Book Title: Yogmargni Antdrashti
Author(s): Rashmi Bheda
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 99
________________ સમજ (Perception) નો ભાગ બનાવી દો. તો અનુભૂતિ સરળ બનશે. તેમાં બે મત નથી! જો આપણે આત્મચિંતન દ્વારા આત્મદર્શન, આત્મસાત કે સંસ્કાર પરિવર્તન કરવા ઈચ્છતા હોઈએ તો આત્મજ્ઞાનની દરેક મહીન બાબતોની સ્પષ્ટ સમજ મારે કેળવવી જ રહી. આત્માના સ્વરૂપથી માંડીને તેની ક્રિયાત્મક શક્તિઓ, તેનું અમરત્વ કે તેના સ્વધર્મો - તેનું સ્વધામ - તેના સ્વપિતા - તેના સ્વજન્મો * તેની તમામ લાક્ષણિકતાઓની મારી બુદ્ધિમાં સ્પષ્ટ સમજ હશે તો તે મારા ચિંતનમાં આવશે, જે મને અંતે આત્મસાત (Self Realization) તરફ દોરી જશે. જ્ઞાનના દરેક મુદ્દાનો સાર તેમજ વિસ્તાર બંનેને યથાર્થ સમજવા પડશે, બુદ્ધિના દિવ્યીકરણ (દેવીકરણ માટે) - Devine Wisdom માટે જ્ઞાનના દરેક મુદ્દાનું ગહન મનન, ચિંતન, મંથન અને સ્મરણ અત્યંત જરૂરી છે. ત્યારબાદ તેના સ્વરૂપ બનવું સરળ બનશે. (3) Globalization of self : સ્વયંનું વૈશ્વિકરણ :ઈશ્વરીય જ્ઞાનની ગહન સમજથી થયેલું બુદ્ધિનું દેવીકરણ (દિવ્યીકરણ) તમને સર્વ હદોમાંથી બેહદમાં લઈ જશે. દા.ત. બાબાએ આપણને સ્પષ્ટ સમજ આપી કે તમે એક અજર-અમર અવિનાશી આત્મા છો. તમે તમારા મૂળ વતન પરમધામથી આ સાકાર લોક પૃથ્વી પર આવી, અનેક જન્મો લઈ પાર્ટ ભજવો છો. તમે સૌ આત્માઓ મુજ પરમપિતા પરમાત્માની સંતાન છો. તમે એક ઘરથી આવેલા, એક જ પિતાના સંતાનો આપસમાં ભાઈ-ભાઈ છો. આખું વિશ્વ તમારો પરિવાર છે. વિશ્વની દરેક આત્મા સાથે તમારો ખૂબ નજીકનો આત્મિક સંબંધ છે. આવી સમજથી તમે બધી હદોમાંથી બેહદમાં ચાલ્યા જશો. લૌકિક પરિવારનાં સંબંધોની મોહની રગ તૂટતી જશે. સર્વ પ્રત્યે સમત્વનો, બંધુત્વનો ભાવ પેદા થશે. હું એકનો એક છું અને તેણે જ મને અનેક સાથે પાર્ટ ભજવવા મોકલ્યો છે. હું વિશ્વનો છું, આખું વિશ્વ મારું છે. વિશ્વ મારો પરિવાર છે. સમત્વ અને બંધુત્વના ભાવથી તમે સર્વ પ્રકારના ભેદોથી તેમજ સુક્ષ્મ પ્રકારના દૈહિક અહંકારોથી મુક્ત થશો. તમે કોઈપણ જાતિના, રંગના, લીંગના, ધર્મના, ભાષાના, રાજ્યના, દેશના, સંસ્કૃતિના વ્યક્તિ સાથે નિસ્વાર્થ, નિર્મળ પ્રેમ સંબંધથી જોડાઈ જશો. વૈશ્વીકરણની બીજી મહત્વની વાત એ છે કે, બાબાએ આપણને ત્રણે લોકની ભૂગોળનું તેમજ આત્માના ત્રણે કાળનું જ્ઞાન આપી, આપણને સાચા અર્થમાં 16-01-19 માસ્ટર ત્રિલોકીનાથ, માસ્ટર ત્રિકાલદર્શી બનાવ્યા છે. ત્રણે લોકનો માલિક હોઈ, હું બ્રહ્માંડના એક એક ખૂણા સાથે જોડાયેલો છું. હું આખા વિશ્વથી પ્રભાવિત છું. આખું વિશ્વ મારા પ્રભાવમાં છે. મન-બુદ્ધિથી હું બ્રહ્માંડના કોઈપણ સ્થાને જઈ શકું છું. આમ, વિશ્વના કોઈપણ સ્થાને તમે હશો તો તમારી દષ્ટિમાં, ફક્ત આસપાસનું વાતાવરણ જ નહીં પરંતુ સમગ્ર વિશ્વ હશે. પૃથ્વીનો આખો ગોળો હશે. તમારા માટે તમારું સ્થાન પૃથ્વીના ગોળા પરનું એક બિંદુ સમાન માત્ર હશે. તમે મુંબઈમાં હો કે મોસ્કોમાં, નાગપુરમાં હો કે ન્યુયોર્કમાં, અમદાવાદમાં હો કે એમસ્ટરડેમમાં તમને કોઈ જ ફર્ક પડશે નહીં. તમારા માટે આવા બે સ્થાન પૃથ્વી પરના બે ખૂબ જ નજીકના બે બિંદુઓ સમાન હશે. આવી તો જ્ઞાનની અનેક સમજ છે જે તમને તમારા વૈશ્વીકરણમાં મદદરૂપ થશે. તમે સ્થાન અને સમયની દષ્ટિએ હદમાંથી બેહદ ચાલ્યા જશો. સ્થાનાતીત તેમજ સમયાતીતની અવસ્થા પ્રાપ્ત કરશો. (4) Visualization of Aspects: યોગના વિવિધ પાસાઓનું મનોચિત્રણ : રાજયોગ એ ફક્ત શબ્દોમાં કરેલા ચિંતનનો વિષય નથી. પરંતુ ચિંતનથી વિશેષ દર્શનનો વિષય છે. યોગાભ્યાસનું આપણું લક્ષ ફક્ત શબ્દોમાં કરેલું આત્મચિંતન જ નહીં પણ મનઃચક્ષુ દ્વારા કરેલું આત્મદર્શન છે. પરમાત્મા ચિંતન જ નહીં પણ પરમાત્મા દર્શન છે, વિશ્વ ચિંતન જ નહીં પરંતુ વિશ્વદર્શન છે. દર્શન એટલે જોવું, યોગાભ્યાસ દરમ્યાન ચેક કરો કે હું ચિંતનની સાથે સાથે દર્શન કેટલું કરું છું. જે જે શબ્દોમાં ચિંતન કરું છું તેનું સમાંતર શબ્દચિત્ર માનસપટ પર ઉપસાવી શકું છું, તેને સ્પષ્ટ જોઈ શકું છું. તો ચિતન સાથેનું દર્શન તમને જરૂર વિશેષ અનુભૂતિ કરાવશે. મનોવિજ્ઞાનની ભાષામાં વાત કરીએ તો અનુભૂતિ એ અર્ધજાગૃત મનનો વિષય છે. ભાવ, ભાવના, લાગણી, સંવેદના, અનુભૂતિ એ અર્ધજાગૃત મનની શક્તિઓ છે. આપણે અનુભૂતિ ત્યારે જ કરી શકીએ જ્યારે આપણે આપણા અર્ધજાગૃત મનને પ્રભાવિત કરી શકીએ. અર્ધજાગૃત મનની વિષેશતા એ છે કે, તે શબ્દોની ભાષા કરતા ચિત્રોની ભાષા વધુ સમજે છે. મનોવિજ્ઞાન એમ કહે છે કે, અર્ધજાગૃત મન પર શબ્દોની અસર 25 ટકા જેટલી પડે છે, જ્યારે ચિત્રોની અસર 75 ટકા જેટલી પડે છે. એટલે અર્ધજાગૃત મનના પરિવર્તન માટે, ગહન અનુભૂત કરવા માટે, સકારાત્મક ભાવના-સંવેદના પેદા કરવા માટે, ગહન અનુભૂતિ કરવા માટે રચનાત્મક મનોચિત્રણ (Creative 184 યોગમાર્ગની અંતર્દષ્ટિ | યોગમાર્ગની અંતર્દષ્ટિ | 185

Loading...

Page Navigation
1 ... 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120