થનો અત્યંત વિવેક કરી આ જીવને તેમાંથી વ્યાવૃત્ત કરવો. જગતના જેટલા પદાર્થો છે, તેમાંથી ચક્ષુરિંદ્રિય વડે જે દશ્યમાન થાય છે તેનો વિચાર કરતાં આ જીવથી તે પર છે અથવા તો આ જીવના તે નથી એટલું જ નહીં પણ તેના તરફ રાગાદિ ભાવ થાય તેથી તે જ દુઃખદરૂપ નીવડે છે, માટે તેનાથી વ્યાવૃત્ત કરવા નિગ્રંથ કહે છે. ૩ જે પદાર્થો ચક્ષુરિંદ્રિયથી દશ્યમાન નથી અથવા ચક્ષુરિંદ્રિયથી બોધ થઈ શકતા નથી પણ ધ્રાણેદ્રિયથી જાણી શકાય છે તે પણ આ જીવના નથી, ઇત્યાદિ. ૪ તે બે ઇંદ્રિયોથી નહીં પણ જેનો બોધ રસેંદ્રિયથી થઈ શકે છે તે પદાર્થો પણ આ જીવના નથી, ઇત્યાદિ. ૫ એ ત્રણ ઇંદ્રિયોથી નહીં પણ જેનું જ્ઞાન સ્પર્શેન્દ્રિયથી થઈ શકે છે તે પણ આ જીવના નથી, ઇત્યાદિ. ૬ એ ચાર ઇંદ્રિયથી નહીં પણ જેનું જ્ઞાન કર્મેન્દ્રિયથી થઈ શકે છે તે પણ આ જીવના નથી, ઇત્યાદિ. ૭ તે પાંચ ઇંદ્રિય સહિત મનથી અથવા તે પાંચમાંની એકાદ ઇંદ્રિય સહિત મનથી વા તે ઇંદ્રિયો વિના એકલા મનથી જેનો બોધ થઈ શકે એવા રૂપી પદાર્થ પણ આ જીવના નથી; પણ તેનાથી પર છે, ઇત્યાદિ. ૮ તે રૂપી ઉપરાંત અરૂપી પદાર્થ આકાશાદિ છે જે મન વડે માન્યા જાય છે. તે પણ આત્માના નથી; પણ તેથી પર છે, ઇત્યાદિ. ૯ આ જગતના પદાર્થ માટે વિચાર કરતાં તે તમામ નહીં પણ તેમાંથી આ જીવે પોતાના માન્યા છે તે પણ આ જીવના નથી; અથવા તેનાથી પર છે, ઇત્યાદિ. જેવાં કે - ૧. કુટુંબ અને સગાસંબંધી, મિત્ર, શત્રુ આદિ મનુષ્ય વર્ગ. ૨. નોકર, ચાકર, ગુલામ આદિ મનુષ્યવર્ગ. ૩. પશુ પક્ષી આદિ તિર્યંચ. ૪. નારકી દેવતા આદિ. ૫. પાંચ જાતના એકેંદ્રિય. ૩. ઘર, જમીન ક્ષેત્રાદિ, ગામગરાસાદિ, તથા પર્વતાદિ. ૭, નદી, તળાવ, કૂવા, વાવ, સમુદ્રાદિ. ૮. હરેક પ્રકારનાં કારખાનાદિ. ૧૦ હવે કુટુંબ અને સગા સિવાય સ્ત્રી પુત્રાદિ જે અતિ નજદીકનાં અથવા જે પોતાનાથી ઉત્પન્ન થયેલાં છે તે પણ. ૧૧ એમ બધાને બાદ કરતાં છેવટે પોતાનું શરીર જે કહેવામાં આવે છે તેને માટે વિચાર કરવામાં આવે છે. ૧ કાયા, વચન, અને મન એ ત્રણે યોગ ને તેની ક્રિયા. ૨ પાંચ ઇંદ્રિયો વગેરે. ૩ માથાના વાળથી પગના નખ સુધીના દરેક અવયવ જેમ કે - ૪ બધાં સ્થાનના વાળ, ચર્મ (ચામડી), ખોપરી, મગજ, માંસ, લોહી, નાડી, હાડ, માથું, કપાળ, કાન આંખ, નાક, મુખ, જિલ્વા, દાંત, ગળું, હોઠ, હડપચી, ગરદન, છાતી, વાંસો, પેટ, કરોડ, બરડો, ગુદા, કુલા, લિંગ, સાથળ, ગોઠણ, હાથ, બાવડાં, પોંચા, કોણી, ઘૂંટી, ઢાંકણી, પાની, નખ ઇત્યાદિ અનેક અવયવો યાને વિભાગો.
SR No.006030
Book TitleShrimad Rajchandra Handbook
Original Sutra AuthorN/A
AuthorPayal J Shah
PublisherPayal J Shah
Publication Year2013
Total Pages324
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy