Book Title: Yogmargni Antdrashti
Author(s): Rashmi Bheda
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 97
________________ એકમાત્ર બિંદુ છે. જો ‘આ... ' ધ્વનિનું ઉચ્ચારણ કરો છો તો તેનું સ્પંદન પૂરા શરીરની પ્રકૃતિમાં ફેલાઈ જાય છે. મણિપુરચક્ર એ શરીરના ભરણપોષણનું કેંદ્ર છે. આ સ્પંદન ભરણ-પોષણ કેન્દ્રને ઊર્જાવાન બનાવવામાં સારી મદદ કરે છે. આ કેન્દ્ર જાગૃત થવાથી તબિયત, સક્રિયતા અને આનંદની પ્રતીતિ * આ અભ્યાસ 12-18 મિનિટનો થશે. જ્યારે ઈશા-ક્રિયા માટે બેસો, શરીર અને મનની હરકતો તરફ ધ્યાન ન આપો. અભ્યાસ દરમ્યાન વિરામ ન લો, કારણ તેમ કરવાથી આ ક્રિયા દરમિયાન થનારી ઊર્જા-પુનઃગઠનની પ્રક્રિયા બગડી જાય છે. દરેક વાર જ્યારે આ ક્રિયા કરો તે ઓછામાં ઓછી 12 મિનિટ સુધી કરો અને 48 દિવસ સુધી દિવસમાં બે વાર કરો (40 દિવસનું એક મંડલ હોય છે). અથવા 90 દિવસ સુધી દિવસમાં એક વાર કરો. તમારે આ સંકલ્પ લેવાનો છે. આ ક્રિયાનો અભ્યાસ કોઈ પણ કરી શકે છે અને તેના ફાયદાઓ અનુભવી શકે છે. જ્યારે તમે વિચારો અને ભાવનાઓના જુદાજુદા તબક્કામાંથી પસાર થાઓ છો, ત્યારે તમે જુદીજુદી રીતે શ્વાસ લો છો. જેમ કે શાંત હો તો એક રીતે શ્વાસ લો છો, તમે દુઃખી હો તો જુદી રીતે શ્વાસ લો છો આનાથી તદ્દન વિરુદ્ધ પ્રાણાયામ અને ક્રિયાનું વિજ્ઞાન છે. જેમાં એક ખાસ પ્રકારે, જાગૃતિ સાથે શ્વાસ લઈને, આપણી વિચારવાની, સમજવાની અને જીવનનો અનુભવ સંદર્ભ : લેખક આનંદ લહેર : ઈચ્છો એ મેળવો યોગી, દિવ્યદર્શી અને યુગદૃષ્ટા સંગુર FINAL - 16-01-19 સામાન્ય પ્રક્રિયાનો ઉપયોગ કરીએ છીએ. તેમ જે રીતે શ્વાસ લો છો એ રીતે તમે વિચારો છો. તમે જે રીતે વિચારો છો, એ રીતે તમે શ્વાસ લો છો. તમારું સંપૂર્ણ જીવન, તમારું સંપૂર્ણ અચેતન મન તમારા શ્વાસમાં લખાયેલું છે. એક વાર જ્યારે તમે તેને જાણી લો છો. જીવન એકદમ અલગ થઈ જાય છે. તેનો અનુભવ કરવાનો હોય છે. જો તમે એક ખાસ રીતે જાગ્રત છો તો તમે તમારી આંતરિક સ્થિતિ-ક્રિયાને એવી રીતે ચલાવી શકો છો કે તમે અહીં બેસવામાત્રથી પરમ આનંદની સ્થિતિમાં જતા રહો છો. જ્યારે તમે આ...'નું ઉચ્ચારણ કરો છો ત્યારે મણિપુરચક્ર જે નાભિથી પોણો ઈંચ નીચે હોય છે એ જાગ્રત થાય છે. જેમ મનુષ્યનું એક ભૌતિકશરીર હોય છે, તેમ એક ઊર્જા શરીર પણ હોય છે જેને આપણે સામાન્યપણે પ્રાણ કે જીવનશક્તિના રૂપમાં જાણીએ છીએ. આ ઊર્જા કે પ્રાણ, શરીરમાં વિશેષ રીતે ચાલે છે. તમે જેવા વધુ જાગ્રત થાવ છો, તેમ અનુભવશો કે ઊર્જા મનમાની રીતે નહીં, પણ ચોક્કસ નાડીથી પસાર થાય છે આ નાડીઓનું ભૌતિક રૂપ નથી હોતું. જ્યારે આ...'નું ઉચ્ચારણ કરો છો ત્યારે સ્પંદન નાભિથી પોણો ઈંચ નીચેથી શરૂ થઈ પૂરા શરીરમાં ફેલાઈ જાય છે. આ એક જ સ્થાન છે. જ્યાં બોતેર હજાર નાડીઓ મળે છે અને પાછી છૂટી થઈ જાય છે. એ બધાં મણિપુરચક્ર પર મળે છે, અને પછી છુટી થઈ જાય છે. આ જ શરીરમાં એવું 180 યોગમાર્ગની અંતર્દષ્ટિ યોગમાર્ગની અંતર્દષ્ટિ ,181

Loading...

Page Navigation
1 ... 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120