________________ 1 2 આધુનિક યુગના અધ્યાત્મયોગી - આચાર્ય મહાપણ અને પ્રેક્ષાધ્યાન -પ્રો. મુનિ મહેન્દ્રકુમાર તો તેમને ધ્યાન માટે ખૂબ અનુકૂળતા લાગે. એમની ડાયરીમાં તેઓ નોંધે છે, “સરસ્વતીનદીના કિનારે રેતના બેટડામાં બેસી આજ રોજ એક કલાક આત્મધ્યાન કર્યું. તો જોટાણામાં ક્ષેત્રપાલના સ્થાનના ઓટલા પર સાંજના વખતે એક કલાકે પયંત આત્મધ્યાન ધરવાથી આત્માના અલૌકિક અનુભવની ઝાંખી થઈ.’ આવી રીતે એમનો વિહાર બે પ્રકારે થતો. એક પગપાળો વિહાર અને બીજો આત્મસ્વરૂપમાં સ્થિરતાનો_ વિહાર. આત્માનુભવ વિલક્ષણ હોય છે. એની વિલક્ષણતા સંવત 1971 ના પોષ સુદ 10 ની રાતે થયેલ અનુભવમાં નજરે પડે છે. તેઓ પોતાના આત્માનુભવને પ્રગટ કરતા કહે છે, “પોષ સુદી 10 ની રાત્રે આત્મા અને પરમાત્માની એકતાના ધ્યાનનો દીર્ધકાલ, સતત પ્રવાહ રહ્યો અને તેથી જે આત્માનંદ પ્રગટટ્યો તેનું વર્ણન કરી શકાય તેમ નથી. આત્માની નિષ્કામ દશાના સત્યસુખનો અપૂર્વ સાક્ષાત્કાર ખરેખર અનુભવમાં ભાસ્યો તે વખતે રાગદ્વેષની ઉપશમતા વિશેષતઃ પ્રગટેલી દેખાઈ. ઉપાધિરહિત દશામાં શુદ્ધોપયોગ સહજ સુખ અનુભવવામાં આવે છે.' આવી રીતે આ યોગીની બાહ્યપ્રવૃત્તિ તરફ વિરક્તિ અને આંતરિક સાધના માટેની ઉત્કટ ભાવનાનું અહીં દર્શન થાય છે. આવા પરમ યોગી પરમ પૂજ્ય યોગનિષ્ઠ આચાર્ય શ્રી બુદ્ધિસાગરસૂરીશ્વરજીને મારા શતઃ શતઃ વંદન. FINAL - 16-01-19 જૈન ધર્મમાં આધ્યાત્મ-યોગનો વિષય ઘણા લોકો માટે બહુ અઘરો છે. ઈતિહાસની દષ્ટિએ જોઈએ તો પણ એવા અધ્યાત્મ-યોગીયોની સંખ્યા પણ જોઈને તેના કરતા ઘણી ઓછી છે. આ એક આશ્ચર્યની વાત છે. આચાર્ય કુંદકુંદ, આચાર્ય સામંતભદ્ર, આચાર્ય હરિભદ્રસૂરિ, આચાર્ય હેમચંદ્ર, આનંદઘનજી, શ્રીમદ્ રાજચંદ્ર, વગેરે બહુ થોડા નામ આપણને મળે છે જેઓએ જૈન દર્શન એક પરિપૂર્ણ આધ્યાત્મિક સાધનાના રૂપમાં જોયો અને જૈન દર્શનની ગહન તત્ત્વજ્ઞાનની સાથે એને જોડીને સાધના પથનું સુંદર વિશ્લેષણ કર્યું. એટલું જ નહિ, સાથે-સાથે પોતાના જીવનમાં અનેક પ્રયોગો પણ કર્યા અને ભવિકજનોને અધ્યાત્મનો સાચો રસ્તો બતાવ્યો. આવા વિરલ અધ્યાત્મયોગીઓની પંક્તિમાં એક નામ વર્તમાન યુગના એક મહંત સંત આચાર્ય મહUશનું જોડીએ તો અતિશયોક્તિ નથી એમ કહી શકાય. આધુનિક યુગમાં ભૌતિકવાદ વધ્યો છે, તો સાથે-સાથે અધ્યાત્મની ભુખ પણ વધી છે, ખાધુનિક વિજ્ઞાને જ્યાં એક તરફ સુખ-સુવિધા-સાધનોનો અંબાર લગાડ્યો છે ત્યાં બીજી તરફ સૂક્ષ્મ સત્યના રહસ્યનું ઉદ્ઘાટન કરીને જે સિદ્ધાંતો આપણને આપ્યા છે તેમાં અનેક સિદ્ધાંતો પણ છે જે દર્શન અને અધ્યાત્મના સિદ્ધાંતો જોડે અદ્ભુત સામ રાખે છે. આચાર્ય મહાપ્રજ્ઞએ જે સૌથી મોટું કામ કર્યું છે તે એ છે કે અધ્યાત્મ અને વિજ્ઞાનને જોડીને એવા પ્રયોગો આપણને આપ્યા છે જેના આપણે આપણા જીવનમાં કષાયને કારણે જે સમસ્યાઓને પેદા કરીએ છીએ તેનું સમાધાન કરી શકીએ છીએ.. આ પ્રયોગો પૈકી એક પ્રયોગ છે - પ્રેક્ષાધ્યાન. પ્રાધ્યાનના મૂલ બીજડાઓ આપણને આગમ સાહિત્યમાં મળે છે. દા.ત. આચારાંગસૂત્રમાં ભગવાન મહાવીરની સાધનાનું વર્ણન જ્યાં છે ત્યાં લખેલું છે - " diffક્ષ થિં ઉત્ત, અવqTHક્ત અંતરે આg' અર્થ :- ભગવાન મહાવીર એક-એક પ્રહર સુધી પોતાની આંખોને અપલક રાખીને તિર્યભીત પર મનને કેન્દ્રિત કરીને ધ્યાન કરતા હતા. વ્યાખ્યા :- આચાર્ય મહાપ્રજ્ઞએ આચારાંગ - ભાગમાં આ ગાથાની સાથે વ્યાખ્યા આ પ્રમાણે કરી છે - આ ગાથામાં ભગવાન મહાવીરની અનિમેષ દ્રષ્ટિધ્યાન (ત્રાટક) સાધનાના વિષયમાં સૂચન આપવામાં આવ્યું છે. યોગમાર્ગની અંતર્દષ્ટિ | 91