________________
૩૮
દાંત કરી મેરુ પર્વત તોળવો દુર્લભ છે, તેમ નિશ્ચળપણાથી, નિઃશંકતાથી દેશવિધિ યતિધર્મ પાળવો દુષ્કર છે. ભુજાએ કરી સ્વયંભૂરમણ સમુદ્ર જેમ તરવો દુષ્કર છે, તેમ જે નથી ઉપશમવંત તેને ઉપશમરૂપી સમુદ્ર તરવો દોહ્યલો છે.
હે પુત્ર ! શબ્દ, રૂપ, ગંધ, રસ, સ્પર્શ એ પાંચ પ્રકારે મનુષ્ય સંબંધી ભોગ ભોગવીને ભુક્તભોગી થઈને વૃદ્ધપણામાં તું ધર્મ આચરજે.”
માતાપિતાનો ભોગસંબંધી ઉપદેશ સાંભળીને તે મૃગાપુત્ર માતપિતા પ્રત્યે એમ બોલી ઊઠ્યાઃ
“વિષયની વૃત્તિ ન હોય તેને સંયમ પાળવો કંઈયે દુષ્કર નથી. આ આત્માએ શારીરિક અને માનસિક વેદના અશાતારૂપે અનંત વાર સહી છે, ભોગવી છે. મહા દુઃખથી ભરેલી, ભયને ઉપજાવનારી અતિ રૌદ્ર વેદના આ આત્માએ ભોગવી છે. જન્મ જરા, મરણ એ ભયનાં ધામ છે. ચતુર્ગતિરૂપ સંસારાટવીમાં ભમતાં અતિ રૌદ્ર દુઃખો મેં ભોગવ્યાં છે. હે ગુરુજનો ! મનુષ્યલોકમાં જે અગ્નિ અતિશય ઉષ્ણ મનાયો છે, તે અગ્નિથી અનંતગણી ઉષ્ણ તાપવેદના નરકને વિષે આ આત્માએ ભોગવી છે. મનુષ્ય લોકમાં જે ટાઢ અતિ શીતળ મનાઈ છે, એ ટાઢથી અનંતગણી ટાઢ નરકને વિષે અશાતાએ આ આત્માએ ભોગવી છે. લોહમય ભાજન, તેને વિષે ઊંચા પગ બાંધી નીચું મસ્તક કરીને દેવતાએ વક્રિય કરેલા ધૂંવાÉવા બળતા અગ્નિમાં આક્રંદ કરતાં, આ આત્માએ અયુગ્ર દુઃખ ભોગવ્યાં છે. મહા દવના અગ્નિ જેવા મરુ દેશમાં જેવી વેળુ છે તે વેળ જેવી વજમય વેળુ કદંબ નામે નદીની વેળુ છે, તે સરખી ઉષ્ણ વેળુને વિષે પૂર્વે મારા આ આત્માને અનંત વાર બાળ્યો છે.
આક્રંદ કરતાં પચવાના ભાજનને વિષે પચવાને અર્થે મને અનંતી વાર નાખ્યો છે. નરકમાં મહા રૌદ્ર પરમાધામીઓએ મને મારા કડવા વિપાકને માટે અનંતી વાર ઊંચા વૃક્ષની શાખાએ બાંધ્યો હતો. બંધવ રહિત એવા મને લાંબી કરવતે કરીને છેદ્યો હતો. અતિ તીક્ષ્ણ કંટકે કરીને વ્યાખ ઊંચા શાલ્મલિ વૃક્ષને વિષે બાંધીને મહા ખેદ પમાડ્યો હતો. પાશ કરીને બાંધી આઘો-પાછો ખેંચવે કરી મને અતિ દુઃખી કર્યો હતો. મહા અસહ્ય કોલુને વિષે શેલડીની પેઠે આક્રંદ કરતો હું અતિ રૌદ્રતાથી પીડાયો હતો. એ ભોગવવું પડ્યું તે માત્ર મારા અશુભ કર્મના અનંતી વારના ઉદયથી જ હતું. શ્વાનને રૂપે સામનામા પરમાધામીએ કીધો, શબલનામા પરમાધામીએ તે શ્વાનરૂપે મને ભોંય પર પાડ્યો; જીર્ણ વસ્ત્રની પરે ફાડ્યો; વૃક્ષની પરે છેદ્યો; એ વેળા હું અતિ અતિ તરફડતો હતો.
વિકરાળ ખગે કરી, ભાલાએ કરી તથા બીજા શસ્ત્ર વડે કરી અને તે પ્રચંડીઓએ વિખંડ કીધો હતો. નરકમાં પાપકર્મે જન્મ લઈને વિષમ જાતિના ખંડનું દુઃખ ભોગવ્યામાં મણા રહી નથી. પરતંત્રે કરી અનંત પ્રજ્વલિત રથમાં રોઝની પેઠે પરાણે મને જોતર્યો હતો. મહિષની પેઠે દેવતાના વેક્રિય કરેલા અગ્નિમાં હું બળ્યો હતો. ભડથું થઈ અશાતાથી અત્યગ્ર વેદના ભોગવતો હતો. ટંક-ગીધ નામના વિકરાળ પક્ષીઓની સાણસા સરખી ચાંચથી ચૂંથાઈ અનંત વલવલાટથી કાયર થઈ હું વિલાપ કરતો હતો. તૃષાને લીધે જલપાનનું ચિંતન કરી વેગમાં દોડતાં, વેતરણીનું છરપલાની ધાર જેવું અનંત દુઃખદ પાણી પામ્યો હતો. જેનાં પાંદડાં તીવ્ર ખગની ધાર જેવાં છે, મહા તાપથી જે તપી રહ્યું છે, તે અસિપત્રવન હું પામ્યો હતો, ત્યાં આગળ પૂર્વકાળે મને અનંત વાર છેડ્યો હતો. મુરથી કરી, તીવ્ર શસ્ત્રથી કરી, ત્રિશૂલથી કરી, મુશળથી કરી, તેમજ ગદાથી કરીને મારાં ગાત્ર ભાંગ્યાં હતાં.