________________
પુષ્પમાળા. ૩૮ ધર્માચાર્ય હો તો તારા અનાચાર ભણી કટાક્ષદષ્ટિ કરી આજના દિવસમાં પ્રવેશ કરજે.
૩૯ અનુચર હો તો પ્રિયમાં પ્રિય એવા શરીરના નિભાવનાર તારા અધિરાજની નિમકહલાલી ઇચ્છી આજના દિવસમાં પ્રવેશ કરજે.
૪૦ દુરાચારી હો તો તારી આરોગ્યતા, ભય, પરતંત્રતા, સ્થિતિ અને સુખ એને વિચારી આજના દિવસમાં પ્રવેશ કરજે.
૪૧ દુઃખી હો તો (આજની) આજીવિકા જેટલી આશા રાખી આજના દિવસમાં પ્રવેશ કરજે. ૪૨ ધર્મકરણીનો અવશ્ય વખત મેળવી આજની વ્યવહારસિદ્ધિમાં તું પ્રવેશ કરજે.
૪૩ કદાપિ પ્રથમ પ્રવેશે અનુકૂળતા ન હોય તોપણ રોજ જતા દિવસનું સ્વરૂપ વિચારી આજે ગમે ત્યારે પણ તે પવિત્ર વસ્તુનું મનન કરજે.
૪૪ આહાર, વિહાર, નિહાર એ સંબંધીની તારી પ્રક્રિયા તપાસી આજના દિવસમાં પ્રવેશ કરજે. ૪૫ તું કારીગર હો તો આળસ અને શક્તિના ગેરઉપયોગનો વિચાર કરી જઈ આજના દિવસમાં પ્રવેશ કરજે. ૪૬ તું ગમે તે ધંધાર્થી હો, પરંતુ આજીવિકાર્થે અન્યાયસંપન્ન દ્રવ્ય ઉપાર્જન કરીશ નહીં. ૪૭ એ સ્મૃતિ ગ્રહણ કર્યા પછી શૌચક્રિયાયુકત થઈ ભગવદ્ભક્તિમાં લીન થઈ ક્ષમાપના થાય. ૪૮ સંસારપ્રયોજનમાં જો તું તારા હિતને અર્થે અમુક સમુદાયનું અહિત કરી નાખતો હો તો અટકશે. ૪૯ જુલમીને, કામીને, અનાડીને ઉત્તેજન આપતો હો તો અટકજે. ૫૦ ઓછામાં ઓછો પણ અર્ધ પ્રહર ધર્મકર્તવ્ય અને વિદ્યાસંપત્તિમાં ગ્રાહ્ય કરજે. ૫૧ જિંદગી ટૂંકી છે, અને જંજાળ લાંબી છે, માટે જંજાળ ટૂંકી કર તો સુખરૂપે જિંદગી લાંબી લાગશે.
પર સ્ત્રી, પુત્ર, કુટુંબ, લક્ષમી ઇત્યાદિ બધાં સુખ તારે ઘેર હોય તોપણ એ સુખમાં ગૌણતાએ દુઃખ રહ્યું છે એમ ગણી આજના દિવસમાં પ્રવેશ કર.
૫૩ પવિત્રતાનું મૂળ સદાચાર છે. પ૪ મન દોરંગી થઈ જતું જાળવવાને,૫૫ વચન શાંત, મધુર, કોમળ, સત્ય અને શૌચ બોલવાની સામાન્ય પ્રતિજ્ઞા લઈ આજના દિવસમાં પ્રવેશ કરજે.
પક કાયા મળમૂત્રનું અસ્તિત્વ છે, તે માટે હું આ શું અયોગ્ય પ્રયોજન કરી આનંદ માનું છું' એમ આજે વિચારજે.
૫૭ તારે હાથે કોઈની આજીવિકા આજે તૂટવાની હોય તો, ૫૮ આહારક્રિયામાં હવે તે પ્રવેશ કર્યો. મિતાહારી અકબર સર્વોત્તમ બાદશાહ ગણાયો.
૫૯ જો આજે દિવસે તને સૂવાનું મન થાય, તો તે વખતે ઈશ્વરભક્તિપરાયણ થજે, કે સતુશાસ્ત્રનો લાભ લઈ લેજે.
૧૦ હું સમજું છું કે એમ થવું દુર્ઘટ છે, તોપણ અભ્યાસ સર્વનો ઉપાય છે.