________________ 38 એકાક્ષરી મંત્ર છે. સમ દ્વિઅક્ષરી મંત્ર છે. શ્રી ટેલ્વે નમ: ચતુરાક્ષરી મંત્રછે.૩ૐ નમ: શિવાય અને ૐ વિદ0વે નમ: પંચાક્ષરી મંત્રો છે જે દૂર નમ: પડાક્ષરી મંત્ર છે. જૈ શ્રી ગણેશાય નમ: સમાક્ષરી મંત્ર છે. ૐ શ્રી સદ્ગુરવે નમઃ અક્ષરી મંત્ર છે. આ રીતે નવાક્ષરી, દશાક્ષરી, દ્વાદશાક્ષરી એવા ઘણા મંત્રો છે. ગાયત્રી મંત્ર, મહામૃત્યુંજય મંત્ર, નવકાર મંત્ર - એમ. અનેક જાતના મંત્રો છે. મંત્રો એ જે તે દેવ-દેવીનું સૂક્ષ્મ શરીર છે અને તેનામાં અગાધ શક્તિ છે. નામસ્મરણ અને મંત્ર એ સ્વયં ભગવાન છે. નામ તથા મંત્ર અક્ષય તથા ચિન્મય છે. તેની અસર અને તેનો પ્રભાવ અચિંત્ય છે. જેમ સાપનું ઝેર મંત્રથી ઊતરી જાય છે, તેમ કોઈ પણ એક મંત્રથી વાણીની ચંચળતા અને એનું ઝેર પણ ઊતરી જાય છે. મંત્રજાપ માણસના ખોટા વિચારવિહારને અને વાણીવ્યવહારને અટકાવે છે. આપણા સંસારમાં આપણે ટેલિગ્રાફ, ટેલિફોન, ટેલિફેક્સ, ટ્વીટર વગેરે માધ્યમોની મદદથી જે કામ કરીને છીએ, તે રીતનું કાર્ય મંત્રોની મદદથી થાય છે. ભરપૂર ભરેલા ભોજનથાળની સામગ્રી આરોગવાથી આપણને જેટલી કેલેરી મળે છે, એટલી જ કેલેરી મુઠ્ઠીભર સૂકા મેવાથી મળે છે. એ જ રીતે અનેકવિધ ઉપાયોથી જે કામ માંડ માંડ થઈ શકે છે, તે વાણી સંયમ સાધવાનું કામ મંત્રયોગ કરે છે. શ્રદ્ધા અને એકાગ્રતા સાથે વિધિપૂર્વક મંત્રયોગની સાધના કરવામાં આવે તો અપેક્ષિત ફળ મળે છે. મંત્રયોગની સાધનામાં સાધક શરીરમાંનો શ્વાસ (વાયુ) હકારથી બહાર કાઢે છે અને સકારથી પાછો અંદર લે છે. શ્વાસોચ્છવાસની પ્રક્રિયા દ્વારા રેચક અને પૂરકની ક્રિયા વડે ‘હંસ' ‘હંસ’ એવી રીતનો મંત્ર જીવ દ્વારા જપમાં આવતો હોય છે. “હંસ'નો મંત્રજાપ જ્યારે ઊલટાવી સુષુમણા નાડીમાં ‘સોહં' ‘સોહં' એવી રીતે જપમાં આવે છે ત્યારે તેને મંત્રયોગ કહે છે. તંદુરસ્ત મનુષ્ય એક અહોરાત્ર (દિવસ અને રાત્રિ)માં સામાન્ય રીતે 21,600 વખત શ્વાસોચ્છવાસની પ્રક્રિયા કરે છે. જો મનુષ્ય એ પ્રક્રિયા સુષુમણા નાડીમાં નગ્નસોહંથ મંત્રજાપ દ્વારા એક અહોરાત્રમાં 21,600 વખત ઉચ્ચારણ કરે તો આ યોગ સિદ્ધ થાય છે અને એનું વાંચ્છિત ફળ મળે છે. શ્વાસ : વાણીની માફક આપણો શ્વાસ પણ ઘણો ચંચળ છે. એના ઉપર પણ આપણું નિયંત્રણ નથી હોતું, તેથી તે ચંચળ રહે છે. શ્વાસનું જ બીજું નામ પ્રાણ છે. પ્રાણ જીવનનો આધાર છે. પરંતુ આપણે એના વિશે જરાય સાવધ નથી. સમગ્ર કાહ્માંડમાં બધી ક્રિયા ઘટનાઓ વૈશ્વિક કાનૂન અનુસાર લયબદ્ધ અને તાલબદ્ધ રીતે બને છે. દિવસરાત, તુપરિવર્તન, ભરતીઓટ, જન્મમરણ, ખીલવુંખરવું બધુ ધારાધોરણ અનુસાર ક્રમબદ્ધ અને લયબદ્ધરૂપે બન્યા કરે છે. એ વૈશ્વિક લતાલ સાથે આપણે આપણો શ્વાસોચ્છવાસનો તાલ લય સાચવવાના હોય છે. પરંતુ આપણે એ વાતથી અજ્ઞાત હોવાથી આપણે શ્વાસ કાં તો ટૂંકા લઈએ છીએ, કાં તો ઝડપી કે અતિ ઝડપી લઈએ છીએ. શિરીરમાં શ્વાસ લેવાની, રોકવાની, છોડવાની અને થોભવાની બાબતમાં સાવ અનભિન્ન રહીએ છીએ. પરિણામે આપણું શરીરયંત્ર તાલભંગ અનુભવે છે. પરિણામે માંદુ પડે છે, ઝીર્ણ થાય છે. બંધ પડે છે. શ્વાસના લય, તાલ, વેગ અને ગતિને નિયમિત કરવા માટે જે યોગસાધના છે, તેને હઠયોગ કહે છે. આ સંજ્ઞા આપણા મનમાં જરા ભ્રમણા પેદા કરે એવી છે. અહીં ‘હઠ'નો અર્થ જિદ અથવા ત્રાગું નથી; તેમ કદાગ્રહ કે અત્યાગ્રહ પણ નથી. બાળહઠ, સ્ત્રીહઠ, રાજહઠ જેવી સંજ્ઞાઓમાં હઠનો જે અર્થ છે, તે અહીં નથી. ‘હ' સૂર્યવાચક અને ‘ક' ચંદ્રવાચક વર્ગો છે. સૂર્યનાડી અને ચંદ્ર નાડી (ઈડા અને પિંગળા) નાડીમાં લયબદ્ધ, તાલબદ્ધ અને ક્રમબદ્ધ રીતે શ્વાસોચ્છવાસની ક્રિયા દ્વારા પ્રાણનો આયામ કરવો, એને હઠયોગ કહે છે. નાભિમાં રહેલા સૂર્ય અને મસ્તકમાં રહેલા ચંદ્રનો, શરીરના ઉર્વભાગમાં રહેલા પ્રાણનો અને અધોભાગમાં રહેલા અપાન વાયુનો સુષુમણામાં સંયોગ કરવાની પ્રક્રિયાને હઠયોગ કહે છે. શ્વાસોચ્છવાસની ચંચળતાને કાબૂમાં લેવા મત્યેન્દ્રાસન, પશ્ચિમતાસન જેવા કોઈ આસનવાળી વિશિષ્ટ શારીરિક અવસ્થામાં પ્રાણાયામની પ્રક્રિયા દ્વારા કેવલ કું ભકમાં સ્થિર થઈ જરૂરી મુદ્રાનો આશ્રય લઈ કુંડલિની જાગરણ કરી સમાધિ અવસ્થા પ્રાપ્ત કરાવતી આ યોગ-સાધના છે. એમાં યમ-નિયમ અને ધોતિ, બસ્તિ, નેતિ જેવાં પકર્મ પણ સહાયક બને છે. હઠયોગની સાધનાથી શ્વાસની ચંચળતા, અનિયમિતતા અને અકળતા દૂર થાય છે. વાણી, અને શ્વાસની જેમ આપણી ત્રીજી નબળાઈ બુદની ચંચળતા છે. પુરુષનું વીર્ય અને સ્ત્રીનું રજબીજ પુરુષ અને સ્ત્રીના કાબૂમાં નથી. દેશકાળ અને સંજોગ અનુસાર એ ખલિત થઈ જાય છે. એની પાછળ ચિત્તવૃત્તિ નિમિત્તરૂપ હોય છે. ચિત્તમાં કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર, હિંસા, સુધા, ભિક્ષાએમ અનેક વૃત્તિઓના લોઢના લોઢા ઉછળતા રહે છે. એ બધી વૃત્તિઓમાં સૌથી પ્રબળ વૃત્તિ કામની છે. કામવૃત્તિની પ્રબળતાને કારણે માણસ વિષયલોલુપ થાય છે. એ લોલુપતા એને રાગ, આવેગ, આવેશ, અતિમૂઢતા, ક્રોધ વગેરે ભાવવિભાવોમાં ધકેલે છે. દર્શન, શ્રવણ, સ્પર્શ, સંગતિ, વાચન, પઠન, પૂર્વજન્મના 202 || યોગમાર્ગની અંતર્દષ્ટિ યોગમાર્ગની અંતર્દષ્ટિ , 203