________________ 29 યોગી સદ્ગુરુ અને ઈશા યોગ ડૉ. રશ્મિબેન ભેદા અંગે પ્રવર્તતી ગેરસમજને દૂર કરે છે. ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજી ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજી વિશ્વવિખ્યાત અધ્યાત્મિક ગુરુ તથા માનવતાવાદી મૂલ્યોનાં પુનઃસ્થાપન માટે કાર્યરત છે. વિશ્વભરમાં તણાવમુક્ત, હિંસા મુક્ત સમાજનાં નિર્માણ માટે તેઓ સતત કાર્ય કરી રહ્યાં છે. 160 દેશોમાં, 370. મિલિયન લોકોને સેલ્ફ ડેવલપમેન્ટ પ્રોગ્રામ દ્વારા ગુરુદેવે શાંતિ અને પ્રેમનો સંદેશ પહોંચાડ્યો છે. વિશ્વભરમાં શાંતિસ્થાપન અને સંઘર્ષ નિવારણમાં તેમણે પોતાનું યોગદાન આપ્યું છે. કાશમીર, આસામ, બિહાર જેવા ભારતનાં રાજ્યો તથા કોલમ્બિયા, ઈરાક, સીરિયા, કોટ-ડી-આઈવોરી જેવા રાષ્ટ્રોમાં તેમણે સંઘર્ષ નિવારણ, યુધ્ધ વિરામ અને શાંતિ સ્થાપન માટે પરિણામલક્ષી કાર્ય કર્યું છે તથા સમાજના સળગતા પ્રશ્નોનું નિરાકરણ કર્યું છે. શ્રી શ્રી સ્કૂલ ઓફ યોગા શ્રી શ્રી સ્કૂલ ઓફ યોગાની સ્થાપના ગુદૈવ શ્રી શ્રી રવિશંકરજીએ કરી છે. જેમાં વૈદિક પરંપરા અને પદ્ધતિઓ મુજબ યોગનું શિક્ષણ આપવામાં આવે છે. ગુરુ પરંપરાથી પ્રાપ્ત કરેલું જ્ઞાન અત્રે સરળ શૈલીમાં, વિવિધ ધર્મો, સંસ્કૃતિ તથા ભિન્ન વય જૂથના વિદ્યાર્થીઓને એક સમાન રીતે, તથા આધુનિક જીવનશૈલીને અનુરૂપ આપવામાં આવે છે. બહુઆયામી શિક્ષણ પદ્ધતિ દ્વારા શીખવવામાં આવતા અભ્યાસક્રમમાં હઠ યોગ, રાજ યોગ, જ્ઞાન યોગ, કર્મ યોગ અને ભક્તિ યોગ તથા અન્ય અનેક પરિણામોનો સમાવેશ કરવામાં આવ્યો છે. FINAL - 16-01 સર, એક યોગી, ઈશા ફાઉન્ડેશનના સંસ્થાપક છે, એક આધુનિક ગુરુ છે. જેમનું યોગના પ્રાચીન વિજ્ઞાન પર પ્રભુત્વ છે, સદ્ગુરુએ યોગની ગૂઢ પ્રક્રિયાઓને સામાન્ય માણસ માટે સરળ બનાવી છે. આજથી ત્રીસ વર્ષ પહેલા મૈસુરમાં ચામુંડી પહાડની શિલા પર બપોરના તપતા સૂરજ નીચે તેમનામાં આત્મજ્ઞાનનો ઉદય થયો. આ ઘટના પછી જગી નામક યુવાનનું ‘સદ્ગરમાં રૂપાંતર થયું. ઈ.સ. ૧૯૯૨માં સદ્ગુરુ દ્વારા સ્થપાયેલા ઈશા ફાઉન્ડેશન, માનવીય વિકાસ માટે સમર્પિત છે. ફાઉન્ડેશનની પ્રવૃત્તિઓમાં મુખ્ય વિશેષરૂપે તૈયાર કરવામાં આવેલી યોગ વિધિઓ - પ્રક્રિયાઓ છે, જેને ‘ઈશા યોગ’ કહેવામાં આવે છે. ઈશા યોગ કાર્યક્રમ દ્વારા વ્યક્તિને એક ઉત્સાહજનક તેમજ સંપૂર્ણ જીવનશૈલી મેળવવામાં મદદ મળે છે અને એનાથી તેને પોતાની અંદર આત્મબોધની સ્થિતિ સુધી પહોંચવાનો માર્ગ પણ મળે છે. ઈશાયોગ કાર્યક્રમ યોગના આંતરિક વિજ્ઞાનના અભ્યાસથી સ્વયંમાં પરિવર્તન લાવવાનું સાધન બતાવે છે. શરીરની પ્રક્રિયાઓને શુદ્ધ કરવા, સ્વાથ્ય, સફળતા અને સમતુલન લાવવા માટે તથા આંતરિક કુશળતા માટે ધ્યાન અને શાંભવી મહામુદ્રામાં દીક્ષિત કરવામાં આવે છે. આધ્યાત્મિક ઉન્નતિ માટે ધ્યાન એ શક્તિશાળી સાધન છે. વૈજ્ઞાનિક અભ્યાસોએ ધ્યાનના ઘણા શારીરિક અને માનસિક લાભોનું પરિક્ષણ કરેલું છે. ધ્યાન મૂળભૂત રીતે શરીર અને મનની મર્યાદાઓને પાર લઈ જતી પ્રક્રિયા છે. શાભવી મહામુદ્રા એક પ્રાચીન અને બહુ શક્તિશાળી અભ્યાસ છે; એ ઈશાનો પ્રારંભનો અભ્યાસ છે તે એક પ્રાચીન ક્રિયા છે જેનો લાખો સમર્પિત અભ્યાસુઓ દ્વારા અભ્યાસ કરાય છે અને તેઓ ભારપૂર્વક નિવેદન કરે છે કે, ધ્યાનના નિયમિત અભ્યાસ થકી તેઓ ભાવનાઓ સંબંધો વધુ સમતોલપણું, એકાગ્રતા, ફોકસ, સ્થિરતા અને બહેતર સ્વાથ્યનો અનુભવ કરે છે. ક્રિયા કેવી રીતે કાર્ય કરે છે ? મોટા ભાગના લોકો દુખી કે અસ્વસ્થ હોવાનું કારણ એ છે કે ભૌતિક, માનસિક અને પ્રાણિક શરીરો સીધાણ (Alignment)માં હોતા નથી. સદગુરુ Fol| યોગમાર્ગની બંદીર યોગમાર્ગની અંતર્દષ્ટિ ,177 |