________________ કાયોત્સર્ગ ડૉ. રમણલાલ શાહ કરવાની દિશામાં હજુ બહુ જ પાછળ છે. એટલે જો આધ્યાત્મ અને વિજ્ઞાન બન્ને મળીને પ્રયોગ, અભ્યાસ, તાલીમ, અનુસંધાન વગેરે દ્વારા જો આ દિશામાં થોડી ઘણી સફળતા મેળવી શકે તો ખરેખર એજ આશ્ચર્યજનક breakthrough થશે જે આખી માણસ જાતિને કદાચ એવો રસ્તો બતાવશે જેના ઉપર ચાલવાથી દરેક માણસ, ભલે એ ભણેલો હોય કે અભણ હોય, ધાર્મિક હોય કે અધાર્મિક હોય, પૈસાવાળો હોય કે ગરીબ હોય.. પોતાની જાતને બદલીને શાંતિપૂર્ણ, આનંદપૂર્ણ, તંદુરસ્ત અને સુખી જીવન જીવવાની દિશામાં આગળ વધી શકશે. પ્રેક્ષાધ્યાનમાં હજી સુધી હજારો - હજારો લોકોએ રસ લીધો છે, શિબિરોમાં અભ્યાસ કર્યો છે અને પોતાના જીવનમાં અભુત પરિવર્તનનો અનુભવ કર્યો છે. પણ જ્યાં સુધી આધુનિક યુગમાં માન્ય વૈજ્ઞાનિક અનુસંધાન પદ્ધતિ વડે પ્રેક્ષાધ્યાનની આધ્યાત્મિક ફલશ્રુતિને પ્રમાણિત કરવામાં સફળતા નહિ મળે ત્યાં સુધી પ્રેક્ષાધ્યાનને પણ Universal બનાવીને બધા માટે ઉપયોગી નહિ બનાવી શકાય. મને આશા છે કે પ્રબુદ્ધ જીવન જેવા (imagazine) ના માધ્યમથી આ દિશામાં આગળ વધવામાં સફળતા મળશે, અને જો સાચ્ચે જ પ્રાધ્યાનને સંપ્રદાય વગેરેથી મુક્ત રાખીને ધીરે ધીરે એને universal બનાવી શકાશે તો ખરેખર આ લેખ લખવાનો પ્રયત્ન સાર્થક થશે! FINAL - 16-01-19 કાયોત્સર્ગ અથવા તો કાઉસગ્ગ જૈન ધર્મની એક પ્રકારની આધ્યાત્મિક યોગપ્રક્રિયા છે. કાયોત્સર્ગ એટલે કાયાનો ઉત્સર્ગ.વાય૩: વાત્સ: ઉત્સર્ગ એટલે છોડી દેવું, ત્યજી દેવું. કાયોત્સર્ગ એટલે કાયાના હલનચલનાદિ વ્યાપારોને છોડી દેવા અથવા કાયાને છોડી દેવી - ત્યજી દેવી. અર્થાત્ કાયા, શરીર પરની મમતા છોડી દેવી. જેન ‘ગ્રંથોમાં કાયોત્સર્ગ ઉપરાંત સૂર્ણ શબ્દ પણ વપરાયો છે. કાયોત્સર્ગની વ્યાખ્યા શાસ્ત્રકારોએ નીચે પ્રમાણે આપેલી છે. 1. તે મમ નિરામ: વાયો અથવા 2. परिमितकालविषया शरीरे ममत्वनिवृत्तिः कयोत्सर्गः। કાયોત્સર્ગમાં નિયત અથવા અનિયત સમય માટે શરીરને સ્થિર કરી, શરીર પરના મમત્વને દૂર કરી, સાધક જિનેશ્વર ભગવાનના ક્ષમા આદિ ઉત્તમ ગુણોનું ચિંતન કરતા કરતા આત્મસ્વરૂપમાં લીન થાય છે. - ભગવાન મહાવીરે તપના જુદા જુદા પ્રકાર બતાવ્યા છે. છ પ્રકાર બાહ્ય તપના અને છ આત્યંતર તપના છે. બાહ્ય તપના પ્રકાર આ પ્રમાણે છે - અનશન, ઉણોદરી, વૃત્તિસંક્ષેપ, રસત્યાગ, કાયક્લેશ અને સંલીનતા આવ્યંતર તપના પ્રકાર આ પ્રમાણે છે. પ્રાયશ્ચિત, વિનય, વૈયાવચ્ચ, સ્વાધ્યાય, ધ્યાન, કાઉસગ. બાહ્ય તપ કરતા આવ્યંતર તપ ચડિયાતું છે. અને આત્યંતર તપમાં કાઉસગ્ગને સૌથી ઉંચુંછેલું સ્થાન આપેલું છે. તપથી કર્મની નિર્જરા થાય છે એટલે કર્મની નિર્જરા માટે કાયોત્સર્ગ અથવા કાઉસગ્ગ મોટા પ્રકારનું તપ છે. આત્યંતર તપમાં ધ્યાન કરતા પણ કાયોત્સર્ગને ચડિયાતું સ્થાન આપવામાં આવ્યું છે એ પરથી પણ એનું મહત્ત્વ સમજાય છે. એનું કારણ એ છે કે દયાનમાં મન અને વાણી પર સંયમ કે નિયંત્રણ હોય છે. શરીર ઉપરનું નિયંત્રણ હોય તો તે ઈષ્ટ છે પરંતુ એની અનિવાર્યતા હોતી નથી. કાઉસગ્નમાં તો મન અને વાણીના સંયમ અથવા નિયંત્રણ ઉપરાંત શરીર ઉપરના નિયંત્રણની પૂરેપૂરી અપેક્ષા રહે છે. નિયંત્રણથી ઈન્દ્રિયો તથા ચિત્ત સંયમમાં આવી જાય છે. માત્ર વાણીના સંયમને મૌન કહેવાય છે, વાણી અને મન બંનેના સંયમને ધ્યાન કહેવાય છે | યોગમાર્ગની બંદીર યોગમાર્ગની અંતર્દષ્ટિ || 95