________________
બોધવચન
૩૧ દુર્ગન્ધ ઉપર દ્વેષ કરવો નહીં. ૩૨ પુદ્ગલની હાનિવૃદ્ધિ ઉપર ખેદખિન્ન કે રાજી થવું નહીં. ૩૩ આહાર અનુક્રમે ઓછો કરવો (લેવો.) ૩૪ કાયોત્સર્ગ બને છે અહોરાત્રી કરવો. (નીકર) એક કલાક કરવા ચૂકવું નહીં. ૩૫ ધ્યાન એકચિત્તથી રાગદ્વેષ મૂકીને કરવું.
૩૭ ધ્યાન કર્યા પછી ગમે તે પ્રકારનો ભય ઉત્પન્ન થાય તો પણ બીવું નહીં. અભય આત્મસ્વરૂપ વિચારવું. “અમરદશા જાણી ચળવિચળ ન થવું.”
૩૭ એકલા શયન કરવું. ૩૮ એકાકી વિચાર હંમેશ અંતરંગ લાવવો. ૩૯ શંકા, કંખા કે વિડિગિચ્છા કરવી નહીં. જેમ ત્વરાએ આત્મહિત થાય એવાની સોબત કરવી. ૪૦ દ્રવ્યગુણ જોઈને પણ રાજી થવું નહીં. ૪૧ ખટદ્રવ્યના ગુણપર્યાય વિચારો. ૪૨ સર્વને સમદષ્ટિએ જુઓ. ૪૩ બાહ્ય મિત્ર ઉપર જે જે ઇચ્છા રાખતા હો તે કરતાં અભ્યતર મિત્રને તાકીદથી ઇચ્છો. ૪૪ બાહ્ય સ્ત્રીની જે પ્રકારની ઇચ્છા રાખો છો તેથી ઊલટી રીતે આત્માની સ્ત્રી તરૂપ તે જ ઇચ્છો. ૪૫ બહાર લડો છો તે કરતાં અત્યંતર મહારાજાને હરાવો. ૪૯ અહંકાર કરશો નહીં. ૪૭ કોઈ દ્વેષ કરે પણ તમે તેમ કરશો નહીં. ૪૮ ક્ષણે ક્ષણે મોહનો સંગ મૂકો. ૪૯ આત્માથી કર્માદિક અન્ય છે, તો મમત્વરૂપ પરિગ્રહનો ત્યાગ કરો. ૫૦ સિદ્ધનાં સુખ સ્મૃતિમાં લાવો. ૫૧ એક ચિત્તે આત્મા ધ્યાવો. પ્રત્યક્ષ અનુભવ થશે. પર બાહ્ય કુટુંબ ઉપર રાગ કરશો નહીં. પ૩ અત્યંતર કુટુંબ ઉપર રાગ કરશો નહીં. ૫૪ સ્ત્રીએ પુરુષાદિક ઉપર અનુરક્ત થવું નહીં. પપ વસ્તુધર્મ યાદ કરો. પક કોઈ બાંધનાર નથી, પોતાની ભૂલથી બંધાય છે. ૫૭ એકને ઉપયોગમાં લાવશો તો શત્રુ સર્વે દૂર જશે. ૫૮ ગીત અને ગાયન વિલાપ તુલ્ય જાણો. પ૯ આભરણ એ જ દ્રવ્યભાર (ભાવ) ભારકર્મ. ૯૦ પ્રમાદ એ જ ભય.