Book Title: Yogmargni Antdrashti
Author(s): Rashmi Bheda
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 86
________________ રહ્યો છે. તે રીતે આ યોગનો આરંભ સ્વ ક્રાંતિમાં સમાયેલો છે. તેથી રોજબરોજનાનાના મોટા તમામ કાર્યોનું સરખુ મહત્ત્વ છે. તમામ કાર્યો પ્રભુને અર્પણ કરવાના ભાવથી કરવાના હોઈ, પરમ ચેતના તરફ સતત જાગૃત થવાના આ બધા વાના છે. તેથીસ્તો તેમના મતે સંપૂર્ણ જીવન એક યોગ હોવાને પરિણામે, આ યોગમાં વ્યક્તિએ ત્રણ સઘન પ્રયત્ન કરવાના છે. એક, દિવ્ય ચેતનાની પ્રબળ અભીપ્સા સેવવી અને તે સતત પ્રજવળતી રાખવી. બે, દિવ્યચેતના પ્રતિ પૂર્ણ સમર્પણ ભાવ રાખવો અને પરિત્યાગ દ્વારા સતત પરમની ઉત્કટ ચાહના કરવી. પરંતુ આ સ્થિતિ પ્રાપ્ત કરવા માટે એક માત્ર વસ્તુની પહેલી અનિવાર્યતા, પોતાની અંદર અવિચલ શાંતિની સ્થાપના કરવી તે છે. જેમ જેમ વ્યક્તિ પોતાની જાતમાં આ પરમ સંવાદિતાનો અનુભવ કરતો જાય છે, તેમ તેમ તે પરમની કણાનો ઓત આત્મસાત કરતો રહે છે. પોતાનામાં રહેલી શાંતિ આ તમામ પ્રક્રિયાની સાક્ષી બને છે અને એક સહજ ભાવ પ્રવર્તવા માંડે છે. આ યોગા પ્રક્રિયાના આરંભે જ એક વાત સમજી લેવા જેવી છે, આ સમગ્ર વિશ્વ પ્રભુની સ્વયંમાં સ્વયંની લીલા છે, આપણે આ દિવ્ય ચેતનાનું કેન્દ્ર છીએ અને તેની પ્રક્રિયા અને તેની ગતિની કડી છીએ એટલે જ આ યોગને પૂર્ણ યોગ તરીકે ઓળખવામાં આવે છે. રાજયોગ, ભક્તિયોગ અને કર્મયોગ. એમાં ત્રણેનું આ યોગમાં સાયુજ્ય છે. એમ પણ કહી શકાય. શ્રી અરવિન્દનો યોગ તે રૂપાંતરનો યોગ છે. અસ્વીકાર નહિ પણ સ્વીકાર કરીને દિવ્ય તત્વની હાજરી અનુભવતા આપણી બધી વૃત્તિ, પ્રવૃત્તિનું, રૂપાંતર દિવ્યતામાં કરવાનું છે, જેથી જે કાંઈ કરીએ તે પરમને અર્પણ કરી શકાય. સાધકે આમ સાત્વિકનું જ્યોતિમાં, રાજસિકનું તેજમાં અને તેમસનું શાંતિમાં રૂપાંતર કરવાનું હોય છે. એક મહત્ત્વનું બીજું સ્તર આ યોગમાં આરોહણ અને અવતરણની ભૂમિકાને અનુભવવી તે છે. સામાન્ય રીતે આપણે કશું રૂપાંતર કરવા તત્પર હોતા નથી અને ઉચ્ચ ચેતનાને ઝંખીએ છીએ. આપણે આપણી પ્રાણીજન્ય વૃત્તિઓ અને નિમ્ન સ્તરના આવેગોનું આ બૃહદ ચેતનાના સંસ્પર્શથી રૂપાંતર સાધવાનું છે. પરંતુ આ બે વાત સાથે સાથે શક્ય નથી. આપણે જેવા છીએ તેવા રહીએ અને છતાં પરમને પામીએ તે શક્ય નથી. આપણે સ્વજાગૃતિથી ઉપર ઊઠવાનું છે અને તો જ ઉપરની ચેતનાનું અવતરણનું વાતાવરણ રચાશે. નીચેથી પ્રગટ થતો અપ્રતિમ સાદ અને ઉપરથી મળતો પરમ કરૂણાનો સાથ તે જ એક માત્ર પ્રક્રિયાનું મહત્ત્વ છે. શ્રી અરવિન્દ્રના પ્રતીકમાં તેના અર્થ આ વાત દર્શાવાયેલી છે. (નીચે ઉતરતો ત્રિકોણ તે સત-ચિત-આનંદનું પ્રતીક છે. ઉપર ચઢતો ત્રિકોણ તે , છે જડત્વમાંથી જીવન, પ્રકાશ અને પ્રેમરૂપે જે અભિપ્સામય પ્રત્યુત્તર પ્રગટ થાય તેનું પ્રતીક છે. એ બન્નેનું મિલન - વચલો ચતુષ્કોણ - તે પૂર્ણ આવિર્ભાવ છે. એના કેન્દ્રમાં પરમાત્માનો અવતાર - કમળ છે. પાણી ચતુષ્કોણની અંદરનું - તે બહુરૂપતાનું સૃષ્ટિનું પ્રતીક છે.) વાસ્તવમાં આ યોગમાં સ્વની સ્વ દ્વારા ક્રાંતિકારી શોધ છે. પ્રથમ ઉર્ધ્વ ભણી સંક્રાત થતી સ્વ ચેતના સક્રિય થાય છે, અને પછી તેને ઊચ્ચ ચેતનાનો પ્રતિસાદ મળે છે. જે એક એવા રૂપાંતરનું સર્જન કરે છે, સમગ્ર મનુષ્ય ચેતનાને ઉત્ક્રાંત કરે છે, એક સ્થાઈ સક્રિય સર્જનાત્મક આધ્યાત્મિક પ્રવાહ તરફ વાળે છે. વ્યક્તિનો આ ઊચ્ચ સ્થાઈ ભાવ ટકાવી રાખે છે, શ્રી અરવિન્દ આ ભીતરની પ્રક્રિયાને કારણભૂત આત્મતત્વને સાઈકિક બીઈંગ કહે છે. જેને આ પ્રક્રિયાના કેન્દ્રમાં રાખ્યું છે. યોગમાં તેનું આગવું સ્થાન છે, જે વ્યક્તિને સહજ માર્ગદર્શન આપે છે અને તેનું સતત ઉત્થાન કરે છે. એક બૃહદ ચેતનામાં તેને જોડી રાખે છે. પરંતુ આ આખી પ્રક્રિયાનો પ્રબળ સેતુ મા ભગવતીની કણાનો છે. ‘માં’ નામની અતિ મહત્વની પુસ્તિકામાં શ્રી અરવિન્દ આ બ્રહ્માંડના સર્જનમાં આ શક્તિની ભૂમિકાની વાત દર્શાવે છે. મનુષ્ય જાતિની આ સમગ્ર ઉત્ક્રાંત ચેતનાને વહેવડાવવાનું તેને સક્રિય રાખવાનું કાર્ય મા ભગવતીની ચાર શક્તિઓ કરે છે. મહાકાલી, મહાલક્ષ્મી, મા ભગવતી અને મા સરસ્વતી. દરેકની ચેતનાનું સ્તર અલગ અલગ હોય છે અને તેનું કાર્યક્ષેત્ર પણ. મા સરસ્વતી પરમ સંવાદિતાનું કરણ બને છે. તો મહાલક્ષ્મી અર્થને શુદ્ધ હાથોમાં જવા પ્રેરે છે. સૌથી મહત્વની વાત આરંભે જ સાવિત્રીની કાવ્યપંક્તિઓમાં દર્શાવેલી છે, આ યોગમાં શરીરનો ભોગ નહિ પણ તે દ્વારા યોગનો મહિમા છે. આ ઉત્ક્રાંત ચેતના શરીર અને જગતના અણુ અણુના માધ્યમથી કાર્ય કરે છે. ‘મા’ પુસ્તિકામાં એક રહસ્ય શ્રી અરવિન્દ ઉદ્ઘાટીત કરે છે. કદાચ તે તેમની આગવી શોધ છે. આ દિવ્ય ચેતનાની હાજરી શરીરમાં તેની મજ્જા અને અધિરમાં, કોષ કોષમાં અનુભવાવી જોઈએ. આ વાત કદાચ પહેલીવાર આધ્યાત્મિક જીવન સંદર્ભે થઈ છે. આ પુસ્તકમાં શ્રી અરવિન્દ જણાવે છે: ‘તમારી શ્રદ્ધા, દિલની સચ્ચાઈ અને સમર્પણ એ ત્રણે વસ્તુઓ જેમ જેમ વધારે સંપૂર્ણ થતા જશે તેમ તેમ માની કરુણા અને સંરક્ષણ તમારી સાથે વધારે ને વધારે રહેશે તથા તમને વધારે ને વધારે મળી રહેશે, અને દિવ્ય મહાશક્તિ માની કશ્મા અને રક્ષણ તમારી આજુબાજુ હોય, તો પછી તમને કોણ આંગળી પણ અડકાડી શકે તેમ છે? અથવા તો, તમને કોનો ભય હોઈ શકે? એની કષ્ણા અને રક્ષણનો સ્વલ્પ અંશ પણ તમને સઘળી મુશ્કેલીઓ બાધાઓ અને છે FINAL 158 યોગમાર્ગની અંતર્દષ્ટિ યોગમાર્ગની અંતર્દષ્ટિ 159

Loading...

Page Navigation
1 ... 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120