SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ પુષ્પમાળા ૧૭ ગમે તેટલો પરતંત્ર હો તો પણ મનથી પવિત્રતાને વિસ્મરણ કર્યા વગર આજનો દિવસ રમણીય કરજે. ૧૭ આજે જો તું દુષ્કતમાં દોરાતો હો તો મરણને સ્મર. ૧૮ તારા દુઃખ-સુખના બનાવોની નોંધ આજે કોઈને દુઃખ આપવા તત્પર થાય તો સંભારી જા. ૧૯ રાજા હો કે રંક હો-ગમે તે હો, પરંતુ આ વિચાર વિચારી સદાચાર ભણી આવજો કે આ કાયાનાં પુદ્ગલ થોડા વખતને માટે માત્ર સાડાત્રણ હાથ ભૂમિ માંગનાર છે. ૨૦ તું રાજા હો તો ફિકર નહીં, પણ પ્રમાદ ન કર, કારણ નીચમાં નીચ, અધમમાં અધમ, વ્યભિચારનો, ગર્ભપાતનો, નિર્વશનો, ચંડાલનો, કસાઈનો અને વેશ્યાનો એવો કણ તું ખાય છે. તો પછી ? ૨૧ પ્રજાનાં દુઃખ, અન્યાય, કર એને તપાસી જઈ આજે ઓછાં કર. તું પણ તે રાજા ! કાળને ઘેર આવેલો પરૂણો છે. ૨૨ વકીલ હો તો એથી અર્ધા વિચારને મનન કરી જજે. ર૩ શ્રીમંત હો તો પૈસાના ઉપયોગને વિચારજે. રળવાનું કારણ આજે શોધીને કહેજે. ૨૪ ધાન્યાદિકમાં વ્યાપારથી થતી અસંખ્ય હિંસા સંભારી ન્યાયસંપન્ન વ્યાપારમાં આજે તારું ચિત્ત ખેંચ.. ૨૫ જો તું કસાઈ હોય તો તારા જીવન સુખનો વિચાર કરી આજના દિવસમાં પ્રવેશ કર. રક જો તું સમજણો બાલક હોય તો વિદ્યા ભણી અને આશા ભણી દૃષ્ટિ કર. ૨૭ જો તું યુવાન હોય તો ઉદ્યમ અને બ્રહ્મચર્ય ભણી દષ્ટિ કર. ૨૮ જો તું વૃદ્ધ હોય તો મોત ભણી દષ્ટિ કરી આજના દિવસમાં પ્રવેશ કર. ૨૯ જો તું સ્ત્રી હોય તો તારા પતિ પ્રત્યેની ધર્મકરણીને સંભાર - દોષ થયા હોય તેની ક્ષમા યાચ અને કુટુંબ ભણી દષ્ટિ કર. ૩૦ જો તું કવિ હોય તો અસંભવિત પ્રશંસાને સંભારી જઈ આજના દિવસમાં પ્રવેશ કર. ૩૧ જો તું પણ હોય તો – ૩૨ જો તું અમલમસ્ત હોય તો નેપોલિયન બોનાપાર્ટને બન્ને સ્થિતિથી સ્મરણ કર. ૩૩ ગઈ કાલે કોઈ કૃત્ય અપૂર્ણ રહ્યું હોય તો પૂર્ણ કરવાનો સુવિચાર કરી આજના દિવસમાં પ્રવેશ કર. ૩૪ આજે કોઈ કૃત્યનો આરંભ કરવા ધારતો હો તો વિવેકથી સમય, શક્તિ અને પરિણામને વિચારી આજના દિવસમાં પ્રવેશ કર. ૩૫ પગ મૂકતાં પાપ છે, જોતાં ઝેર છે, અને માથે મરણ રહ્યું છે; એ વિચારી આજના દિવસમાં પ્રવેશ કર. ૩૭ અઘોર કર્મ કરવામાં આજે તારે પડવું હોય તો રાજપુત્ર હો તોપણ ભિક્ષાચરી માન્ય કરી આજના દિવસમાં પ્રવેશ કરજે. ૩૦ ભાગ્યશાલી હો તો તેના આનંદમાં બીજાને ભાગ્યશાલી કરજે, પરંતુ દુર્ભાગ્યશાલી હો તો અન્યનું બૂરું કરતાં રોકાઈ આજના દિવસમાં પ્રવેશ કરજે. ને
SR No.006030
Book TitleShrimad Rajchandra Handbook
Original Sutra AuthorN/A
AuthorPayal J Shah
PublisherPayal J Shah
Publication Year2013
Total Pages324
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy