________________ મૌન શક્તિનાં સંક્રામક યોગી શ્રી રમણ મહર્ષિ જોખમોમાંથી સહીસલામત પાર કરશે.’ શ્રી અરવિન્દનું મહાકાવ્ય સાવિત્રીના કેન્દ્રમાં મૃત્યુનું પ્રેમમાં રૂપાંતર છે. મનુષ્ય અત્યારે જે કાળમાં છે તેની ઉત્ક્રાંતિ ચાલુ છે અને એક રીતે મનુષ્ય એક વચગાળાનું સ્વરૂપ છે. શ્રી અરવિન્ટે મનુષ્યની ઉત્પત્તિ ઉપરાંત, મનુષ્યની વર્તમાન સ્થિતિ શું છે અને તેનું છેવટનું ધ્યેય શું છે તે પણ બતાવ્યું છે. આ સમગ્ર પ્રક્રિયા સાત તત્વમાં, સમાવેલી છે. સત, ચિત્ત, આનંદ, વિજ્ઞાન, મન, પ્રાણ અને શરીર. પહેલા ત્રણ તત્ત્વો વસ્તુનું સ્વરૂપ છે, જ્યારે અંતિમ ત્રણ તે વસ્તુનું રૂપ છે. વિજ્ઞાનમાં સ્વરૂપ અને રૂપ બંનેનો અનુભવ છે. વિજ્ઞાન તેના રૂઢ અર્થમાં નથી, તે આજે વપરાતો શબ્દ સાયંસ નથી પણ તે મનની ઉપરનું તત્ત્વ છે. જેને supernind તરીકે ઓળખવામાં આવે છે. આ યોગનો કેન્દ્રસ્થ એજન્ડા, અતિમનસની દિવ્ય ચેતનાની શક્તિને છેક સ્થળ ભૂમિકાએ લાવવી તે છે, જેને અતિમનસનું અવતરણ કહેવાય છે. જે દ્વારા અજ્ઞાન મન, જીવન અને શરીરનું રૂપાંતર થાય અને પૃથ્વી ઉપર દિવ્યજીવનની સ્થાપના શક્ય બને છે. આ યોગના પ્રવાસીઓ માટે બે વસ્તુની અનિવાર્યતા છે, તેનો આંતરીક અભિગમ (Inner attitude) અને દિવ્ય કરુણામાં (Divine Grace) અચળ શ્રદ્ધા. આ યોગનો માર્ગ લાંબો છે, પરંતુ સાચા સમર્પણથી તે ટૂંકો બને છે. આ માર્ગ મુશ્કેલ છે. પણ તેમાં પૂર્ણ વિશ્વાસ તેને સરળ બનાવે છે. FINAL - 16-01-19 શ્રી રમણ મહર્ષિ જેઓ પૂર્વાશ્રમમાં વેંકટરામન નામે ઓળખાતા, એ વેંકટરામનનો જન્મ ઈ.સ. 1879 ના 30 ડિસેંબરે મદ્રાથી ત્રીસેક માઈલ દૂર આવેલા તિરૂચલી ગામે થયો. એમનું પ્રાથમિક શિક્ષણ નિચલીમાં જ થયું. સોળ વર્ષની ઉંમરે લગભગ છ ધોરણ ભણ્યા. ઈ.સ. ૧૮૯૬ના ઓગષ્ટમાં મહર્ષિને મૃત્યુનો એક વિલક્ષણ અનુભવે થયો. જેનાથી એમને પ્રતીત થયું કે હું શરીર નથી, આત્મા છું.” પોતાના એ આધ્યાત્મિક અનુભવ વિશે એ કહે છે, “એ અનુભવ કંઈ મારા મનનો તર્ક નહોતો, બલ્ક મારો સચોટ, સજાગ, સત્ય અનુભવ હતો. એવી અનુભૂતિ એ પ્રસંગ પછી પણ મને અવારનવાર થતી. એના પરિણામે મૃત્યુનો ભય મારે માટે કાયમનો દૂર થઈ ગયો. હું તદ્દન નિર્ભય બની ગયો. ઈ.સ. 1896 ની 29 ઓગષ્ટ વેંકટરામન ઘર તજી તિરૂવમલઈ આવ્યા. ત્યાં એમના સાધનાના મંડાણ અરૂણાચલ મંદિરથી થયા. અરૂણાચલમાં ગુરૂભાવ સ્થાપી, વિદ્વત સંન્યાસ લીધો. મંદિરની બહાર આવી કૌપીન સિવાયના તમામ વસ્ત્રો કુંડમાં નાખી દીધા. ઈ.સ. 1898 થી 1922 સુધી લગભગ 24 વર્ષ અરૂણાચલ પર્વત પર રહી એકધારી, અખંડ અને અવિરત સાધના અને તપશ્ચર્યામાં લીન રહ્યા. ઈ.સ. 1912 માં મૃત્યુની બીજી વાર અનુભૂતિ થઈ. આ પછી મહર્ષિ સત્ (being) અને ભવ (becoming) બંને સૃષ્ટિમાં સહજ ભાવે રહેવા શક્તિમાન બન્યા. આમ જે ક્ષણથી એમને સત્ સમજાયું એ ક્ષણથી જ એમણે જીવવાનું શરૂ કર્યું. એમની અંતરભૂતિ અને બાહ્યજીવન વચ્ચે એવી અભૂતપૂર્વક એકતા હતી કે એમનું જીવન જ એમની વાણી બન્યું. બોધનો પર્યાય બન્યું, ઉપદેશસાર બન્યું. શ્રી રમણ મહર્ષિ મૌનને જ સર્વોત્તમ ભાષા ગણતા અને કહેતા, લોકો પ્રશ્નો પૂછે છે એટલે મને ઉત્તરો આપતા રહ્યા. પણ સત્ય શબ્દથી પર છે. એ કહેતા, ‘સાધના’ શબ્દ કોઈ લક્ષ્ય અને એને પ્રાપ્ત કરવાના સાધનને સૂચવે છે. આપણી પાસે પહેલેથી ન હોય એવી કઈ નવી વસ્તુ પ્રાપ્ત કરવાની છે? ધ્યાનમાં, એકાગ્રતામાં કે સમાધિમાં આપણે જે કરવાનું છે તે એ છે કે કશાનું ચિંતન ન થવું જોઈએ અને ફક્ત નિશ્ચલ, નિર્વિકલ્પ બનીને રહેવું જોઈએ. ત્યારે આપણી સહજ દશામાં હોઈએ છીએ. આ દશાના મોક્ષ, જ્ઞાન, આત્મા વગેરે ઘણા નામ છે. એમણે ક્રમશઃ કર્મ, ભક્તિ, યોગ અને જ્ઞાન માર્ગોના મંથનથી જે રત્નો મળે છે SHEછે ર0 16 યોગમાર્ગની અંતર્દષ્ટિ - યોગમાર્ગની અંતર્દષ્ટિ 141