Book Title: Yogmargni Antdrashti
Author(s): Rashmi Bheda
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 110
________________ યોગ અને સાંપ્રત જીવન નિરોધને મુખ્યતા આપવામાં આવે છે. આટલી ચર્ચા પછી સમજાયું હશે કે યોગ એટલે શરીરના ફિગરને સારું રાખવા માટે પ્રાણાયામ, આસન, મુદ્રા, કર્મ, બંધની કેવળ કવાય તો નથી. પરંતુ જીવન જીવવાની કળા શીખવતી અને કાર્યસાધકતા સિદ્ધ કરતી વિદ્યા છે. ડૉ. ગુણવંત બરવાળિયા FINAL - 16-01-19 માનવીનું સાંપ્રત જીવન કેટલીક સમસ્યાઓથી ભરેલું છે. જીવનપ્રવાહમાં આધિ, વ્યાધિ અને ઉપાધિ જણાય છે. સ્પર્ધા, અસલામતી, ગેરસમજણોને કારણે અને સંકુલ જીવનશૈલીને લીધે શારીરિક અને માનસિક રોગો આપણા પર હુમલા કરે છે. આ બધા સામે યોગ એક સંરક્ષણાત્મક અડીખમ દીવાલ બનીને ઊભો રહી શકે તેમ છે. યોગ જીવનદીપક છે. આ એક એવો ભવ્ય અને દિવ્ય દીપક છે કે અગણિત લોકો તેનો સહારો લઈને જીવનમાં સ્વાથ્ય, શાંતિ અને સમાધિની મંજીલો સુધી પહોંચી શક્યા છે. હજારો વર્ષ પૂર્વે મહર્ષિ પાંતજલિએ એક ઉમદા મનોવૈજ્ઞાનિક અને ઉત્કૃષ્ટ અધ્યાત્મ પ્રતિભા બનીને યોગવિજ્ઞાનને પ્રસ્થાપિત કર્યું છે. મોડે મોડે પણ વિશ્વને યોગનું મહત્ત્વ સમજાણું છે. તાજેતરમાં આપણા દેશમાં યોગ અંગે સારી જાગૃતિ આવી છે. યુનોએ પણ જૂન મહિનાની 21 મી તારીખને ‘આંતરરાષ્ટ્રીય યોગ દિવસ' તરીકે જાહેર કર્યો છે. યોગ એટલે જીવન જીવવાની કળા યોગ એટલે જીવનની એક ચોક્કસ પ્રકારની રીતિ. યોગ એટલે એક અનોખી જીવનપદ્ધતિ. યોગ એટલે એક સ્પષ્ટ જીવનક્રમ. આસન, પ્રાણાયામ, એકાગ્રતા... એ બધો તન અને મનનો વ્યાયામ છે. પોતાની પૂરક પ્રારંભિક સાધનાઓ છે. માત્ર એટલામાં અટકી પડવું એ સંપૂર્ણ કે વાસ્તવિક યોગ નથી. કોઈ પણ વ્યક્તિ ગમે તે ધર્મનું પાલન કરતા કરતા યોગસાધના કરી શકે છે. યોગની પહેલી શરત : - હું શરીર છું, મન છું, હૃદય છું કે આત્મા છું - એ વિશેનું સત્ય માનવાની તમન્ના હોવી જોઈએ. બીજી શરત જીવનશુદ્ધિ - તમામ દુર્ગુણોનો નાશ અને સદ્ગુણોનો વિકાસ. ભલે પૂરેપૂરી સફળતા ન મળે તો પણ મથામણ તો કરવી જ રહી. યોગ અનેક પ્રકારનો અનેક રીતે થઈ શકે. જ્ઞાનયોગ, ભક્તિયોગ, કર્મયોગ ઉપરાંત રાજયોગ, નાદયોગ, લયયોગ, મંત્રયોગ, હઠયોગ, શબ્દયોગ... વિગેરે ૨૦ના યોગમાર્ગની અંતદીર - - યોગમાર્ગની અંતર્દષ્ટિ | 207

Loading...

Page Navigation
1 ... 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120