SearchBrowseAboutContactDonate
Page Preview
Page 136
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૯ શ્રીમદ્ રાજચંદ્ર હેન્ડબુક વીતરાગનો કહેલો પરમ શાંત રસમય ધર્મ પૂર્ણ સત્ય છે, એવો નિશ્ચય રાખવો. જીવના અનધિકારીપણાને લીધે તથા પુરુષના યોગ વિના સમજાતું નથી; તોપણ તેના જેવું જીવને સંસાર રોગ મટાડવાને બીજું કોઈ પૂર્ણ હિતકારી ઔષધ નથી, એવું વારંવાર ચિંતવન કરવું. આ પરમ તત્ત્વ છે, તેનો મને સદાય નિશ્ચય રહો; એ યથાર્થ સ્વરૂપ મારા હૃદયને વિષે પ્રકાશ કરો, અને જન્મમરણાદિ બંધનાથી અત્યંત નિવૃત્તિ થાઓ ! નિવૃત્તિ થાઓ ! ! | હે જીવ ! આ ક્લેશરૂપ સંસાર થકી, વિરામ પામ, વિરામ પામ; કાંઈક વિચાર, પ્રમાદ છોડી જાગૃત થા ! જાગૃત થા ! ! નહીં તો રત્નચિંતામણિ જેવો આ મનુષ્યદેહ નિષ્ફળ જશે. હે જીવ! હવે તારે પુરુષની આજ્ઞા નિભ્યય ઉપાસવા યોગ્ય છે. શાંતિઃ શાંતિઃ શાંતિઃ પપ શ્રી તીર્થંકરાદિ મહાત્માઓએ એમ કહ્યું છે કે જેને વિપર્યાસ મટી દેહાદિને વિષે થયેલી આત્મબુદ્ધિ, અને આત્મભાવને વિષે થયેલી દેહબુદ્ધિ તે મટી છે, એટલે આત્મા આત્મપરિણામી થયો છે, તેવા જ્ઞાનીપુરુષને પણ જ્યાં સુધી પ્રારબ્ધ વ્યવસાય છે, ત્યાં સુધી જાગૃતિમાં રહેવું યોગ્ય છે. કેમકે, અવકાશ પ્રાપ્ત થયે અનાદિ વિપર્યાસ ભયનો હેતુ ત્યાં પણ અમે જાણ્યો છે. બોધ બે પ્રકારથી જ્ઞાની પુરુષોએ કર્યો છે. એક તો “સિદ્ધાંતબોધ' અને બીજો તે સિદ્ધાંતબોધ થવાને કારણભૂત એવો ઉપદેશબોધ.” જો ઉપદેશબોધ જીવને અંતઃકરણમાં સ્થિતિમાન થયો ન હોય તો સિદ્ધાંતબોધનું માત્ર તેને શ્રવણ થાય તે ભલે, પણ પરિણામ થઈ શકે નહીં. સિદ્ધાંતબોધ' એટલે પદાર્થનું જે સિદ્ધ થયેલું સ્વરૂપ છે, જ્ઞાની પુરુષોએ નિષ્કર્ષ કરી જે પ્રકારે છેવટે પદાર્થ જામ્યો છે તે જે પ્રકારથી વાણી દ્વારા જણાવાય તેમ જણાવ્યો છે એવો જે બોધ છે તે સિદ્ધાંતબોધ' છે. પણ પદાર્થના નિર્ણયને પામવા જીવને અંતરાયરૂપ તેની અનાદિ વિપર્યાસભાવને પામેલી એવી બુદ્ધિ છે, કે જે વ્યક્તપણે કે અવ્યક્તપણે વિપર્યાસપણે પદાર્થસ્વરૂપને નિર્ધારી લે છે; તે વિપર્યાસબુદ્ધિનું બળ ઘટવા, યથાવત્ વસ્તુસ્વરૂપ જાણવાને વિષે પ્રવેશ થવા, જીવને વૈરાગ્ય અને ઉપશમ સાધન કહ્યાં છે; અને એવાં જે જે સાધનો જીવને સંસારભય દઢ કરાવે છે તે તે સાધનો સંબંધી જે ઉપદેશ કહ્યો છે તે “ઉપદેશબોધ છે. ગૃહકુટુંબ પરિગ્રહાદિ ભાવને વિષે જે અહંતા મમતા છે અને તેની પ્રાપ્તિ અપ્રાપ્તિ પ્રસંગમાં જે રાગદ્વેષ કષાય છે, તે જ “વિપર્યાસબુદ્ધિ છે; અને અહંતા મમતા તથા કષાય જ્યાં વૈરાગ્ય-ઉપશમ ઉદ્ભવે છે ત્યાં મંદ પડે છે, અનુક્રમે નાશ પામવા યોગ્ય થાય છે. ગૃહકુટુંબાદિ ભાવને વિષે અનાસક્ત બુદ્ધિ થવી તે “વૈરાગ્ય’ છે; અને તેની પ્રાપ્તિ-અપ્રાપ્તિ નિમિત્તે ઉત્પન્ન થતો એવો જે કષાય-ફ્લેશ તેનું મંદ થવું તે “ઉપશમ' છે. એટલે તે બે ગુણ વિર્યાસબુદ્ધિને પર્યાયાંતર કરી સદ્ગદ્ધિ કરે છે; અને તે બુદ્ધિ જીવાજીવાદિ પદાર્થની વ્યવસ્થા જેથી જણાય છે એવા સિદ્ધાંતની વિચારણા કરવા યોગ્ય થાય છે, કેમ કે ચક્ષુને પટળાદિ અંતરાય મટવાથી જેમ પદાર્થ યથાવતું દેખાય છે, તેમ અહંતાદિ પટળનું મંદપણું થવાથી જીવને જ્ઞાની પુરુષે કહેલા એવા સિદ્ધાંતભાવ, આત્મભાવ, વિચારચક્ષુએ દેખાય છે. જ્યાં વૈરાગ્ય અને ઉપશમ બળવાન છે, ત્યાં વિવેક બળવાનપણે હોય છે. વૈરાગ્ય ઉપશમ બળવાન ન હોય ત્યાં વિવેક બળવાન હોય નહીં, અથવા યથાવતુ વિવેક હોય નહીં. સહજ આત્મસ્વરૂપ છે એવું કેવળજ્ઞાન તે પણ પ્રથમ મોહિનીય કર્મના ક્ષયાંતર પ્રગટે છે. અને તે વાતથી ઉપર જણાવ્યા છે તે સિદ્ધાંત સ્પષ્ટ સમજી શકાશે.
SR No.006030
Book TitleShrimad Rajchandra Handbook
Original Sutra AuthorN/A
AuthorPayal J Shah
PublisherPayal J Shah
Publication Year2013
Total Pages324
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy