Book Title: Yogmargni Antdrashti
Author(s): Rashmi Bheda
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 94
________________ નકારી પણ શકતા નથી. પ્રમાણ તર્ક પર આધારિત છે અને તર્ક સીમિત છે. બિલકુલ આજ રીતે આત્મજ્ઞાન અને પ્રેમને પણ પ્રમાણિય કરી શકાતા નથી, કે નકારી પણ શકાતા નથી. વર્તન એ પ્રેમનું પ્રમાણ નથી. નાટચકારો પ્રેમનો અભિનય કરે છે, પરંતુ તેઓ વાસ્તવમાં પ્રેમનો અનુભવ કરતા નથી. તો પ્રમાણ આપને બાધિત કરે છે. પ્રમાણની વૃત્તિ આપના માટે પૃથ્વી પરનું સૌથી મોટું બંધન છે. મહદંશે આપ આપના વિચારો, અભિપ્રાયો અને ભાવનાઓ અન્ય વ્યક્તિઓ ઉપર થોપી દો છો અને તેને જ વાસ્તવિકતા માનો છો. મનની આ વૃત્તિને ‘વિપર્યાય' કહે છે. આપ લઘુતાગ્રંથીથી પીડાઓ છો, અને તેથી સામી વ્યક્તિ આપને ઉદ્ધત લાગે છે. વાસ્તવમાં તેઓ અભિમાની કે ઉદ્ધત નથી. પરંતુ આપ આપનો આદર કરી નથી રહ્યાં અને તેથી આપને લાગે છે કે અન્ય વ્યક્તિઓ પણ આપનો અનાદર કરે છે! મનની ત્રીજી વૃત્તિ છે વિકલ્પ! આપનું મન ક્યાં તો કોઈ સુંદર પરીકલ્પનામાં રાચે છે અથવા નિરર્થક ભયનો અનુભવ કરે છે. કદાચિત આપ સાઠ વર્ષના છો, પરંતુ ફરીથી સોળ વર્ષના બની જવાની કલ્પના કરો છો, અથવા તો આવતી કાલે અકસ્માત થશે અને મૃત્યુ થશે તેવા ભયથી પીડાઓ છો. આ બંને વિકલ્પ છે. નિદ્રા એ ચોથી પ્રવૃત્તિ છે, અને સ્મૃતિ ભૂતકાળને યાદ કરવો, તે મનની પાંચમી પ્રવૃત્તિ છે. જ્યારે આપ જાગૃત છો, ત્યારે આપ આમાંથી કોઈપણ વૃત્તિનો અનુભવ કરો છો? જો હા, તો ધ્યાન અને યોગ ઘટિત થઈ રહ્યાં નથી. મનની આ પ્રબળ વૃત્તિઓનો નિરોધ કઈ રીતે થઈ શકે? અભ્યાસ અને વૈરાગ્યથી આ શક્ય બને છે. મનની પાંચ વૃત્તિઓથી વિમુખ થઈને વર્તમાન ક્ષણમાં રહેવા માટે પ્રયત્નશીલ થવું પડે છે. આ પ્રયત્ન એટલે અભ્યાસ! આપે દ્રઢ નિશ્ચય કરવો પડે કે આપ કોઈ પ્રમાણ કે જાણકારીમાં રસ ધરાવશો નહિ. જ્યારે મન પ્રમાણ કે જાણકારી ઈચ્છે, ત્યારે આપ તેનું અવલોકન કરીને સાક્ષીભાવમાં વિશ્રામ કરો! જેવી પરિસ્થિતિ છે તેવી રહેવા દો! જો મન કોઈ પરિકલ્પનામાં રાચે છે, તો એ ઘટનાને જાણો! જેવા આપ આપની પરિકલ્પના પ્રત્યે સજાગ બનશો, કે તરત જ આપ તેમાંથી મુક્ત થઈ જશો. વર્તમાન ક્ષણ અતિ નૂતન, તાજી અને સંપૂર્ણ છે. પુનઃ પુનઃ વર્તમાન ક્ષણ પરત્વે સજાગ બનવું તે અભ્યાસ છે. 01-19 યોગનું અનુશાસન : જ્યારે આપને તરસ લાગે છે, ત્યારે પાણી પીવા માટે શું આપને કોઈ નિયમની જરૂર છે? જ્યારે આપ પ્રકૃત્તિ સાથે તાદાભ્ય અનુભવો છો, ત્યારે તેની સુંદરતાની પ્રશંસા માટે શું આપને કોઈ શિસ્તની જરૂર પડે છે? બિલકુલ નહિ! જ્યારે આપને તરસ લાગી છે, ત્યારે આપ પાણી પીઓ છો, જ્યારે આપ સુંદર પ્રાકૃતિક દશ્ય જુઓ છો, આપ સહજ જ પ્રશંસા કરો છો. આના માટે કોઈ નિયમ, અનુશાસનની આવશ્યક્તા નથી, પરંતુ, પ્રારંભમાં જે સુખદ નથી, પણ આપ જાણો છો કે લાંબા ગાળે તેનાથી સુખ પ્રાપ્ત થશે, તે કરવા માટે આપને અનુશાસનની જરૂર પડે છે. જ્યારે આપ સ્વમાં સ્થિર હો છો, ત્યારે આપ આનંદ, પ્રફુલ્લતા અને શાંતિનો નિતાંત અનુભવ કરો છો. ત્યાં અનુશાસનની જરૂર નથી. પરંતુ જ્યારે આપ આપના સ્વ સાથે જોડાયેલ નથી, ત્યારે મને ખુબ જ પ્રવૃત્ત બને છે, અતિ ચંચળ બને છે. આ વખતે મનને શાંત કરી, ભીતર જવા માટે અનુશાસનની જરૂર પડે છે. યોગમાં જ્યારે અનુશાસનનો પ્રયોગ થાય છે ત્યારે તે પરિણામસ્વરૂપે આનંદ અને પ્રસન્નતાની સુખદ અનુભૂતિ આપે છે. પ્રસન્નતાના ત્રણ પ્રકાર છે : સાત્વિક, તામસિક અને રાજસિક! કોઈ કાર્ય જ્યારે પ્રારંભમાં કઠિન અને અણગમતું લાગે છે, તે અંતે સાત્વિક પ્રસન્નતા આપે છે. સાત્વિક પ્રસન્નતા લાંબો સમય રહે છે. પરંતુ તે મેળવવા અનુશાસનની જરૂર રહે છે. તામસિક પ્રસન્નતા પ્રારંભમાં આલાદક જણાય છે, પરંતુ વાસ્તવમાં પ્રારંભથી અંત સુધી તે દુઃખ જ છે. અનુશાસનનો અભાવ તામસિક પ્રસન્નતા ભણી દોરી જાય છે. રાજસિક પ્રસન્નતા શરૂઆતમાં પ્રસન્નતા આપે છે પરંતુ અંતમાં દુઃખ આપે છે. અયોગ્ય અનુશાસન રાજસિક પ્રસન્નતા આપે છે. તો સાત્વિક પ્રસન્નતા માટે અનુશાસન એ અનિવાર્ય જરૂરિયાત છે. આજે સમગ્ર વિશ્વમાં લોકો યોગનું મહત્વ પિછાણતા થયા છે. યોગથી વ્યક્તિગત આંતરિક શાંતિની પ્રાપ્તિ થાય છે, અને આંતરિક શાંતિ વડે જ વિશ્વશાંતિ હાંસલ કરવી શક્ય છે. 21 જુન - આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે વિશ્વભરમાં ઉજવવામાં આવે છે. શરીર અને મનનાં સ્વાધ્યનું મહત્વ તથા તે માટે યોગનું પ્રદાન હવે સહુ કોઈ જાણે છે. યોગ હવે માત્ર એક રાષ્ટ્ર કે ધર્મ પુરતો સીમિત નથી. સમગ્ર માનવ જાત માટે તે એક સમૃધ્ધ જ્ઞાનનો ખજાનો છે. આંતરરાષ્ટ્રીય યોગ દિવસનો ઉત્સવ વિશ્વને આ વૈભવથી પરિચિત કરે છે, અને વિશ્વમાં ક્યાંય પણ યોગ છે. FINAL 174 || યોગમાર્ગની અંતર્દષ્ટિ યોગમાર્ગની અંતર્દષ્ટિ ,175

Loading...

Page Navigation
1 ... 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120