________________
પ3.
શ્રીમદ્ રાજચંદ્ર હેન્ડબુક સર્વ શાસ્ત્રના બોધનું, ક્રિયાનું, જ્ઞાનનું, યોગનું અને ભક્તિનું પ્રયોજન સ્વસ્વરૂપ પ્રાપ્તિને અર્થે છે; અને એ સમ્યકશ્રેણિઓ આત્મગત થાય, તો તેમ થવું પ્રત્યક્ષ સંભવિત છે; પણ એ વસ્તુઓ પ્રાપ્ત કરવા સર્વસંગપરિત્યાગની અવશ્ય છે. નિર્જનાવસ્થા - યોગભૂમિકામાં વાસ - સહજ સમાધિની પ્રાપ્તિ નથી, તે સર્વસંગપરિત્યાગમાં નિયમો વાસિત છે. દેશ (ભાગ) સંગપરિત્યાગમાં ભજનો સંભવે છે. જ્યાં સુધી ગૃહવાસ પૂર્વકર્મના બળથી ભોગવવો રહ્યો છે, ત્યાં સુધી ધર્મ, અર્થ અને કામ ઉલ્લાસિત-ઉદાસીન ભાવે સેવવા યોગ્ય છે. બાહ્ય ભાવે ગૃહસ્થ શ્રેણિ છતાં અંતરંગ નિગ્રંથશ્રેણિ જોઈએ, અને જ્યાં તેમ થયું છે ત્યાં સર્વ સિદ્ધિ છે. | ગમે તે વાટે અને ગમે તે દર્શનથી કલ્યાણ થતું હોય, તો ત્યાં પછી મતાંતરની કંઈ અપેક્ષા શોધવી યોગ્ય નથી. આત્મત્વ જે અનુપ્રેક્ષાથી, જે દર્શનથી કે જે જ્ઞાનથી પ્રાપ્ત થાય તે અનુપ્રેક્ષા, તે દર્શન કે તે જ્ઞાન સર્વોપરી છે; અને જેટલા આત્મા તર્યા, વર્તમાનમાં તરે છે, ભવિષ્ય તરશે તે સર્વે એ એક જ ભાવને પામીને. આપણે એ સર્વ ભાવે પામીએ એ મળેલા અનુત્તર જન્મનું સાફલ્ય છે.
૭૧ બાહ્યભાવે જગતમાં વર્નો અને અંતરંગમાં એકાંત શીતલીભૂત - નિર્લેપ રહો એ જ માન્યતા અને બોધના છે,
બીજું કાંઈ શોધ મા. માત્ર એક સપુરુષને શોધીને તેનાં ચરણકમળમાં સર્વભાવ અર્પણ કરી દઈ વલ્ય જા. પછી જો મોક્ષ ન મળે તો મારી પાસેથી લેજે.
સપુરષ એ જ કે નિશદિન જેને આત્માનો ઉપયોગ છે; શાસ્ત્રમાં નથી અને સાંભળ્યામાં નથી, છતાં અનુભવમાં આવે તેવું જેનું કથન છે; અંતરંગ સ્પૃહા નથી એવી જેની ગુપ્ત આચરણા છે. બાકી તો કંઈ કહ્યું જાય તેમ નથી અને આમ કર્યા વિના તારો કોઈ કાળે છૂટકો થનાર નથી; આ અનુભવપ્રવચન પ્રમાણિક ગણ.
એક સપુરુષને રાજી કરવામાં, તેની સર્વ ઇચ્છાને પ્રશંસવામાં, તે જ સત્ય માનવામાં આખી જિંદગી ગઈ તો ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ પંદર ભવે અવશ્ય મોક્ષે જઈશ.
૭૬
“સુખકી સહેલી હૈ, અકેલી ઉદાસીનતા”
અધ્યાત્મની જનની તે ઉદાસીનતા. લઘુ વયથી અદ્ભુત થયો, તત્ત્વજ્ઞાનનો બોધ; એ જ સૂચવે એમ કે, ગતિ આગતિ કાં શોધ? ૧ જે સંસ્કાર થવો ઘટે, અતિ અભ્યાસે કાંય; વિના પરિશ્રમ તે થયો, ભવશંકા શી ત્યાંય ? ૨ જેમ જેમ મતિ અલ્પતા, અને મોહ ઉદ્યોત; તેમ તેમ ભવશંકના, અપાત્ર અંતર જ્યોત. ૩ કરી કલ્પના દઢ કરે, નાના નાસ્તિ વિચાર; પણ અસ્તિ તે સૂચવે, એ જ ખરો નિર્ધાર. ૪ આ ભવ વણ ભવ છે નહીં, એ જ તર્ક અનુકૂળ; વિચારતાં પામી ગયા, આત્મધર્મનું મૂળ. ૫
(અંગત)
૭૭.