________________ પ્રાપ્તિમાં રસિક હતો. તે તરફ જ સુખ-બુદ્ધિ હોવાથી તેની પ્રાપ્તિમાં હર્ષ અને– અપ્રાપ્તિમાં સદા શોક છે. આ સર્વે ‘ઓઘદષ્ટિ' કહેવાય છે. ભવાભિનંદી જીવોમાં આ દષ્ટિની જ પ્રધાનતા હોય છે. જ્યારે આ જીવ ચરમાવર્તમાં આવે છે. અને તથાભવ્યત્વનો કંઈક પરિપાક થાય છે. ત્યારે તે જીવમાં ઉત્તમ ગુરુ આદિના યોગે મોહની તીવ્રતા કંઈક મન્દ થાય છે. ધર્મતત્ત્વ ઉપર જે દ્વેષ હતો તે મોળો, પડતાં મુક્તિ તરફ અદ્વેષમાર્ગ આવે છે. “આત્મા” જેવું શરીરમાં એક ભિન્નતત્ત્વ છે. જે ઈત્યાદિ માર્ગે સમજાય છે, અને તે તરફ પ્રવર્તવાની ઈચ્છા થાય છે. આવી જે દષ્ટિ બદલાઈ તેને “યોગની દષ્ટિ'' કહેવાય છે. મુક્તિ તરફની ભાવના જેમ જેમ વધતી જાય છે. તેમ તેમ આ દષ્ટિ તીવ્ર બને છે. તેના શાસ્ત્રકાર મહર્ષિએ આઠ ભાગ પાડ્યા છે. જે આઠ દષ્ટિઓનું ક્રમશઃ વર્ણન જોઈએ. (1) મિત્રાદષ્ટિ - આત્માને મિત્રની જેમ હિત-કલ્યાણ તરફ જે દોરે તે મિત્રાદષ્ટિ કહેવાય છે. આ દષ્ટિમાં મુક્તિ પ્રત્યે અદ્વેષભાવ પ્રવર્તે છે. ગાઢ અંધકારમાં જેમ અલ્પ પ્રકાશ પણ માર્ગદર્શક થાય તેમ આત્મહિત માટેનો અ૫ બોધ, જે તૃણના અગ્નિના પ્રકાશ સમાન છે. હિંસા-જુઠ-ચૌર્ય-મેથુન અને પરિગ્રહસ્વરૂપ પાંચ પ્રકારના પાપોના દેશથી અથવા સર્વથી ત્યાગ સ્વરૂપ પાંચ યમધર્માત્મક પ્રથમ યોગ અંગ પ્રવર્તે છે. આ દષ્ટિ આવતાં જ આ જીવનું ચિત્ત પરમાત્મા પ્રત્યે બહુમાનવાળું સંશુદ્ધ કુશળ બને છે. ભાવવાહી સ્તુતિઓ દ્વારા વચનથી નમસ્કાર કરે છે. કાયાથી શુદ્ધ પ્રણામ કરે છે. સહજપણે જ ભવિ તરફ ઉદ્વેગ પ્રવર્તે છે. આ બંધનોમાંથી ક્યારે છુટું તેવી ભાવના જાગે છે. દ્રવ્યથી નાના-મોટા અભિગ્રહો ધારણ કરી વ્રતપાલન તરફ આગળ વધે છે. શાસ્ત્ર પ્રત્યે હાર્દિક પ્રેમ અને તેનું વધારે પ્રસારણ કરે છે. દુઃખી જીવો ઉપર કણાભાવ, મહાત્માઓ પ્રત્યે અષ, સર્વત્ર ઉચિતાચરણનું સેવન કરવો મન અધીરું બને છે. તત્ત્વદર્શનનો પાયો છે અનાગ્રહભાવ, જ્યાં આગ્રહ બંધાય છે, ત્યાં તત્ત્વદર્શન નથી હોતું. ત્યાં હોય છે માત્ર ઓઘદર્શન. ઉપાધ્યાયજી મહારાજે કહ્યું કે ‘દર્શન જે હુઆ જુજુઆ, તે ઓથ નજરને ફેરેરે, તેનું તાત્પર્ય પણ આ જ જણાય છે. જૈનદર્શન એ તત્ત્વદર્શન છે કારણ કે, તે અનાગ્રહભાવના પાયા ઉપર ઊભું છે. હરિભદ્રસૂરિ મહારાજે જેનદર્શનની સર્વોચ્ચતા સ્થાપિત કરી એજ એમની વિશિષ્ટતા છે, તે પણ તેના અનાગ્રહભાવને કેંદ્રમાં રાખીને જ. આગ્રહ હોય ત્યાં અનેકાન્ત ન હોય. આગ્રહ બંધાય તો અન્યદર્શનો અને જૈનદર્શન વચ્ચે કોઈ તફાવત જ ન રહે. આગ્રહ હોય ત્યાં કુતર્ક અવશ્ય હોવાનો. કુતર્ક વળી વિતંડાનો પ્રણેતા બને અને કુતર્ક તથા વિતંડા હોય ત્યાં તત્ત્વ કઈ રીતે સંભવે? એથી તદ્દન ઊલટું, અનાગ્રહ-પૂત દર્શન હંમેશાં તર્ક શુદ્ધ હોવાથી એ તર્ક, તત્ત્વનો જનક બને. ભગવાન હરિભદ્રસૂરિ મહારાજે આ યોગદષ્ટિ સમુચ્ચયમાં કુતર્કનો છેદ ઉડાડીને તર્કની પ્રતિષ્ઠા કરી છે, પરંતુ તેથીયે ઉચ્ચાસને તેમણે ‘યોગ'ની સ્થાપના કરી છે. એકલું શાસ્ત્ર અને કેવળ તર્ક, તત્ત્વ સુધી પહોંચાડવા અસમર્થ છે, ‘યોગ'ભળે ત્યારે જ પ્રજ્ઞાનો તત્ત્વ-પ્રવેશ થાય. અનેકાન્ત દષ્ટિ પરમ સૂક્ષ્મતા તરફ આપણને દોરી જાય છે. કોઈ આગ્રહ નહી અને સમગ્રનો સ્વીકાર યોગ સમગ્ર ચેતનાને માંજીને ઉજળી કરે છે. આચાર્ય હરિભદ્રસૂરિશ્વરજી રચિત અનેક ગ્રંથો પૈકી (1) યોગદષ્ટિસમુચ્ચય (2) યોગ વિંશિકા, (3) યોગશતક અને (4) યોગબિંદુનો વિશેષ ઉલ્લેખ કરવો રહ્યો. આ યોગના વિષયના મહાઅર્થગંભીર, મહાકાયગ્રંથો અલ્પબોધવાળા મોક્ષાભિલાષી જીવોને આસન્નમોક્ષમાર્ગગામી બનાવવામાં અનુપમ સાધનરૂપે બની શકે. તે માટે ગુજરાતી અનુવાદ - જેનદર્શનમાં ભિન્ન-ભિન્ન સંદર્ભમાં યોગ શબ્દના ભિન્ન-ભિન્ન અર્થ જણાવેલ છે. યોગદષ્ટિકારે “કોલેખ યોનનાદ્ યો:” એવી વ્યુત્પત્તિ કરી મોક્ષની સાથે સંયોજન કરી આપે, એવા વ્યાપારને યોગ કહેવાય, એવી સમજણ આપી. મન-વચન-કાયાના પરમાત્મ ભક્તિ આદિ સર્વ પ્રશસ્ત વ્યાપારને યોગ અન્તર્ગત ગણેલ છે. જેથી યોગની પ્રરૂપણા સાપેક્ષભાવે અનેક રીતે થઈ શકે છે. દષ્ટિ-સમજણ આજ સુધી આ આત્માની સમજણ, સંસાર સાથે સંબંધ, સુખ સાથે સંબંધ કેવી રીતે થાય? ઈન્દ્રિયજન્ય વિષયસુખ કેમ પ્રાપ્ત થાય? દષ્ટિસમજણ એ અંગેના જ્ઞાનવાળી હતી. પરંતુ હવે જેનું મન સંસારથી વિરક્ત થયું છે, વિષયો અસાર લાગ્યા છે. મન, મુક્તિ તરફ વળવા લાગ્યું છે, એવા જીવને આ યોગદષ્ટિ-મુક્તિ સાથે સંબંધ કરાવે છે. આ દષ્ટિ, આત્મા સમજણને પ્રોત્સાહિત કરે છે. ગ્રંથકાર મહર્ષિએ આવી યોગદષ્ટિઓ અસંખ્ય હોવા છતાં તેને આઠ વિભાગમાં વહેંચી બધી યોગદષ્ટિઓનો આ આઠમાં સમાવેશ કર્યો છે. યોગદષ્ટિની જેમ આત્માના દોષો પણ અનંત છે અને ગુણો પણ અનંત છે. પણ મુખ્યતયા આઠ ગુણ-અને આઠ દોષનું વર્ણન કરી એક-એક દષ્ટિની સાથે એક-એક ગુણની પ્રાપ્તિ અને એક-એક દોષનો ત્યાગ જણાવેલ છે. વળી એક-એક z 192 | યોગમાર્ગની અંતર્દષ્ટિ યોગમાર્ગની અંતર્દષ્ટિ ,193 |