________________ કે વંશપરંપરાગત સંસ્કારો ચિત્ત ઉપર જાતજાતની અસર કરે છે. તે ચિત્તનેમલિન બનાવે છે. ચિત્તને યોગ્ય પ્રકારોની વૃત્તિઓમાં રમમાણ કરે છે. એ વૃત્તિઓ છે : પ્રમાણ, વિકલ્પ, નિદ્રા, સ્મૃતિ અને વિપર્યય. આ સર્વ વૃત્તિઓ અને એના પ્રભાવોમાંથી મુક્તિ એનું નામ જ યોગ છે. આ સંસાર વિચારો અને વિકારોનો ખેલ છે. આ ખેલ રચે છે. આપણું ચંચળ ચિત્ત. આ વિચારો અને વિકારોથી મુક્ત થઈ ચિત્ત નિર્મળ સ્વરૂપે પોતાના સ્વરૂપમાં સ્થિર થાય તેને માટે લયયોગ છે. જે ઉપાયથી વિષયો અને વિકારોની વિસ્મૃતિ થાય તે ઉપાયરૂપ સાધનાને લયયોગ કહે છે. પ્રાણાયામ વગેરે જેવી પ્રક્રિયા વિના જ શાંભવી મુદ્રાના અભ્યાસથી લયયોગની પ્રાપ્તિ થાય છે. મૂલાધારથી બ્રહ્મરશ્વપર્યંતનાં ચક્રો પૈકી કોઈપણ એક ચક્રમાં અંતઃકરણની વૃત્તિનો સ્થિર કરવી અને દષ્ટિને નિમેષ-ઉન્મેષ રહિત રૂપમાં શરીરની બહારના પ્રદેશમાં સ્થાપન કરવી તે શાંભવીમુદ્રા છે. આવી અવસ્થા સિદ્ધ કરવામાં નાદાનુસંધાન ઉપયોગી સાધન છે. પગની ડાબી એડીને નીચે અને જમણી એડીને તેની ઉપર, પણ બંને એડીઓને મૂત્રાશયની નીચે રાખી મુક્તાસનમાં બેસી પમુખી મુદ્રા ધારણ કર્યા પછી કર્ણમુદ્રાનો અભ્યાસ કરી નાદાનુસંધાન સાધી અનાહત નાદનો પ્રારંભ થતાં શાંભવી મુદ્રામાં સ્થિર થવાથી શુભિત થયેલું ચિત્ત સ્વ-અવસ્થામાં સ્થિત થાય છે, ત્યારે ચિત્તની એ લયાવસ્થામાં વિષય, વિચાર અને બુંદની ચંચળતામાંથી મુક્તિ મળે છે. લયયોગ આપણને આપણી આ ત્રીજી નબળાઈથી મુક્ત કરે છે. મન : સૌથી વધારે ચંચળ છે આપણું મન, મન હોવાને કારણે જ આપણે મનુષ્ય કહેવાયા છીએ. આપણે જેટલું તનથી નહીં એટલે મનથી જીવીએ છીએ. આ મન તો છે આપણી ચેતનાની એક રૂપાવસ્થા. પણ એ ઘણું ઉધમતિયું, ઉપદ્રવી અને તોફાની છે. એમાં ઈચ્છાઓ, એષણાઓ, અભિલાષા, મહત્ત્વાકાંક્ષાના ફુવારા ઉડ્યા કરે છે. દીવાસ્વપનો. રાત્રિસ્વપનો અને છલસ્વપનોની દશ્યમાળાઓ ઝબૂકતી રહે છે. મનની ગતિ, તેનો વેગ અત્યંત તીવ્ર છે. એટલે તો એની સરખામણી માકડા, મીંદડા, માછલાં અને મૃદંગ સાથે થતી રહી છે. મનની ધૂમરીમાં સપડાયેલા આપણે ભારે અવઢવ, ભારે મુંઝવણ અને ભારે અકળામણમાં અટવાઈ જઈએ છીએ. નથી એની સ્થિતિગતિ સમજાતી, નથી એની ગતિવિધિ ઓળખાતી. અસ્થિર મન પોતાના મનસૂબાઓ દ્વારા આપણને ગોથાં ખવડાવ્યાં કરે છે. સ્વરૂપે સંકલ્પ-વિકલ્પાત્મક, સ્વભાવે ચંચળ અને પરિણામે અશાંત મનને નાથવા માટે રાજયોગ છે. મનવિજય કરવો એટલે મન ઉપર ચડેલા -કાટને દુર કરવો. કાટને દુર કરવાની પ્રક્રિયાને જ સાધના કહે છે. આવી એક સાધનાનું નામ રાજયોગ છે. આ યોગસાધના અંતઃકરણની શુદ્ધિની સાધના છે. અંતઃકરણ એટલે આપણી અંદરના (મંત:) સાધનો () શરીર અને ઈન્દ્રિયો આપણાં બહારનાં સાધનો છે, જ્યારે મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર એ અંદરનાં સાધનો છે. ઈશ્વરે આ સાધનો આપણા જીવનને સફળ અને સાર્થક કરવા માટે આપ્યાં છે. જેમ શરીરને અન્ન વિના, ઇંદ્રિયોને ભોગ વિના, તેમ અંતઃકરણનો યોગ વિના ન ચાલે. ઇંદ્રિયો ઉપરનો અંકુશ મન છે, મન ઉપર અંકુશ બુદ્ધિ છે, બુદ્ધિ ઉપરનો અંકુશ ચિત્ત છે, ચિત્ત ઉપરનો અંકુશ અહંકાર છે. છે તો આ બધી આપણી ચેતનાની જુદી જુદી અવસ્થામાં જ રૂપો. પરંતુ બધાં બહેકી જાય છે, બધિર બની જાય છે, ભ્રષ્ટ થઈ જાય છે. એમને નિર્મળ કરવા માટે મનનો નાશ કરવો પડે, બુદ્ધિને સ્થિર કરવી પડે, ચિત્તનો નિરોધ કરવો પડે અને અહંકારનું વિગલન કરવું પડે. આ કામ અષ્ટાંગ યોગથી થઈ શકે. યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ એવા આઠ પગલાંઓ દ્વારા રાજયોગ સિદ્ધ કરી શકાય છે. ચિત્તવૃત્તિઓનો નિરોધ થતાં અમન કે ઉન્મયી અવસ્થામાં અહંકારના વિગલન વડે બુદ્ધિનું પ્રજ્ઞામાં સ્થિત થવાનું બને છે. કેમકે આ યોગથી ચિત્તની પાંચવૃત્તિઓ અને તેનાં પાંચ ક્લેશોનું શમન થાય છે. મનનાં વાવંટોલ, ઝંઝાવાતો અને ઘુમરીઓ શાંત થઈ જાય છે. માણસ પોતાનાં આંતરબાહ્ય સાધનોને શુદ્ધ કરતો જોઈ ક્રમશઃ એક પછી એક સોપાન સર કરતાં કેવલ્ય દશાને પામે છે. શબ્દ, અર્થ અને પ્રત્યયના સર્વ વિવર્તીના આશ્રયસ્થાન એવું આપણું ચિત્ત, મન, બુદ્ધિ અને અહંકારના ખેલની રંગભૂમિ બનીને આપણને અસ્વસ્થ અને અફળ બનાવે છે, તેનો નિરોધ થતાં આપણે માનસરોવરના જળ જેવા સ્વચ્છ અને પારદર્શક બનીએ છીએ. આપણું સ્વ-રૂપ સાથે અનુસંધાન રચાય છે. આપણી ચાર નબળાઈઓથી મુક્ત થવા માટેની આ ચાર યોગસાધનાઓ છે. જીવાત્મા રૂપે આપણી અધૂરપો, ત્રુટિઓ અને ખામીઓને દૂર કરી આપણને અપૂર્ણામાંથી પૂર્ણ, પામરમાંથી પરમ બનાવતી આ યોગવિદ્યા આધ્યાત્મિક ઉન્નતિની આધારશિલા છે. જીવનમાં સફળતા અને સાર્થકતાનો અનુભવ કરાવતી આ ચાર પ્રક્રિયાઓમાં અગાઉ કહ્યું તેમ માત્ર સાધનની પ્રણાલિકામાં જ તફાવત છે, દયેય એક જ છે. મંત્રયોગમાં શબ્દ અથવા મંત્રનું આલંબન લેવામાં આવે છે. લયયોગમાં તત્ત્વોના ઉદય અને અસ્તને સાધનરૂપે લેવામાં આવે છે. હઠયોગમાં પ્રાણના નિયોજનને સાધનરૂપે સ્વીકારવામાં આવે છે અને રાજયોગમાં ચિત્તવૃત્તિ FINAL 204 | યોગમાર્ગની અંતર્દષ્ટિ યોગમાર્ગની અંતર્દષ્ટિ ,205 |