________________ મહાનત્તાની જેનાચાર્યશ્રી હરિભદ્રસૂરિએ ‘યોગદષ્ટિસમુચ્ચય' ગ્રંથમાં ઉલ્લેખ‘ભગવાન પતંજલિ' તરીકે કર્યો છે. ઉપાધ્યાય યશોવિજયજી મહારાજે 'પાતંજલ યોગસૂત્ર' ઉપર ટીકા લખી છે. હેમચંદ્રાચાર્યજી અને ચિદાનંદજી મહારાજે અથંગયોગને આવકાર્યો છે. યોગના સંદર્ભે પ્રાણાયામથી આધિ-વ્યાધિ-ઉપાધિનું નિરાકરણ કઈ રીતે થઈ શકે છે તે જોઈએ. પ્રાણાયામ યોગક્રમાંક - 1 આ પ્રાણાયામ આવેશયુક્ત મનઃસ્થિતિવાળા તથા ક્રોધના આવેશવાળી વ્યક્તિઓએ કરવો જોઈએ. ડાબા નસકોરાથી શ્વાસ ખેંચો. સાથે એવી ભાવના કરો કે પ્રકાશના કિરણો ચંદ્રનાડીથી અંદર પ્રવેશ કરીને ઈડા-પિંગલા તથા સુપુખ્તાની ધરી પર પ્રાણપ્રવાહને ઉત્તેજિત કરી રહ્યાં છે. તેમાંથી નીકળેલો પ્રકાશપુંજ એના થેલેમસમાં રહેલા કેન્દ્ર સાથે અથડાઈને એને પ્રકાશવાન બનાવી રહ્યો છે. જેટલો સમય શ્વાસ રોકો ત્યાં સુધી એવી ભાવના કરો કે પોતાનો આવેશ હવે શાંત થઈ રહ્યો છે. મનઃસ્થિતિ સમતોલ અને વ્યવસ્થિત બની રહી છે તથા એ કેન્દ્ર કે જ્યાં પહેલા અંધારું હતું તે હવે પ્રકાશથી ભરપૂર જ્યોતિપુંજ બની ગયો છે. જમણા નસકોરાથી રેચક કરતી વખતે એવી ભાવના કરવી કે પહેલા જે વિચાર પોતાની અંદર હતા તે ઉચ્છવાસની સાથે બહાર નીકળી રહ્યા છે. પીળો મેલો પ્રકાશ બહાર નીકળી રહ્યો છે અને હવે ધીરે ધીરે આવેશ શાંત થઈ રહ્યો છે. દરેક પ્રાણાયામ વખતે આ સમગ્ર ભાવના દોહરાવવી જોઈએ. પ્રાણાયામ યોગક્રમાંક - 2 આ પ્રાણાયામ ધૂન, ભ્રમ તથા અકારણ ભયથી ગ્રસ્ત મનઃસ્થિતિવાળા લોકોએ કરવો. આમાં ડાબા નસકોરાથી શ્વાસ લઈ જમણા નસકોરાથી બહાર કાઢવો તેના પછી જમણાથી લઈ ડાબા નસકોરાથી બહાર કાઢવો. પૂરકકું ભક-રેચક વેગપૂર્વક વારંવાર કરવામાં આવે છે. પૂરક કર્યા પછી ભાવના કરવી કે મસ્તકના ફુવારા પાસે ઉત્સર્જિત પ્રવાહનો સ્ફલિંગ ઉપર જઈને પેરાહરલ કાર્નેક્સમાં આવેલ કેન્દ્ર સાથે અથડાઈને તેને જાગૃત તથા પ્રકાશવાન બનાવે છે. શ્વાસ બહાર કાઢતી વખતે બધી કુક૯૫નાઓ વેગપૂર્વક બહાર નીકળી રહી છે એવી ભાવના કરવી જોઈએ. આ પ્રાણાયામથી સારા વિચાર, સારી કલ્પનાઓ તથા શ્રેષ્ઠ ચિંતન પેદા થાય છે તથા આપણી અંદર રહેલું ખરાબ ચિંતન દૂર થઈ જાય છે. પ્રાણાયામ યોગક્રમાંક -3 અવસાદ, નિરાશા, કાયરતા તથા ડરપોક મનઃસ્થિતિવાળા લોકોએ આ પ્રાણાયામ કરવો જોઈએ. આમાં પ્રથમ જમણા નસકોરાથી (સૂર્ય નાડી) શ્વાસ ખેંચવો તથા તેની સાથે જ એવું ધ્યાન કરવું જોઈએ કે આશાવાદી તથા પ્રસન્નતાદાયક વિચાર પ્રહ્માંડમાંથી પોતાની અંદર શ્વાસ સાથે પ્રવેશી રહ્યા છે. કુંભક દરમિયાન કલ્પના કરવી કે આ પ્રાણપ્રવાહ મગજની મધ્યમાં હાઈપોથેલેમસમાં રહેલ કેન્દ્રોને પ્રકાશિત અને પ્રાણવાન બનાવી રહ્યો છે. એવી પ્રબળ ભાવના કરવી કે ઝડપથી આવનાર આ સચિંતન મનમાં અડ્ડો જમાવી બેઠેલ અવસાદને જડમૂળમાંથી ઉખાડી રહ્યું છે. બન્ને વચ્ચે ઘમસાણ યુદ્ધ થઈ રહ્યું છે અને છેવટે અવસાદ પેદા કરનારું ચિતન ડાબા નસકોરા દ્વારા રેચકની સાથે બહાર નીકળી રહ્યું છે. આ અભ્યાસ વારંવાર કરવો. પ્રાણાયામ યોગક્રમાંક - 4 આ પ્રાણાયામ આતુરતા, ઉતાવળ તથા અધીરાઈની મનઃસ્થિતિવાળા લોકોએ કરવો જોઈએ. આમાં ડાબા નસકોરાથી પૂરક કરી રેચક પણ ડાબી બાજુ થી જ કરવાનો છે. ડાબા નસકોરાથી એટલે કે ચંદ્રનાડી દ્વારા શાંતિદાયક, ધીરજ આપનાર, બધી વ્યગ્રતા, તણાવ તથા બેચેનીને દૂર કરનારા સર્વિચારો બ્રહ્માંડના પ્રાણ મહાસાગરમાંથી ખેંચીને, મસ્તકની મધ્યમાંથી પેદા થતા સ્નાયુ ફલિંગ પ્રવાહની સાથે એમશ્લેડાઈટ બોડીમાં (પિટ્યુટરી ગ્રંથિ...) રહેલા કેન્દ્રોને જાગૃત કરી પ્રકાશવાન બનાવી રહ્યા છે. તેનાથી પેદા થતા વિદ્યુતપ્રવાહના સ્ફલિંગો આતરુતાને જન્મ આપનાર વિચારોને ડાબા નસકોરા દ્વારા જ રેચક વખતે બહાર કાઢી રહ્યા છે. આ ચિંતન દરેક પ્રાણાયામ વખતે કરવું જોઈએ તથા દરેક વખતે તેનો વધારે પ્રચંડ સંકલ્પ કરવો જોઈએ. પ્રાણાયામ યોગક્રમાંક - 5 અપરાધી મનોવૃત્તિવાળી તથા સતત અયોગ્ય ચિંતન કરનારી વ્યક્તિઓએ પ્રાણાયામ કરવો જોઈએ. આમાં જમણા નસકોરાથી શ્વાસ લેવો. સાથે ભાવના કરવી કે સર્વિચારો ખૂબ જોરથી અંદર ખેંચી રહ્યા છીએ. કુંભક વખતે ભાવના કરવી કે મનની અચેતન પ્રવૃત્તિઓમાં જે દુર્ગુણો વ્યાપેલા હતા તેમને શાંત કરનાર પ્રાણપ્રવાહ મધ્ય મગજમાંથી ઉપરના વાદળોની જેમ ફેલાય છે. તે લિમ્બિક સિસ્ટિમમાં રહેલા કાર્નેક્સની નજીક રહેલા ન્યૂકલાઈને ઉત્તેજિત, જાગૃત તથા અભિસંચિત કરે છે. દરેક વખતે શ્વાસ ખેંચતી વખતે અંદર આવેલા વિચારો એટલા દેવી FINAL 21ii યોગમાર્ગની અંતર્દષ્ટિ યોગમાર્ગની અંતર્દષ્ટિ ,211 |