________________ અર્થાત દુઃખ આવે, તેની પહેલા જ તેનો નાશ થાય તે યોગનો હેતુ છે.વર્તમાન સમયમાં સ્ટ્રેસ, ચિંતા, હતાશા અને નિરાશાથી અનેક વ્યક્તિઓ પ્રભાવિત છે. આ સઘળું સીમિત પ્રાણ ઉજનું પરિણામ છે. યોગ પુષ્કળ માત્રામાં પ્રાણ ઉર્જાનો સંચાર કરે છે અને એટલે યોગ થકી આ સર્વ સમસ્યાઓ સરળતાથી દૂર થાય છે. યોગ જીવનના અનેક પાસાઓને સ્પર્શે છે અને લાભાન્વિત કરે. છેઃ સ્વાશ્ય વિશ્વભરમાં આજે યોગને હળવાશ, આનંદ અને સૃજનાત્મકતાનો પર્યાય માનવામાં આવે છે. યોગ ઉપર કરવામાં આવેલા અનેક રીસર્ચ સૂચવે છે કે યોગ અસંખ્ય વ્યાધિઓમાંથી મુક્તિ આપે છે તથા સ્વસ્થ અને દીર્ઘ જીવનનું વરદાન આપે છે. વર્તણૂકઃ યોગ એ માત્ર વેઈટ લોસ પ્રોગ્રામ નથી. યોગ તો એક વિજ્ઞાન છે જેના પ્રયોગથી, શરીરની સાથે, આપનું સમગ્ર અસ્તિત્વ હળવાશભર્યું બની જાય છે. એક યોગી સદાય સ્મિતસભર હોય છે. યોગ આપની ભાવનાઓમાં કોમળતા અને શાંતિ પ્રેરે છે. આપ આપની ભાવનાઓ થકી ખીલી ઉઠો છો. આપની અભિવ્યક્તિમાં સ્પષ્ટતા અને વિચારધારા મુક્ત હોય છે. એક યોગીની આ સાચી ઓળખ છે. સ્પંદન: વાઈકોશન : આપણા શબ્દો કરતા વધુ આપણી ઉપસ્થિતિ દ્વારા આપણે સંવાદ કરતા હોઈએ છીએ. આપણે જેમ જેમ સ્વની નિકટ જઈએ છીએ, આપણી ઉપસ્થિતિ સુંદર અને પ્રભાવશાળી સ્પંદનો ઉત્પન્ન કરે છે. કોમ્યુનિકેશન : આપણા સ્પંદનો-વાઈબ્રેશન આપણી પ્રાણ ઉર્જા ઉપર આધારિત છે. જ્યારે આપણે કોઈ વ્યક્તિ સાથે સંવાદ સાધી શકતા નથી ત્યારે આપણે કહીએ છીએ : ‘આપણી વેવ-લેન્થ મળતી નથી!” યોગથી આપણી અવલોકન શક્તિ તીણ બને છે. દ્રષ્ટિબિંદુ સ્પષ્ટ બને છે. આપણે અન્ય વ્યક્તિ સાથે સ્પષ્ટ અને યોગ્ય સંવાદ સ્થાપવા માટે સક્ષમ બનીએ છીએ. પૂર્વગ્રહ-નિવારણ સમાજમાં અન્ય એક સમસ્યાનો આપણે સામનો કરી રહ્યાં છીએ તે છે પૂર્વગ્રહ! ધર્મ, જાતિ, આર્થિક સ્થિતિ, શૈક્ષણિક લાયકાત આ સર્વને લઈને ઉત્પન્ન થયેલ પૂર્વગ્રહ અને પૂર્વધારણાઓ એ વ્યક્તિના મનને કુંઠિત બનાવી દીધું છે, જેને લીધે આંતરિક ક્લેશ અને વિખવાદો ઉભા થાય છે. યોગ એક વિશાળ દ્રષ્ટિકોણને પ્રેરે છે અને તેના દ્વારા સંઘર્ષનો અંત આવે છે. કૌશલ્ય : યોગ દ્વારા વ્યક્તિ કૌશલ્ય પ્રાપ્ત કરે છે. ભગવાન શ્રીકૃષ્ણએ કહ્યું છે કે કાર્ય-કૌશલ્ય એ યોગ છે.' - આપ કોઈપણ પરિસ્થિતિમાં કેટલી કુશળતાપૂર્વક કામ કરો છો, અને આપના સંવાદમાં કેટલી કુશળતા છે તે ખૂબ મહત્વનું છે. આનંદઃ પ્રત્યેક વ્યક્તિ શું ચાલે છે? દરેક વ્યક્તિ શાંત, ખુશ અને સ્વસ્થ રહેવા ચાહે છે. પરંતુ મન ભૂતકાળ અને ભવિષ્ય વચ્ચે ઝૂલતું રહે છે, તે સ્થિતિમાં શાંતિ કઈ રીતે મળે? આપણા મનને વર્તમાન ક્ષણમાં લાવવા આપણે પ્રયત્નશીલ બનવું પડે છે, અને તે જ યોગ છે. મનની વૃત્તિઓ : મહર્ષિ પતંજલિ લિખિત યોગસૂત્રો અનુસાર મનના વિકારોથી મુકિત એજ યોગ છે. જો આપણે મનનું નિરીક્ષણ કરીશું તો સમજાશે કે મન આ પાંચ પ્રવૃત્તિઓમાંથી કોઈપણ એક સાથે હમેશા જોડાયેલું હોય છે. * પ્રમાણ : ઉત્તરની શોધ * વિપર્યાય : નિષ્કર્ષ પર આવવું * વિકલ્પ : કલ્પના કરવી * નિંદ્રા : સ્વપ્ન * સ્મૃતિ : વીતી ગયેલ ઘટનાઓનું સ્મરણ કરવું. મન હંમેશા પ્રમાણ માંગે છે. આપે આ બાબત પર ધ્યાન આપ્યું છે ? આપ સ્વીન્ઝર્લેન્ડમાં છો, તે કઈ રીતે સાબિત કરી શકાય? આપ આપની સમક્ષ આપ્સ પર્વતો નિહાળી રહ્યાં છો, તેનો અર્થ એ કે આપ સ્વીટ્ઝર્લેન્ડમાં છો. તો આ પ્રત્યક્ષ પ્રમાણ થયું. પ્રત્યક્ષ કે જે સ્વાભાવિક છે, સન્મુખ છે. અને જેનો અનુભવ કરી શકાય છે. તે જ રીતે અન્ય એક પ્રમાણ અનુમાન પ્રમાણ છે. જે સન્મુખ નથી, કદાચિત સ્વાભાવિક પણ નથી, પરંતુ તેને તર્ક દ્વારા જાણી અને સમજી શકાય છે. અને એ જ રીતે આગમ પ્રમાણ છે, જે શાસ્ત્ર આધારિત છે. શાસ્ત્રમાં લખ્યું છે, માટે સત્ય; તેવું આગમ પ્રમાણ સૂચવે છે. તો મન આ રીતે કામ કરે છે. આપ નિરંતર એક યા બીજા પ્રમાણની, સાબિતીની શોધ કર્યા કરો છો. જ્યારે આપ પ્રમાણની આ વૃત્તિને છોડો છો, ત્યારે યોગ ઘટિત થાય છે. અને ત્યારે આપ ભીતર જાઓ છો, સ્વમાં કેન્દ્રિત થાઓ છો. ભીતર જઈને સ્વમાં સ્થિર થવા માટે કોઈ જ પ્રમાણની જરૂર નથી. જેનું પ્રમાણ આપી શકાય છે, તેનું ખંડન પણ કરી શકાય છે. પરંતુ સત્ય પ્રમાણખંડનથી પરે છે. આપ ઈશ્વરના અસ્તિત્વને સાબિત કરી શકતા નથી, પરંતુ છે છે 172 યોગમાર્ગની અંતર્દષ્ટિ - યોગમાર્ગની અંતર્દષ્ટિ | 173]