________________ પરમ સુખાયઃ યોગ પંથ ઈચ્છાઓ પૂરી કરવા જઈએ તો તેના પરિણામો ભોગવવા માટે આપણે તૈયાર રહેવું પડે છે. મનની આવી ચંચળ ચિત્તવૃત્તિઓ પર કાબુ મેળવવો કે તેનો નિરોધ (નિષેધ) કરવો તેને યોગ કહેવામાં આવે છે. યોગ એટલે ચેતનાઓનો વિકાસ' યોગએ બાહ્ય બાબત નથી પણ આંતરિક અનુભૂતિ છે. દરેક વ્યક્તિની અંદર રહેલ ચૈતન્ય તત્વનો વિકાસ કરવો, એ યોગનું એક મહત્વનું લક્ષણ છે. દરેક પ્રાણીમાત્રની અંદર ચેતનતત્વ રહેલું હોય છે. પરંતુ ભગવાને એક માત્ર મનુષ્યને જ બુધ્ધિ જેવું તત્વ આપીને તેને સર્વોપરી બનાવ્યો છે. મનુષ્ય શરીર દ્વારા પોતાના કલ્યાણ માટેના સભાન પ્રયત્નો કરી શકાય છે. એ માટે યોગ આપણને મદદરૂપ થઈ શકે છે. યોગ દ્વારા આપણે આપણી કુંઠિત ચેતનાઓને ઓળખીને, તેનો વિકાસ કરી શકીએ છીએ. ‘યોગ' શબ્દની વ્યુત્પત્તિ : વ્યાકરણ શાસ્ત્રમાં ‘યુગ' ધાતુ સાથે ભાવમાં ‘ધા' પ્રત્યય લાગવાથી યોગ શબ્દ બને છે. સંસ્કૃત વ્યાકરણના મહાન વિદ્વાન પાણિની ધાતુપાઠના દિવાદિગણમાં યુગ સમાધી' રૂવાદિગણમાં યુનિયન અને ચુરાદિગણમાં “યુગ સંચમને' શબ્દોનો પ્રયોગ કરે છે. ‘યોગ' શબ્દ સંસ્કૃત ભાષાન યુગ' ધાતુ પરથી બનેલો છે. જેનો અર્થ ‘જોડાણ’ એવો થાય છે. યોગ વિશે સંસ્કૃતમાં એવું કહેવાય છે કે યુગચેતે અને ત યોn:' એટલે કે જે જોડે છે, તેને યોગ કહે છે. અહી ‘જોડવું', ‘જોડાણ’, ‘સંધાન’, ‘મિલન’, ‘મળવું', “એક થઈ જવું' વગેરે અનેક શબ્દાર્થ નીકળે છે અને એ શબ્દોના પણ અનેક અર્થો કરવામાં આવ્યા છે. જેમકે જીવનું શિવ સાથેનું મિલન, આત્માનું પરમાત્મા સાથેનું મિલન, ચિત્ત અને ચૈતન્યનું જોડાણ, શરીર મન અને આત્માનું પરમાત્મા સાથેનું જોડાણ વગેરે. ‘યોગ' શબ્દ યુઝ- જોડવું પરથી બન્યો છે યુનતેડસૌ યો1તેથી તેનો અર્થ જોડાણ કરવું એવો થાય છે. ‘યોગ’ શબ્દ સૌથી પહેલાં વેદમાં-કઠોપનિષદમાં મળે છે અને તેનું થોડું વર્ણન શ્વેતાશ્વતર ઉપનિષદમાં મળે છે. યોગનો ઉલ્લેખ પુરાણોમાં, મહાભારતમાં અને ત્યાર પછીના સાહિત્યમાં અનેકવાર થયો છે અને કેટલીકવાર ‘યોગ' શબ્દ ધ્યાન અને તપના પર્યાય તરીકે પણ વપરાયો છે. યોગ મૂળભૂત રીતે માત્ર વ્યવસ્થિત ગોઠવાયેલી એકાગ્રતા જ છે. યોગ એટલે જોડવું તો કોની સાથે કોને જોડવું? તો યોગ એટલે જીવાત્માને પરમાત્મા સાથે જોડવું. સૂત્રકાર પતંજલિ યોગ શબ્દનો અર્થ ‘ચિત્તવૃત્તિઓનો નિરોધ’ એવો કરે છે. આ ચિત્તવૃત્તિ નિરોધને વિદ્વાનો બોદ્ધોનો બૌદ્ધોના નિર્વાણ સાથ 61-10 પણ સરખાવે છે. આત્માનું સર્વવ્યાપક ઈશ્વર અથવા બ્રહ્મમાં મળી જવું એવો પણ ‘યોગ'નો અર્થ ઘટાવવામાં આવે છે. વેદો અને ઉપનિષદોમાં તપ, નિત્યકર્મ, ધ્યાન, ભક્તિ, વૈરાગ્ય, વિવેક, બ્રહ્મચર્ય, ઉપાસના, જ્ઞાન આદિ સત્યનું જ્ઞાન માપવાના સાધન તરીકે યોગને ગણાયેલ છે. ભગવદ્ગીતા, પુરાણો જેવા ગ્રંથોમાં ધ્યાનયોગ, કર્મયોગ, જ્ઞાનયોગ, ભક્તિયોગ, મંત્રયોગ, લયયોગ, હઠયોગ જેવા યોગના વિવિધ સ્વરૂપોની વાત કરી છે. પાતંજલ યોગદર્શનમાં ચાર પાદ તેમ જ 195 જેટલાં સુત્રો છે. નજીકના ભૂતકાળ કે ઈતિહાસમાં યોગની લિખિત અને વૈજ્ઞાનિક ઢબે સૌ પ્રથમ રજૂઆત કરનાર મહર્ષિ પતંજલિ હતાં. તેમણે પોતાના ગ્રંથ ‘પતંગત યો' સૂત્ર માં યોગનું ખૂબ જ સુંદર અને વ્યવસ્થિત વર્ણન કર્યું છે. મહર્ષિ પતંજલિએ ચાર વિભાગમાં આ ગ્રંથની રચના કરી છે. જે નીચે મુજબ છેઃ (1) સમાધિપાદ (2) સાધનપદા (3) વિભૂતિપાદ (4) કેવલ્યપાદ યોગના મુખ્ય આઠ અંગો છે. જે નીચે મુજબ છે : (1) યમ (2) નિયમ (3) આસન (4) પ્રાણાયામ (5) પ્રત્યાહાર (6) ધારણા (7) ધ્યાન (8) સમાધિ શ્રીમદ્ ભગવદ ગીતામાં ભગવાન શ્રીકૃષ્ણએ પોતાને મહાયોગી કહ્યા છે. શ્રીકૃષ્ણએ જ ગીતાના 18 અધ્યાય અને તેના 700 શ્લોકોમાં અર્જુનને યોગનો ઉપદેશ આપ્યો છે. વળી તે પોતાનું સમગ્ર જીવન એક યોગીની પેઠે જીવ્યા છે. આમ યોગનો ઉપદેશ કરનાર ભગવાન શ્રીકૃષ્ણને યોગના મહાગુરૂ ગણવા જોઈએ. જેણે અર્જુનને નવચેતન આપીને લડવા માટે અને જીવવા માટે પ્રેર્યા હતા. શ્રીમદ્ ભગવદગીતામાં ભગવાન શ્રીકૃષ્ણ સ્વમુખે અર્જુનને કહે છે કે‘અવિનાશી યોગ મેં સૂર્યને કહ્યો હતો, સૂર્યએ પોતાના પુત્ર વૈવસ્વત મનુને કહ્યો અને મનુએ પોતાના પુત્ર રાજા ઈક્વાકુને કહ્યો. હે અર્જુન! આમ પરંપરાથી પ્રાપ્ત આ યોગને રાજર્ષિઓએ જાણ્યો, પણ ત્યારબાદ તે યોગ ઘણાં સમયથી આ પૃથ્વીલોકમાં લગભગ લુપ્તપ્રાય થઈ ગયો. તું મારો ભક્ત અને પ્રિય સખા છે. માટે એ જ પુરાતન યોગ આજે મેં તને કહ્યો છે. કેમકે આ ઘણું ઉત્તમ રહસ્ય છે એટલે ગુપ્ત રાખવા યોગ્ય વિષય છે.” અનાદિકાળથી આ જીવ મોહની પારતંત્ર્યતાના કારણે કામસુખનો જ અર્થી હતો અને તેના કારણે કામસુખના ઉપાયભૂત અર્થ (ધન) અને સ્ત્રી આદિની A 169" 19| યોગમાર્ગની અંતર્દષ્ટિ યોગમાર્ગની અંતર્દષ્ટિ ,191