SearchBrowseAboutContactDonate
Page Preview
Page 220
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૯ શ્રીમદ્ રાજચંદ્ર હેન્ડબુક ૧૯૯ આવ્યંતર પરિણામ અવલોકન-હાથનોંધ ૩ હું કેવળ શુદ્ધ ચૈતન્યસ્વરૂપ સહજ નિજ અનુભવસ્વરૂપ છું. વ્યવહારદષ્ટિથી માત્ર આ વચનનો વક્તા છું. પરમાર્થથી તો માત્ર તે વચનથી વ્યંજિત મૂળ અર્થરૂપ છું. તમારાથી જગત ભિન્ન છે, અભિન્ન છે, ભિન્નભિન્ન છે ? ભિન્ન, અભિન્ન, ભિન્નભિન્ન, એવો અવકાશ સ્વરૂપમાં નથી. વ્યવહારદૃષ્ટિથી તેનું નિરૂપણ કરીએ છીએ. – જગત મારા વિષે ભાસ્યમાન હોવાથી અભિન્ન છે, પણ જગત જગત સ્વરૂપે છે, હું સ્વસ્વરૂપે છું, તેથી જગત મારાથી કેવળ ભિન્ન છે. તે બન્ને દૃષ્ટિથી જગત મારાથી ભિન્નભિન્ન છે. હું એક છું, અસંગ છું, સર્વ પરભાવથી મુક્ત છું. અસંખ્યાત પ્રદેશાત્મક નિજઅવગાહના પ્રમાણ છું. અજન્મ, અજર, અમર, શાશ્વત છું. વપર્યાયપરિણામી સમયાત્મક છું. શુદ્ધ ચૈતન્યસ્વરૂપ નિર્વિકલ્પ દષ્ટા છું. પ્રત્યક્ષ નિજ અનુભવસ્વરૂપ છું, તેમાં સંશય શો ? તે અનુભવમાં જે વિશેષ વિષે જૂનાવિકપણું થાય છે, તે જો મટે તો કેવળ અખંડાકાર સ્વાનુભવસ્થિતિ વર્તે. અપ્રમત્ત ઉપયોગે તેમ થઈ શકે. અપ્રમત્ત ઉપયોગ થવાના હેતુઓ સુપ્રતીત છે. તેમ વર્તે જવાય છે તે પ્રત્યક્ષ સુપ્રતીત છે. અવિચ્છિન્ન તેવી ધારા વર્તે તો અદ્ભુત અનંત જ્ઞાનસ્વરૂપ અનુભવ સુસ્પષ્ટ સમવસ્થિત વર્ત સર્વ ચારિત્ર વશીભૂત કરવાને માટે, સર્વ પ્રમાદ ટાળવાને માટે, આત્મામાં અખંડ વૃત્તિ રહેવાને માટે, મોક્ષસંબંધી સર્વ પ્રકારના સાધનના જયને અર્થે “બ્રહ્મચર્ય અદ્ભુત અનુપમ સહાયકારી છે. અથવા મૂળભૂત છે. અહો ! સર્વોત્કૃષ્ટ શાંત રસમય સન્માર્ગ– અહો ! તે સર્વોત્કૃષ્ટ શાંત રસપ્રધાન માર્ગના મૂળ સર્વશદેવઅહો ! તે સર્વોત્કૃષ્ટ શાંત રસ સુપ્રતીત કરાવ્યો એવા પરમકૃપાળુ સગુરુદેવઆ વિશ્વમાં સર્વકાળ તમે જયવંત વર્તા, જયવંત વર્તો. વિશ્વ અનાદિ છે આકાશ સર્વ વ્યાપક છે. તેમાં લોક રહ્યો છે.
SR No.006030
Book TitleShrimad Rajchandra Handbook
Original Sutra AuthorN/A
AuthorPayal J Shah
PublisherPayal J Shah
Publication Year2013
Total Pages324
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy