________________ 30 બ્રહ્મકુમારીમાં બતાવેલો રાજયોગ રાજયોગ એ ફક્ત મન-બુદ્ધિથી કરેલા જ્ઞાનના મનન-ચિંતન-મંથનનો જ વિષય નથી પરંતુ આ ક્રિયાઓ દ્વારા ગહન અનુભૂતિ કરવાનો પણ વિષય છે. વાસ્તવમાં યોગ એ પરમાત્મા સાથેનું પ્રેમભર્યું તેમજ (Loveful) તેમજ હેતુ સંપન્ન (Purposeful) મિલન છે. યોગ એ અનેક અનુભૂતિઓ સાથે સકારાત્મક પરિવર્તન કરવાના પ્રયોગનો વિષય છે. અંગ્રેજીમાં અનુભૂતિ એટલે રીયલાઈઝેશન (Realization). શું તમે રીયલમાં રીયલાઈઝેશન કરવા માંગો છો? તો આવો, નીચેના આ પાંચ લાઈઝેશન (Lization) ને તમારા યોગાભ્યાસનો ભાગ બનાવી દો. સ્વાનુભવના આધારે જણાવું છું કે તમે સફળતાના શિખરો સર કરી શકશો. (1) channelization of Mind : મનનું દિશાકરણ (2) Rationalization : બુદ્ધિનું તર્કસંગતીકરણ Devilization of Intelletc : બુદ્ધિનું દિવ્યાકરણ (3) Globelization of Self : સ્વયંનું વૈશ્વિકરણ (4) Visualization of Aspects : યોગના વિવિધ પાસાઓનું મનોચિત્રણ (5) Emotionalization of Heart : હૃદયનું ભાવકરણ (1) channelization of Mind : મનનું દિશાકરણ મનનું દિશાકરણ એટલે મનની ચંચળતાને સમાપ્ત કરી, મનને સ્થિર કરી, મનને ચોક્કસ દિશામાં વાળી કોઈ સ્થાન પર કે કોઈ વિષય પર કેન્દ્રીત કરવું, અર્થાત્ એકાગ્ર કરવું. યોગાભ્યાસની પાયાની જરૂરીયાત મનની સ્થિરતા અને એકાગ્રતા છે. વર્તમાન સમયે મોટાભાગના લોકોની મનની સ્થિતિ અત્યંત ચંચળ છે. મન કોઈને કોઈ વસ્તુ, વ્યક્તિ, પદાર્થ કે પરિસ્થિતિમાં સતત ભમતું જ રહે છે. મનોવિજ્ઞાનના સંશોધનો જણાવે છે કે, સામાન્ય રીતે માનવીના મનમાં એક દિવસમાં સરેરાશ 30,000 થી 35,000 જેટલા વિચારો ઉત્પન્ન થાય છે. આ વિચારોના પ્રકારનું વિશ્લેષણ કરતા મનોવિજ્ઞાનિકો કહે છે કે, આટલી મોટી સંખ્યામાં ઉત્પન્ન થતા વિચારોમાં 80 થી 85 ટકા વિચારો FINAL - 16-01-19 ક્યાં તો વિષાક્ત છે, ક્યાં તો નકારાત્મક છે, કે વ્યર્થ ચાલે છે. જે તેને સહેજ પણ ઉપયોગી નથી પરંતુ નુકશાનકર્તા છે. 15 થી 20 ટકા જ વિચારો એવા છે કે, જે તેના કામના હોય છે. આપણી આવી મનોદશામાં મનને શાંત કરી, સ્થિર કરી, એકાગ્ર કરવા માટે વિશેષ અભ્યાસની જરૂરત છે. જો આપણે નીચેની બાબતોને ધ્યાનમાં રાખી તેનો અમલ કરીશું તો મન ચોક્કસ સ્થિર તેમજ એકાગ્ર થશે. પરમાત્માએ આપેલા જ્ઞાનના આધારે આપણે સ્પષ્ટ સમજ કરવી લેવી જોઈએ કે આ કળિયુગમાં અંતિમ સમયે વસ્તુ, વ્યક્તિ, પદાર્થ, પરિસ્થિતિ વગેરે અંતે તો દુઃખકારક, કે પીડાકારક છે. આપણે તેનો અનુભવ પણ કરી રહ્યાં છીએ. હવે ક્ષણિક થોભો અને વિચારો મારે શા માટે મારા મનને આ બધી બાબતોમાં ભટકવા દેવું? શિવ બાબા તો વારંવાર કહી રહ્યા છે કે, “સ્વયંના દેહને, દૈહિક સંબંધોને, તેના પદાર્થોને ભૂલી, ઉપરામ બનો. પોતાને આત્મા સમજો અને મને એક ને યાદ કરો.” મૂળ વાત મનને દુન્યવી પદાર્થો તેમજ બાબતોથી અળગુ રાખવાની છે, ડીટેચમેન્ટની છે. જરૂરિયાત પૂરતું જ મનને આ બાબતોમાં લગાવો. શિવબાબા એ તો સર્વસ્વ ત્યાગી, બેહદના વેરાગી બની, ઉપરામ અવસ્થામાં રહેવાની વાત કરી છે. જ્ઞાનના એવા અનેક મુદ્દાઓના મનનચિંતનથી આપણી ઉપરામ સ્થિતિ કેળવવી મુશ્કેલ નથી. આ સ્થિતિ મનને સ્થિર અને શાંત કરશે. અને તમે જે મુદ્દા પર અથવા લક્ષ ધ્યાન કેન્દ્રિત કરવા માગો છો તે સરળતાથી કરી શકશો. બીજી મહત્વની બાબત એ છે કે, યોગાભ્યાસ શરૂ કરતા પહેલાં તમારું લક્ષ દયેય સ્પષ્ટ નક્કી કરો અને મનમાં તેને સ્થિર કરો કે આજે મારે યોગાભ્યાસમાં કઈ અવસ્થામાં પહોંચવું છે? કઈ બાબતોની અનુભૂતિ કરવી છે? બાબા સાથે કયા સંબંધોની રસના લેવી છે? સ્વ પરિવર્તન માટે તેમજ વિશ્વ પરિવર્તન માટે યોગનો કયો પ્રયોગ કરવો છે? વગેરે નક્કી કરો. જો યોગનું લ- ધ્યેય બુદ્ધિમાં સુનિશ્ચિત હશે તો યોગની વિધિ સ્પષ્ટ થશે અને મનને તે દિશામાં વાળવું કે કેન્દ્રિત કરવું તે સરળ બની જશે. (2) Rationalization : બુદ્ધિનું તર્કસંગતીકરણ બાબાએ આપેલા જીવ-જગત અને જગદીશ; આત્મા-પરમાત્મા અને સૃષ્ટિ; Man, Matter and God વિષેના ગહન જ્ઞાનના દરેક મુદ્દાની મહીન સમજ બુદ્ધિમાં જેટલી સ્પષ્ટ થતી જશે, તેટલી આપણી બુદ્ધિ શુદ્ધ-પવિત્ર, વિવેક સંગત, તર્કસંગત, દિવ્ય બનતી જશે. જ્ઞાનના દરેક મહીણ મુદ્દાને તમારી 182 | યોગમાર્ગની અંતર્દષ્ટિ યોગમાર્ગની અંતર્દષ્ટિ 183