________________
૧૧૪
હાથનોંધ
આવ્યંતર પરિણામ અવલોકન-હાથનોધ ૨ અનંત અવકાશ છે. તેમાં જડ ચેતનાત્મક વિશ્વ રહ્યું છે. વિશ્વમર્યાદા બે અમૂર્ત દ્રવ્યથી છે, જેને ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય એવી સંજ્ઞા છે. જીવ અને પરમાણુપુદ્ગલ એ બે દ્રવ્ય સક્રિય છે. સર્વ દ્રવ્ય દ્રવ્યત્વે શાશ્વત છે. અનંત જીવ છે. અનંત અનંત પરમાણુપુદ્ગલ છે. ધર્માસ્તિકાય એક છે. અધર્માસ્તિકાય એક છે. આકાશાસ્તિકાય એક છે. કિાળ દ્રવ્ય છે. વિશ્વપ્રમાણ ક્ષેત્રાવગાહ કરી શકે એવો એકેક જીવ છે.
નમો જિહાણ જિદભવાણ જેની પ્રત્યક્ષ દશા જ બોધરૂપ છે, તે મહત્પરુષને ધન્ય છે. જે મતભેદે આ જીવ ગ્રહયો છે, તે જ મતભેદ જ તેના સ્વરૂપને મુખ્ય આવરણ છે. વિતરાગ પુરૂષના સમાગમ વિના, ઉપાસના વિના, આ જીવને મુમુક્ષતા કેમ ઉત્પન્ન થાય ? સમજ્ઞાન ક્યાંથી થાય? સમ્યક્દર્શન ક્યાંથી થાય? સમ્યફચારિત્ર ક્યાંથી થાય? કેમ કે એ ત્રણે વસ્તુ અન્ય સ્થાનકે હોતી નથી.
વિતરાગપુરુષના અભાવ જેવો વર્તમાન કાળ વર્તે છે. હે મુમુક્ષુ ! વીતરાગપદ વારંવાર વિચાર કરવા યોગ્ય છે, ઉપાસના કરવા યોગ્ય છે, ધ્યાન કરવા યોગ્ય છે.
જીવને બંધનના મુખ્ય હેતુ બેઃ
રાગ અને દ્વેષ. રાગને અભાવે દ્વેષનો અભાવ થાય.
રાગનું મુખ્યપણું છે. રાગને લીધે જ સંયોગમાં આત્મા તન્મયવૃત્તિમાન છે.
તે જ કર્મ મુખ્યપણે છે. જેમ જેમ રાગદ્વેષ મંદ, તેમ તેમ કર્મબંધ મંદ અને જેમ જેમ રાગદ્વેષ તીવ્ર, તેમ તેમ કર્મબંધ તીવ્ર.
રાગદ્વેષનો અભાવ ત્યાં કર્મબંધનો સાંપરાયિક અભાવ. રાગદ્વેષ થવાનું મુખ્ય કારણ
મિથ્યાત્વ એટલે અસમ્યક્દર્શન છે.