________________
૧૨૮
વચનામૃત પત્ર-૫૦૧ થી ૧૦૦ અશરણ એવા સંસારને વિષે નિશ્ચિત બુદ્ધિએ વ્યવહાર કરવો જેને યોગ્ય જણાતો ન હોય અને તે વ્યવહારનો સંબધ નિવૃત્ત કરતાં તથા ઓછો કરતાં વિશેષ કાળ વ્યતીત થયા કરતો હોય તો તે કામ અલ્પકાળમાં કરવા માટે જીવને શું કરવું ઘટે? સમસ્ત સંસાર મૃત્યુ આદિ ભયે અશરણ છે તે શરણનો હેતુ થાય એવું કલ્પવું તે મૃગજળ જેવું છે. વિચારી વિચારીને શ્રી તીર્થકર જેવાએ પણ તેથી નિવર્તવું, છૂટવું એ જ ઉપાય શોધ્યો છે. તે સંસારનાં મુખ્ય કારણ પ્રેમબંધન તથા ષબંધન સર્વ જ્ઞાનીએ સ્વીકાર્યા છે. તેની મૂંઝવણ જીવને નિજ વિચાર કરવાનો અવકાશ પ્રાપ્ત થતો નથી, અથવા થાય એવા યોગે તે બંધનના કારણથી આત્મવીર્ય પ્રવર્તી શકતું નથી, અને તે સૌ પ્રમાદનો હેતુ છે, અને તેવા પ્રમાદે લેશમાત્ર સમયકાળ પણ નિર્ભય રહેવું કે અજાગૃત રહેવું તે આ જીવનું અતિશય નિર્બળપણું છે, અવિવેકતા છે, ભ્રાંતિ છે, અને ટાળતાં અત્યંત કઠણ એવો મોહ છે.
સમસ્ત સંસાર બે પ્રવાહી વહે છે, પ્રેમથી અને દ્વેષથી. પ્રેમથી વિરક્ત થયા વિના દ્વેષથી છુટાય નહીં, અને પ્રેમથી વિરક્ત થાય તેણે સર્વસંગથી વિરક્ત થયા વિના વ્યવહારમાં વર્તી અપ્રેમ (ઉદાસ) દશા રાખવી તે ભયંકર વ્રત છે. જો કેવળ પ્રેમનો ત્યાગ કરી વ્યવહારમાં પ્રવર્તવું કરાય તો કેટલાક જીવોની દયાનો, ઉપકારનો, અને સ્વાર્થનો ભંગ કરવા જેવું થાય છે; અને તેમ વિચારી જો દયા ઉપકારાદિ કારણે કંઈ પ્રેમદશા રાખતાં ચિત્તમાં વિવેકીને ક્લેશ પણ થયા વિના રહેવો ન જોઈએ. ત્યારે તેનો વિશેષ વિચાર કયા પ્રકારે કરવો ?
પ૬૬ આત્મવરૂપનો નિર્ણય થવામાં અનાદિથી જીવની ભૂલ થતી આવી છે, જેથી હમણાં થાય તેમાં આશ્ચર્ય લાગતું નથી.
સર્વ ફ્લેશથી અને સર્વ દુઃખથી મુક્ત થવાનો આત્મજ્ઞાન સિવાય બીજો કોઈ ઉપાય નથી. સદ્વિચાર વિના આત્મજ્ઞાન થાય નહીં, અને અસત્સંગ-પ્રસંગથી જીવનું વિચારબળ પ્રવર્તતું નથી એમાં કિંચિત્માત્ર સંશય નથી.
આત્મપરિણામની સ્વસ્થતાને શ્રી તીર્થકર “સમાધિ' કહે છે. આત્મપરિણામની અસ્વસ્થતાને શ્રી તીર્થકર “અસમાધિ' કહે છે. આત્મપરિણામની સહજ સ્વરૂપે પરિણતિ થવી તેને શ્રી તીર્થકર “ધર્મ કહે છે. આત્મપરિણામની કંઈ પણ ચપળ પરિણતિ થવી તેને શ્રી તીર્થકર “કમ’ કહે છે. આત્માના અંતવ્યપાર (શુભાશુભ પરિણામધારા) પ્રમાણે બંધમોક્ષની વ્યવસ્થા છે.
કોઈ પણ જીવને અવિનાશી દેહની પ્રાપ્તિ થઈ એમ દીઠું નથી, જાણ્યું નથી તથા સંભવતું નથી; અને મૃત્યુનું આવવું અવશ્ય છે, એવો પ્રત્યક્ષ નિઃસંશય અનુભવ છે, તેમ છતાં પણ આ જીવ તે વાત ફરી ફરી ભૂલી જાય છે એ મોટું આશ્વર્ય છે.
જે સર્વજ્ઞ વીતરાગને વિષે અનંત સિદ્ધિઓ પ્રગટી હતી તે વીતરાગે પણ આ દેહને અનિત્યભાવી દીઠો છે, તો પછી બીજા જીવો કયા પ્રયોગે દેહને નિત્ય કરી શકશે ?
જીવ વિષે, પ્રદેશ વિષે, પર્યાય વિષે, તથા સંખ્યાત, અસંખ્યાત, અનંત આદિ વિષેનો યથાશક્તિ વિચાર કરવો. જે કંઈ અન્ય પદાર્થનો વિચાર કરવો છે તે જીવના મોક્ષાર્થે કરવો છે, અન્ય પદાર્થના જ્ઞાનને માટે કરવો
નથી.
પ૬૮