________________
વચનામૃત પત્ર-૧ થી ૫૦૦ તે પવિત્ર દર્શન થયા પછી ગમે તે વર્તન હો, પરંતુ તેને તીવ્ર બંધન નથી. અનંત સંસાર નથી, સોળ ભવ નથી, અત્યંતર દુખ નથી, શંકાનું નિમિત્ત નથી, અંતરંગ મોહિની નથી, સત્ સત્ નિરુપમ, સર્વોત્તમ શુકલ, શીતળ, અમૃતમય દર્શનજ્ઞાન, સમ્યફ જ્યોતિર્મય, ચિરકાળ આનંદની પ્રાપ્તિ, અદ્ભુત સવરૂપદર્શિતાની બલિહારી છે !
જ્યાં મતભેદ નથી; જ્યાં શંકા, કંખા, વિડિગિચ્છા, મૂઢદષ્ટિ એમાંનું કાંઈ નથી. છે તે કલમ લખી શકતી નથી, કથન કહી શકતું નથી, મન જેને મનન કરી શકતું નથી.
૯૧
સર્વ દર્શનથી ઊંચ ગતિ છે. પરંતુ મોક્ષનો માર્ગ જ્ઞાનીઓએ તે અક્ષરોમાં સ્પષ્ટ દર્શાવ્યો નથી, ગૌણતાએ રાખ્યો છે. તે ગૌણતાનું સર્વોત્તમ તત્વ આ જણાય છે –
નિશ્ચય, નિગ્રંથ જ્ઞાની ગુરુની પ્રાપ્તિ, તેની આજ્ઞાનું આરાધવું, સમીપમાં સવકાળ રહેવું, કાં સત્સંગની પ્રાપ્તિમાં રહેવું, આત્મદર્શિતા ત્યારે પ્રાપ્ત થશે.
૨
આપણે જેમ બને તેમ એક જ પદના ઇચ્છક થઈ પ્રયત્ની થઈએ છીએ, તે આ કે “બંધાયેલાને છોડવો”. એ બંધન જેથી છૂટે તેથી છોડી લેવું, એ સર્વમાન્ય છે.
જ
જગતમાં ભિન્ન ભિન્ન મત અને દર્શન જોવામાં આવે છે તે દષ્ટિભેદ છે.
ભિન્ન ભિન્ન મત દેખીએ, ભેદ દષ્ટિનો એહ; એક તત્ત્વના મૂળમાં, વ્યાપ્યા માનો તેહ. ૧ તેહ તત્ત્વરૂપ વૃક્ષનું, આત્મધર્મ છે મૂળ; સ્વભાવની સિદ્ધિ કરે, ધર્મ તે જ અનુકૂળ. ૨ પ્રથમ આત્મસિદ્ધિ થવા, કરીએ જ્ઞાન વિચાર; અનુભવી ગુરુને સેવીએ, બુધજનનો નિર્ધાર. ૩ ક્ષણ ક્ષણ જે અસ્થિરતા, અને વિભાવિક મોહ; તે જેનામાંથી ગયા, તે અનુભવી ગુરુ જોય. ૪ બાહ્ય તેમ અત્યંતરે, ગ્રંથ ગ્રંથિ નહિ હોય; પરમ પુરુષ તેને કહો, સરળ દષ્ટિથી જોય. ૫ બાહ્ય પરિગ્રહ ગ્રંથિ છે, અત્યંતર મિથ્યાત્વ; સ્વભાવથી પ્રતિકૂળતા, –