________________ જીવનમાં રહેલાં અહંતા-મમતા, રાગ-દ્વેષ, શંકા-સંશય, આવેગ-આવેશ, પીડા-- વ્યથા, તાપ-સંતાપમાંથી મુક્ત થઈ શકીએ નહીં. એ બધામાંથી મુક્ત થઈ પ્રસન્ન અને મંગળ, સફળ અને સાર્થક જીવન જીવવું હોય તો કઈ રીતે જીવવું જોઈએ? એ પ્રશ્નનો ઉત્તર આપણને આપણા શાસ્ત્રગ્રંથોમાંથી મળે છે. જીવેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ જેવી સંહિતાઓ; ઉપનિષદો, ભગવદ્ગીતા, જેવી શ્રુતિઓ; મનુસ્મૃતિ, નારદસ્કૃતિ, પરાશરસ્મૃતિ વગેરે જેવી સ્મૃતિઓ, બ્રહ્મસૂત્ર, ધર્મસૂત્ર, કામસૂત્ર, યોગસૂત્ર જેવા સૂત્રગ્રંથો, રામાયણ અને મહાભારત જેવાં ઈતિહાસગ્રંથો, ભાગવત, વિષ્ણુ, અગ્નિ, વાયુ જેવા પુરાણગ્રંથો, હિંદુજૈન અને બૌદ્ધ આગમગ્રંથો, સનાતન નિગમગ્રંથો આપણા શાસ્ત્રગ્રંથો છે. આ ગ્રંથોમાં જ્ઞાનકાંડ, કર્મકાંડ અને ઉપાસનાકાંડ વડે જીવન જીવવાની રીત, પદ્ધતિ અને કળા વિશેના ખ્યાલો અને સિદ્ધાન્તો રજૂ થયેલા છે. સાંખ્ય, યોગ, ન્યાય, વૈશેષિક, પૂર્વ અને ઉત્તર મીમાંસા જેવા દર્શનગ્રંથોમાં પણ આવું માર્ગદર્શન છે. પરંતુ એ ખ્યાલો કે સિદ્ધાન્તોનું જીવનમાં આચરણ કેવી રીતે કરવું એનું માર્ગદર્શન યોગતંત્રમાં અપાયેલું છે. યોગતંત્ર સિદ્ધાન્તો રજૂ કરતું શાસ્ત્ર (Scripture) નથી પણ જીવન જીવવાની કળા શીખવતી વિદ્યા (lore) છે. શાસ્ત્રો સિદ્ધાન્તો આપતું શુદ્ધ વિજ્ઞાન (pure science) છે, યોગતંત્ર શાસ્ત્રોએ સિદ્ધાન્તોમાં જે વાત કહી છે તેનો વિનિયોગ (application) જીવનમાં કેવી રીતે કરવો એ દર્શાવતું પ્રયોજ્ય વિજ્ઞાન (applied science) છે. શ્રુતિ, સ્મૃતિ, સંહિતાઓ, ઈતિહાસ, પુરાણ, દર્શન અને સૂત્રોએ સફળ અને સાર્થક જીવન કેવું હોય તેના આદર્શો (ideals) અને આચારો (ethos) દર્શાવ્યા છે, પણ એવું જીવન કેવી રીતે જીવી શકાય તેનું વ્યવહારુ નિદર્શન (practicle direction) યોગવિદ્યામાં અપાયેલું છે. કહેવાનું તાત્પર્ય એ છે કે પ્રસન્ન-મંગળ, સફળસાર્થક જીવન જીવવાની રીત અને પદ્ધતિનું વિજ્ઞાન અને કળા શાસ્ત્રો અને યોગવિઘામાંથી મળે એમ છે. છેક વૈદિક કાળથી આપણા દેશમાં તત્ત્વજ્ઞાનના સાધનઉપાય તરીકે યોગવિદ્યા સેવાતી હતી. ભગવાન મહાવીર અને ભગવાન બુદ્ધે પણ આ યોગવિદ્યાની પ્રક્રિયાનો સ્વીકાર કરેલો છે. યોગવિદ્યાના પ્રાચીન ઉપનિષદો જોતાં સમજાય છે કે યોગવિદ્યાની ચાર મુખ્ય શાખાઓ હતી : (1) મંત્રયોગ (2) લયયોગ (3) હઠયોગ અને (4) રાજયોગ. મનુષ્ય ચેતનાનો પરમ ચેતના સાથે અધ્યાત્મસંબંધ સ્થાપવાની અને મનુષ્યનાં આંતરબાહ્ય સાધનો (શરીર, ઇંદ્રિયો, મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર)ને નિયંત્રણમાં લાવવાની આ ચાર પ્રક્રિયા છે. તો આ ચારેય સાધનાઓ, એમાં -તફાવત માત્ર સાધનની પ્રણાલિકાનો છે. અહીં આપણા મનમાં પ્રશ્ન ઊઠે છે. કે યોગવિદ્યા યોગસાધનાની આવી ચાર પ્રણાલિકાનો બોધ શા માટે કરે છે? આપણે જીવનમાં અસ્વસ્થ, અતૃમ, અસફળ અને અધૂરાં એટલા માટે રહીએ છીએ કેમકે આપણે ચંચળ છીએ. આપણી ચાર વસ્તુ ચંચળ છે : (1) વાણી _(2) શ્વાસ (3) બુંદ અને (4) મન. આ ચાર ઉપર આપણું નિયંત્રણ, આપણો કાબૂ હોવાં જોઈએ પણ એ હોતા નથી. આપણી આ નબળાઈ કે ત્રુટિ ઉપર આપણે ધ્યાન આપતાં જ નથી. પરિણામે આપણે આપણા જીવનને સફળ અને સાર્થક કરી શકતા નથી. જો આપણે આ ચાર નબળાઈઓ ઉપર કાબૂ મેળવી શકીએ તો આપણી અધુરપોમાંથી મુક્ત થઈ આપણે પૂર્ણ બની શકીએ અને આપણું જીવનધ્યેય સિદ્ધ કરી શકીએ. સિદ્ધ યોગીઓએ જે ચતુર્વિધ યોગની હિમાયત કરી છે તે એટલા માટે કરી છે કે એમાં મનુષ્યમાં રહેલ આ ચાર ચંચળ તત્ત્વોને એક કે બીજી રીતે વશ કરવાની સાધના રહેલી છે. મંત્રયોગથી વાણી, હઠયોગથી પ્રાણ, લયયોગથી બુંદ અને રાજયોગથી મન વશ થાય છે. આ ચારેય વશ થતાં “સમત્વ-યોગ' સિદ્ધ થાય છે. એ સિદ્ધ થતાં સાધક અપાર સુખ, શાંતિ અને પ્રસન્નતા અનુભવે છે. જરા વિગતે વાત કરીએ. વાણી : વાણી મનુષ્યને મળેલું અમોઘ વરદાન છે. વાણી દ્વારા મનુષ્ય વસ્તુ, હકીકત, ભાવ, સંવેદન, અનુભવનું કથન અને વર્ણન કરે છે. પોતે અભિવ્યક્ત થાય છે. વાણી અભિવ્યક્તિ (expression) અને અવગમન (communication)નું સબળ માધ્યમ છે. પરંતુ ખેદની વાત એ છે કે આ માધ્યમનો સદુપયોગ કરતાં દુરુપયોગ મનુષ્ય વધારે કરે છે. ભાષાનું સાધન હાથવગું થતાં માણસ એમાં જરૂરી કરતાં બીનજરૂરી બબડાટ, બકવાસ, પ્રલાપ, જલ્પન કર્યા કરે છે. વાણીમાં સંયમ રાખી શકતો નથી. ક્યારેક વ્યંગ અને કટાક્ષ કરી કોઈને દુભવે છે, તો ક્યારેક કવેણ કાઢીને કોઈને આહત કરે છે. કેટલીક વખત તો બોલનારનો ઈરાદો ન હોવા છતાં આવાં વેણ નીકળી જાય છે. આ બધી વાતનું ખરું કારણ એ છે કે માણસની વાણી ચંચળ છે. માણસનું એના ઉપર નિયંત્રણ નથી. સાધનામાં તેમ જીવનમાં મૌનનો એટલે તો મહિમા કરવામાં આવે છે. વાણીની આ નબળાઈ ઉપર કાબૂ પ્રાપ્ત કરવા માટે મંત્રયોગની સાધના છે. મનનાર્ ત્રાયતે રીત મંત્ર | મનન કરનાર મનુષ્યનું ત્રાણ (રક્ષણ) કરે તેને મંત્ર કહે છે. એક કે એક કરતાં વધારે અક્ષરો મળીને મંત્ર બને છે. જેમકે 200| યોગમાર્ગની અંતર્દષ્ટિ a યોગમાર્ગની અંતર્દષ્ટિ | 201]