________________ ધર્મધ્યાનનાં ચાર લક્ષણો: 1) આજ્ઞારુચિ - જિનેશ્વર પરમાત્માના વચનની અનુપમતા, કલ્યાણકારિતા વગેરે જાણી તેના પર શ્રદ્ધા કરવી. 2) નિસર્ગચિ - જ્ઞાન - દર્શન - ચારિત્રમય આત્મપરિણામને પ્રગટ કરવાની રુચિ - ઉત્કંઠા. 3) ઉપદેશરુચિ - જિનવચનના ઉપદેશને સાંભળવાની રુચિ - ભાવના. 4) સૂત્રરુચિ - દ્વાદશાંગી - જિનાગમોના અધ્યયન - અધ્યાપનની રુચિ - ભાવના. ધર્મધ્યાનમાં વસ્તુ (પદાર્થ)ના સ્વભાવનું ચિંતન કરવામાં આવે છે. એ ધ્યાન કરવાયોગ્ય મુખ્ય પદાર્થો (વિષયો) ચાર પ્રકારના છે : (1) આજ્ઞા વિચય (2) અપાય વિચય (3) વિપાક વિચય (4) સંસ્થાન વિચય. 1) આજ્ઞા વિચય ધર્મધ્યાન - જિનેશ્વર ભગવાનની આજ્ઞા સકલ જીવોને હિત કરનારી છે, સર્વ પ્રકારના દોષોથી રહિત છે. એમની આજ્ઞામાં ઘણાં ગૂઢ રહસ્યો ભરેલાં છે તેમ જ સાધુઓ તથા શ્રાવક આદિ માટે ભગવાનની કઈકઈ આશા છે. એ વિશે એકાગ્રતાપૂર્વક ચિંતન કરવું એ આજ્ઞા વિચય ધર્મધ્યાન છે. 2) અપાય વિચય - અપાય એટલે દુઃખ. સંસારમાં જન્મ, જરા, મરણ, આધિ, વ્યાધિ, ઉપાધિ વગેરે શારીરિક અને માનસિક દુઃખોનો અને દુઃખોનાં કારણો-અજ્ઞાન, અવિરતિ, કષાય વગેરેનો એકાગ્રચિત્તે વિચાર કરવો તે અપાય વિચય ધર્મધ્યાન છે. 3) વિપાક વિચય - અહીં કર્મના વિપાક એટલે ફળ વિશેષ વિચારણા થાય છે. જે કર્મ બાંધ્યું છે તે ક્યારે ઉદયમાં આવશે, કેટલી તીવ્રતાથી તે સુખ-દુઃખ આપશે, આત્મા સાથે કેટલો સમય રહેશે. પછી તે ક્યારે ખરી જશે, અર્થાત્ અહીં કર્મના પ્રતિબંધ, સ્થિતિબંધ, રસબંધ, પ્રદેશબંધ વગેરેની વિચારણા આ ધ્યાનમાં હોય છે. કર્મપ્રકૃતિ એટલે કર્મનો સ્વભાવ જેમ કે જ્ઞાનાવરણીય કર્મનો સ્વભાવ આત્માના જ્ઞાનગુણને ઢાંકવાનો છે. કર્મની સ્થિતિ એટલે કર્મોનો આત્મા સાથે ચોંટીને રહેવાનો કાળ, જેમ કે જ્ઞાનાવરણીય કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ 30 ક્રોડાકોડી સાગરોપમ, જઘન્ય સ્થિતિ અંતર્મુહૂર્ત છે. કર્મનો રસ (અનુભાગ) - જેના ફળરૂપે જ્ઞાનાવરણીય આદિ કર્મોના સ્વભાવની ઉગ્રતા કે મંદતા વગેરેનો અનુભવ થાય છે. કર્મના પ્રદેશ એટલે કર્માણુઓનો આત્મા સાથે બંધ થાય છે ત્યારે એ 18 યોગમાર્ગની અંતર્દષ્ટિ છે -કર્મપુદ્ગલોની આઠે પ્રકૃતિઓમાં અર્થાત્ જ્ઞાનાવરણાદિ આઠ કર્મોમાં વહેંચણી થાય છે એ પ્રદેશબંધ છે. આ રીતે કર્મપ્રકૃતિ વગેરેના વિપાકનું જિનવચન અનુસાર ચિંતન કરવું એ વિપાક વિચય ધર્મધ્યાન છે. 5) સંસ્થાન વિચય - સંસ્થાન એટલે આકાર. જિનવચન અનુસાર લોકનાં તથા લોકમાં રહેલાં દ્રવ્યોના આકારનું કે સ્વરૂપનું તથા દ્રવ્યોના ઉત્પાદ, વ્યય, બ્રોવ્યાદિ પર્યાયોનું ચિંતન કરવું તે સંસ્થાન વિચય ધર્મધ્યાન છે. આ ધ્યાનમાં ચૌદ રાજલોક અને જીવાદિ પદ્રવ્યોને જુદીજુદી રીતે શાસ્ત્ર સાપેક્ષ વિચાર કરવાનો છે. ચૌદ રાજલોકની શાસ્ત્રોક્ત આકૃતિ સાથે પુરપાકૃતિ વિશેષ સામ્ય ધરાવે છે. તેના અધો, ઊર્ધ્વ અને તિર્જી એમ ત્રણ વિભાગ છે. અધોલોક ઊંધા પડેલ કુંડાના આકાર સમાન છે, તિસ્કૃલોક થાળીની આકૃતિ સમાન ગોળ છે, ઊર્ધ્વલોક મૃદંગના આકારવાળો છે. તિøલોકમાં નીચેના ભાગમાં વ્યંતર તથા ઉપરના ભાગમાં જ્યોતિષ્ક દેવો રહે છે. મધ્યભાગમાં બંગડીના આકારે અસંખ્ય દ્વીપો અને સમુદ્રો આવેલા છે. પ્રારંભના અઢી દ્વીપમાં મનુષ્યો અને તિર્યંચોનો વાસ છે. બાકીના બધા દ્વીપમાં કેવળ તિર્યંચ છે. ઊર્ધ્વલોકમાં વૈજ્ઞાનિક દેવો છે. અધોલોકમાં ભવનપતિ દેવો અને નારકીના જીવો રહે છે. આ રીતે જિનોપદિષ્ટ શાસ્ત્રોના આધારે લોકનું સ્વરૂપ ચિંતવવું તે સંસ્થાન વિચય ધર્મધ્યાન છે. આ ધ્યાન અપ્રમત સંયતને હોય છે. ધર્મધ્યાનના સતત અભ્યાસથી શુદ્ધ અનુભૂતિપૂર્વકનું જે તત્ત્વચિંતન થાય છે તે શુક્લધ્યાનના અંગભૂત ગણાય છે. ધર્મધ્યાનના અધિકારી : સર્વ પ્રકારના પ્રમાદથી મુક્ત ઉપશાંત કપાય અને ક્ષીણ કપાય નિગ્રંથ મુનિ ધર્મધ્યાનના મુખ્ય અધિકારી છે. ધર્મધ્યાનની શુદ્ધિની પરાકાષ્ઠા આ મહાત્માઓમાં હોય છે. 7 થી ૧૨મા ગુણસ્થાનક સુધી ધર્મધ્યાન હોય છે. ધર્મધ્યાન (ભેદ-૨) ધર્મધ્યાનના પ્રથમ ભેદમાં વિચારનું આલંબન લઈને ધ્યાન કરવાનું હોય છે, તો બીજા ભેદમાં કલ્પનાનું આલંબન લઈને ધ્યાન કરવાનું હોય છે. આ ભેદમાં ચાર પ્રકારે ધ્યાન થાય છે. પિંડસ્થ, પદસ્થ, રૂપસ્થ અને રૂપાતીત. પિંડસ્થ - પિંડ એટલે શરીર. શરીર પૃથ્વી, અગ્નિ, વાયુ, જળ અને આકાશનું બનેલ છે. આ ધ્યાનની વિશિષ્ટતા એ છે કે જે પાંચ મહાભૂતોને આશ્રયીને શરીર બનેલું છે તેનું ધ્યાન ધરતા પિંડમાં વ્યાપી રહેલ આત્મા સુધી પહોંચવાનું છે. આ પાંચ મહાભૂતોનું ધ્યાન ધારણાથી થાય છે. z યોગમાર્ગની અંતર્દષ્ટિ 19