Book Title: Yogmargni Antdrashti
Author(s): Rashmi Bheda
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 92
________________ 28 સંતુલિત જીવનનો માર્ગ : યોગ ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજી ક્વોન્ટમ ફિઝીક્સ જેને બ્રાહ્માંડ વ્યાપ્ત ઉર્જા કહે છે, તથા વેદાંત જેને પરમ સત્ય કહે છે, તેનો સાક્ષાત્કાર કરવાનો માર્ગ, એ યોગ છે. વેદાંતમાં વર્ણવવામાં આવેલ ઉત્કૃષ્ટ છતાં સૂક્ષ્માતિસૂક્ષ્મ સત્ય યોગ દ્વારા જ સદ્રશ કરી શકાય છે. યોગ એ અન્તઃયાત્રાનું પ્રથમ સોપાન છે. સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે વિવિધ આસનોની શ્રેણી એટલે યોગ! વાસ્તવમાં આસન એ યોગ નથી, એ તો યોગનું એક માત્ર અંગ છે. યોગ એટલે સંયોગન, જોડાણ! અંતરવિશ્વમાં હૃદય, મન, શરીર અને આત્મનનું સંયોજન કરે તે યોગ! અને બાહ્ય જગતમાં અન્ય વ્યક્તિઓ સાથે ઐક્યનો અનુભવ આપે તે યોગ, રોગ-મુક્ત શરીર, હિંસામુક્ત સમાજ, ગૂંચવણો રહિત મન, અવરોધરહિત બુદ્ધિ, આઘાતરહિત સ્મૃતિ અને કંપનરહિત શ્વાસોચ્છવાસનું વરદાન યોગ આપે છે. આનંદના અખલિત પ્રવાહને વ્યક્તિના જીવનમાં વહેવા માટેના પ્રવેશ દ્વાર યોગ ખોલી આપે છે. એક આનંદિત વ્યક્તિ આનંદિત સમાજનું નિર્માણ કરે છે. સ્વાર્થી અને અહંકાર પ્રેરિત વૃત્તિઓને કારણે વ્યક્તિ દુઃખનો અનુભવ કરે છે, સમાજ પીડાનો અનુભવ કરે છે. પરંતુ યોગ આ સઘળાં દુઃખો નિમૂળ કરવા માટે સક્ષમ છે. યોગ શારિરીક સ્વાથ્ય અને ઉર્જા જેવા ભૌતિક લાભ તો આપે જ છે, પરંતુ સાથે સાથે આત્માનું ઉર્વીકરણ કરે છે અને વ્યક્તિમાં અંતઃસ્ફરણાનો આવિર્ભાવ થાય છે. અંતઃસ્ફરણા વર્તમાન સમયમાં કેટલી અગત્યની છે! યોગ કાર્ય-કુશળતા લાવે છે. યોગના ઉપયોગથી વ્યક્તિ વિપરીત પરિસ્થિતિમાં શાંત રહી શકે છે અને સંજોગોને પોતાના નિયંત્રણમાં લાવી શકે છે. પ્રત્યેક શિશુ એક યોગી છે : પૃથ્વી પરની દરેક વ્યક્તિએ જાણ્યે-અજાણ્ય જીવનમાં યોગનું આચરણ કર્યું જ છે. બાળકો તો જન્મજાત યોગી છે. વિશ્વના કોઈપણ ખૂણામાં, આપ એક શિશુનું નિરીક્ષણ કરશો તો આપ જોઈ શકશો કે તેઓ સહજતાપૂર્વક જ, એક જ સરખા યોગાસનો કરે છે. માતાના ગર્ભમાં રહેલું શિશુ મેરુદંડ મુદ્રા -(હાથનો અંગુઠો ઉપરની દિશામાં)નું પ્રયોજન કરતું હોય છે. તો એક નવજાત શિશુ આદિ મુદ્રા (અંગુઠાને અંદર વાળીને હાથની મૂઠી વાળવી)નું પ્રયોજન કરતું હોય છે. એજ રીતે શિશુઓ ચિન મુદ્રા (હાથના અંગુઠાનો અગ્ર ભાગનો પ્રથમ આંગળીના અગ્ર ભાગને સ્પર્શ) પણ વારંવાર પ્રયોજતા હોય છે. શિશુઓ જ્યારે પડખું ફરવાનો પ્રયત્ન કરે છે ત્યારે તેઓ ભુજંગાસન, નટરાજ આસન કરતાં હોય છે, અને જ્યારે તેઓ ચૂંટણભેર ચાલે છે ત્યારે માર્જ રાસન કરે છે. ઉભા થતા શીખે છે ત્યારે ત્રિકોણાસન અને પર્વતાસન કરતા હોય છે. 2 વર્ષની ઉંમર સુધી બાળકો પવનમુક્તાસન કરતા હોય છે અને બાલાસનમાં નિંદ્રાધીન થતા હોય છે. તો બાળકની ચેતનામાં યોગ બહુ જ સાહજિકતાપૂર્વક અભિવ્યક્ત થાય છે. પરંતુ બાલ્યાવસ્થા પછી આ યોગાસનો સજગતાપૂર્વક અને નિયમિતપણે કરવા આવશ્યક છે. તેના દ્વારા આપણે યુવાવસ્થાની ચપળતા તથા સજગ મનનું ગાંભીર્ય એમ બંને વિશ્વને માણી શકીએ છીએ. પરિવારનું વાતાવરણ અને સંજોગો, આધુનિક ઝડપી જીવન શૈલી, મીડિયા વગેરે યુવા માનસ પર નકારાત્મક અસર કરે છે. અને એટલે જ પોતાના મનને તણાવમુક્ત કઈ રીતે રાખવું, નકારાત્મક ભાવનાઓ પર કઈ રીતે વિજય મેળવવો તથા હમેશા આનંદમય, ર્તિવાન કઈ રીતે રહેવું તેનું શિક્ષણ યુવાનોને આપવું અત્યંત આવશ્યક છે. યોગ, ધ્યાન અને પ્રાણાયામ થકી આ શક્ય બને છે. પ્રતિદિન માત્ર 20 મિનીટની સાધના, વ્યક્તિના મનનું સંતુલન જાળવી રાખે છે. જેમ પ્રતિદિન આપણે સ્નાન અને દંતમંજન વડે શરીરને શુદ્ધ રાખીએ છીએ, તે જ રીતે યોગ અને પ્રાણાયામ દ્વારા મનને શુદ્ધ રાખવું એટલું જ અગત્યનું છે. પ્રાણાયામ અને દયાન દ્વારા એકાગ્રતા અને સ્મરણશક્તિનો વધારો થાય છે, અને એટલે જ એક વિદ્યાર્થી માટે યોગ અત્યંત ઉપયોગી સાધન છે. નિત્ય યોગસાધના કરવાથી આંતરસૂઝ, ગ્રહણશક્તિ અને અંતઃસ્ફરણાની પ્રાપ્તિ થાય છે, અને જેનાથી પરીક્ષા સમયના સ્ટ્રેસ, બોજ અને વ્યગ્રતાથી મુક્ત થઈ મન શાંત બને છે. કિશોરાવસ્થા દરમ્યાનની આંતરિક મૂંઝવણ દરમ્યાન યોગ સાધન સહાયરૂપ થાય છે અને અન્ય લોકો સાથેના સંવાદ અને સ્ટેજ પરની અભિવ્યક્તિ સમયે લાગતા ડરથી પણ યોગ દ્વારા મુક્તિ મેળવી શકાય FINAL યોગથી પ્રાણ ઉર્જાની વૃદ્ધિ : યોગ વિદ્યાના પ્રણેતા પતંજલિ કહે છે કે “હેયમ દુ:ખમ અનાગતમ’ : 170 યોગમાર્ગની અંતર્દષ્ટિ | યોગમાર્ગની અંતર્દષ્ટિ |171

Loading...

Page Navigation
1 ... 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120