________________ 15 વિપશ્યના ધ્યાન શ્રી સત્યનારાયણ ગોયન્કાજી સાધનાનો વિકાસક્રમ સુચવાય છે. કુશળ ધર્મોમાં એકાગ્ર ચિત્તની સમ્યક સમાધિ- સમામિ તેના મૂળમાં છે. બૌદ્ધ ધર્મચર્યામાં ધ્યાનયોગની ચર્ચા ઘણી સૂક્ષ્મ અને વ્યાપક રીતે થઈ છે. સમાધિ પ્રાપ્ત કરવાના માર્ગ સાથે સમાધિના વિવિધ પ્રકારોમાં મુખ્યત્વે ઉપચાર સમાધિ અને અર્પણાસમાધિનું નિસ્પણ થયેલું છે. તે સાથે સમાધિના માર્ગમાં આવતા અવરોધો -- જેમ કે ચિત્તના ઉપકલેશો; સમાધિ માટે યોગ્ય આવાસ અને આહાર, યોગ્ય ગુરુ અને કલ્યાણમિત્ર, પાંચ ચેતોખિલ અને પાંચ ચિત્તબંધનો વગેરે વિશે વિસ્તારથી પણ સૂક્ષ્મ રીતે મીમાંસા થઈ છે. FINAL - 16-01-19 વિપશ્યના બુદ્ધ ભગવાનની 2500 વર્ષ પહેલા શોધાયેલી વિશિષ્ટ સાધના છે. ભગવાન બુદ્ધ અનેક પ્રકારની ધ્યાનની પ્રક્રિયાનો સ્વયં અનુભવ કરીને તે બધી છોડીને છેવટે જે પ્રક્રિયા તેમણે પોતે શોધી અને સ્વીકારીને નિર્વાણ પામ્યા તે વિપશ્યના ધ્યાનની પ્રક્રિયા છે. આ પ્રક્રિયામાં બાહ્ય કોઈ આલંબન લેવામાં આવતું નથી. આપણો પોતાનો શ્વાસ, આપણું પોતાનું શરીર અને આપણને થતી સંવેદનાઓ - આ જ અલબનો છે. કોઈ પણ મંત્રનો જાપ કે નામનો જાપ નહીં, કોઈ પણ શબ્દ કે આકૃતિનો આશ્રય નહીં; આથી આપણું મન બીજી કોઈ વસ્તુમાં અટવાયા વિના શ્વાસ, શરીર અને સંવેદનમાં એકાગ્ર થાય છે. એકાગ્રતા થવાથી આપણે વર્તમાનમાં જીવવાનું શીખીએ છીએ. અને માત્ર દ્રષ્યભાવ રાખવાનો હોઈ સંવેદના થયે રાગ કે દ્વેષ ન થાય તેની જ તકેદારી રાખવાની છે. સામાન્ય રીતે સંવેદના થતા જ આપણા સંસ્કારો જાગ્રત થાય છે અને રાગ કે દ્વેષ પ્રત્યે પ્રેરણા આપે છે. પણ તે પ્રત્યે જો જાગ્રત રહીએ તો અને સંવેદનાને માત્ર દ્રસ્થભાવે અનુભવીએ તો નવા રાગ-દ્વેષ બંધાતા નથી અને અંદર સંગ્રહ કરી રાખેલ રાગપ-મોહ એ બધું ક્રમે કરીને નષ્ટ થવા લાગે છે. આ જ નિર્વાણની પ્રક્રિયા છે અને તે આ વિપશ્યના સાધનામાં સહજભાવે શીખવવામાં આવે છે. સમગ્ર સંસારમાં અશાંતિ અને બેચેની નજરે પડે છે. સુખ અને શાંતિ સૌ કોઈને જોઈએ છે. સાચો ધર્મ જીવન જીવવાની કલા છે જેનાથી આપણે જાતે પણ સુખ શાંતિથી જીવીએ અને અન્યને પણ સુખ શાંતિથી જીવવા દઈએ. શુદ્ધ ધર્મ આ જ કલા શીખવે છે, એટલા માટે તે સર્વજનીન, સાર્વભૌમિક, સર્વદેશીય અને સર્વકાલિક છે. પ્રશ્ન એ થાય છે કે જીવનમાં દુઃખ શા માટે છે? શા માટે આપણે અશાંત અને બેચેન બની જઈએ છીએ? ગંભીરતાથી વિચારતા સમજાય છે કે જ્યારે મનમાં વિકાર જાગે છે ત્યારે અશાંત બનીએ છીએ. મનમાં ક્રોધ કે લોભ, ઈર્ષ્યા કે ભય જેવા વિકારો જાગે છે ત્યારે આપણે વિક્ષુબ્ધ બની જઈ મનનું સંતુલન ખોઈ બેસીએ છીએ. તો અહીં પ્રશ્ન ઉઠે છે કે આ વિકારો ક્યારે જાગે છે? શા માટે જાગે છે? કોઈ અપ્રિય ઘટના બની કે પ્રતિક્રિયારૂપે વિકાર જાગે છે. જીવનમાં પ્રયઅપ્રિય બંને પરિસ્થિતિઓ આવતી જ રહેશે. વિપશ્યના સાધના દ્વારા આપણે |10| યોગમાર્ગની અંતર્દષ્ટિ છે યોગમાર્ગની અંતર્દષ્ટિ ,105 |