________________ ત્રાંબા-રૂપાનો (પદ્રવ્યનો) અંશ દૂર થતાં સુવર્ણ આપોઆપ સ્વતઃ જ ઝળકેછે, તેમ યોગદષ્ટિઓના પ્રતાપે ખેદ-ઉદ્ગ-ક્ષેપ આદિ મેલ-કાટ-પરભાવદશારૂપ દોષો દૂર થતાં અખેદ (ધર્મકાર્યોમાં સચ) તત્ત્વજિજ્ઞાસા (તત્ત્વ જાણવાની ઈચ્છા), અને તત્ત્વશુશ્રુષા (એટલે તત્ત્વ સાંભળવાની ઈચ્છા) ઈત્યાદિ ગુણોરૂપી ચમક આપોઆપ સ્વતઃ જ ઝળકે છે. જેમ જેમ આત્મામાંથી દોષો દૂર થાય છે. અને ગુણો પ્રગટે છે તેમ તેમ યોગનાં યમ-નિયમ-આસન અને પ્રાણાયામ આદિ અંગો પ્રાપ્ત થતાં જાય છે કે જેથી છેલી દષ્ટિ આવતાં યોગ પૂર્ણપણે ખીલતાં આ આત્મા પૂર્ણ સમાધિ રૂપ ફળ પ્રાપ્ત કરે છે. આ રીતે આ ગ્રંથમાં યોગની આઠ દષ્ટિ, તેમાં થતા બોધને સમજાવવા આઠ ઉપમા, આઠ દોષોનો નાશ, આઠ ગુણોની પ્રાપ્તિ, અને યોગનાં ક્રમશઃ આઠ અંગોનું યુજન સમજાવવા નીચેનો કોઠો ઉપયોગી બનશે. વિભિન્ન ઉપનિષદમાં બ્રહ્મપદની પ્રાપ્તિ માટે શ્રધ્ધા, તાપ, બ્રહ્મચર્ય, સત્ય, દાન, દયા વગેરેની આવશ્યકતા પર ભાર મુકવામાં આવ્યો છે. આ પદની પ્રાપ્તિ માટે જ્ઞાન અને યોગ અર્થાત આચાર અને વિચાર, બન્નેની આવશ્યકતા હોય છે. ઉપનિષદમાં યોગના પ્રકારોમાં પણ ભેદ જોવા મળે છે. કોઈ યોગના બે પ્રકારે કર્મયોગ અને જ્ઞાનયોગ તો કોઈ જગ્યા એ ચાર પ્રકાર કહ્યા છે, જેમ કે મંત્રયોગ, રાજયોગ, લયયોગ અને હઠયોગ. આ ઉપરાંત ઉપનિષદમાં પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન, તર્ક અને સમાધિનું વર્ણન જોવા મળે છે. પરંતુ આસન વગેરેની વિસ્તારિત માહિતી મળતી નથી. યોગ એ એક વ્યવહારિક અને ધ્યાનપરક સિધ્ધાંત છે, જેને ક્યારે પણ સમયના બંધનમાં બાંધવું ઉચિત નથી. યોગનું જ્ઞાન મનુષ્યના અંતરઆત્મા સાથે સીધો સંબંધ ધરાવે છે. એ પરથી એમ પણ કહી શકાય કે યોગ-વિધાનો આરંભ સૃષ્ટિના આરંભથી જ થયો છે. વેદમાં યોગ શબ્દના અનેક અર્થો કહેવામાં આવ્યા છે. ત્રવેદમાં ‘યોગ' શબ્દનો અર્થ જોડવું એમ થાય છે, ઈ.સ. પૂર્વે ૭૦૦-૮૦૦માં વૈદિક સાહિત્યમાં યોગ શબ્દનો અર્થ ઈન્દ્રિયોને પ્રવૃત કરવી એમ થાય છે જ્યારે ઈ.સ. પૂ. પ૦૦૬૦૦ માં લિખિત સાહિત્યમાં યોગ શબ્દ દ્વારા ઈન્દ્રિયો પર નિયંત્રણ રાખવાનો નિર્દેશ કરવામાં આવ્યો છે. આના પરથી એમ કહી શકાય કે યોગનો સર્વપ્રથમ ઉલેખ વેદમાં કરવામાં આવ્યો છે. વેદ પછી જેમ જેમ સાહિત્યનો વિકાસ થતો ગયો તેમ-તેમ યોગસાધનાનો ઉલ્લેખ ઉપનિષદ, દર્શન, પુરાણ, સ્મૃતિ વગેરે ગ્રંથોમાં એનું વર્ણન મળે છે. પરમતત્ત્વના બોધ માટે ‘યોગ’ એક ઉત્તમ સાધન છે. યોગ વિશે સમજાવતાં પતંજલિ કહે છે કે ‘ચિત્તની વૃત્તિનો નિરોધ એ જ યોગ છે'. યોગવિષયક વ્યવસ્થિત વિચાર કરતો સૌથી જૂનો વેદિક ગ્રંથ “પાતંજલ યોગદર્શન છે. તેનાં મૂળ વેદ કાળનાં કે તેથી પણ જૂના કાળનાં છે; તેણે યોગની વ્યાખ્યા કરી છે ‘વોrશતવૃત્તિનિરોધ’ ચિત્તની અંદર પેદા થતી બધી શુભાશુભ વૃત્તિઓનો નિરોધ કરવો તેનું નામ યોગ. વૃત્તિઓનો નિરોધ એટલા માટે જરૂરી છે કે તેમનાથી આત્મામાં રાગદ્વેષ પેદા થતા રહે છે અને રાગદ્વેષ પોતામાં તેમ જ જગતમાં અશાંતિ ફેલાવે છે. જો વૃત્તિઓનો નિરોધ થાય તો આત્મામાં સમભાવ પેદા થાય છે. આ સમભાવ જ યોગ કહેવાય છે. ગીતાકારે કહ્યું છે ‘સમન્વ યોગ ૩યતે' વળી. આગળ ચાલતાં બીજા શબ્દોમાં કહ્યું છે ‘ચો:I: ફર્મનું #ૌશતમ્” કૌશલનો અર્થ નિપુણતા, પરિપૂર્ણતા, સહજતા અને એટલે જ સમતા. આ સમતા સાધતાં જ માણસને પોતાની પ્રવૃતિમાં મળતી સફળતા નિષ્ફળતાને કારણે શુભાશુભ ફળ પ્રાપ્ત થાય છે. બૌદ્ધ લોકો યોગ અર્થમાં પ્રાયઃ સમાધિ કે દયાન શબ્દ વાપરે છે. સમાધિ અર્થાત્ સમાધાન. મન, વચન અને શરીરને સમતોલ રાખવાં તે. બુદ્ધ ભગવાને અનેક વખત કહ્યું છે કે ચિત્તનું સમાધાન કરવું એટલે કે અકુશળ મનોવૃત્તિઓને છોડી કુશળ મનોવૃત્તિઓનું સેવન કરવું અને છેવટે કુશળ ઉપર પણ ઉપેક્ષાભાવ કેળવવો અને આત્મામાં સ્થિર થવું. આનું નામ જ સમત્વામિ. જૈનધર્મનો સૂર પણ આથી કાંઈ જુદો પડતો નથી. તેમાં પણ આજ વાત પુનરાવર્તિત થઈ છે તેમાં કહ્યું કે અહિંસાદિ સનાતન ધર્મોનું સેવન, ઇન્દ્રિયો અને મન ઉપરનો નિગ્રહ એટલે કે મન, વચન અને કાયાની બધી શુભાશુભ પ્રવૃત્તિનો ત્યાગ અને શુદ્ધ પ્રવૃત્તિઓનું વિવેકપૂર્વક આચરણ માણસનો પરિપૂર્ણ વિકાસ સાધે છે. તેથી બધી શુદ્ધ પ્રવૃત્તિઓ યોગ કહેવાય છે. જેન પરંપરામાં યોગવિષયક તત્ત્વોનો સૌથી પ્રથમ સમન્વય કરનાર શ્રી હરિભદ્રસૂરિ છે. તેમણે કહ્યું છે કે “મોક્ષમાપક ધર્મ વ્યાપાર, તે યોગ છે.' શ્રી હેમચંદ્રાચાર્યે પણ જૂની પરિભાષાને કાયમ રાખીને યોગની વ્યાખ્યા કરી કે “મોક્ષને પ્રાપ્ત કરાવનાર સમ્યગુ દર્શન, જ્ઞાન અને ચારિત્ર જ યોગ છે. આ ઉપરથી એમ સમજવું જોઈએ કે મોક્ષને પ્રાપ્ત કરવામાં સાધનરૂપ જે જે વિશ્વાસ, વિચાર અને વર્તન હોય તે બધાં યોગરૂપ છે અને તેથી તે ઉપાદેય છે, તથા તે સિવાયનાં બધા પ્રકારનાં વિશ્વાસ, વિચાર અને વર્તન યોગરૂપ નથી અને તેથી તે હેય છે. યોગ સ્થિરતા બક્ષે છે. આત્મા સદાભાવથી અનુચિત આચરણની વૃત્તિવાળો છે. 3 196 યોગમાર્ગની અંતર્દષ્ટિ યોગમાર્ગની અંતર્દષ્ટિ ,197 |