Book Title: Yogmargni Antdrashti
Author(s): Rashmi Bheda
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 84
________________ છે. જ્ઞાનમાં સ્થિર ચિત્તવાળાં બધાં કર્મો લય પામે છે. બધાય યજ્ઞોમાં જ્ઞાનયજ્ઞ શ્રેષ્ઠ છે, કારણ કે, કર્મમાત્ર જ્ઞાનમાં સંપૂર્ણ સમાઈ જાય છે. આત્માના જ્ઞાનથી જ જેનું અજ્ઞાન નાશ પામ્યું છે તેનું આત્મજ્ઞાન તે પરબ્રહ્મને પ્રકાશિત કરે છે. જ્ઞાની એક પ્રકારની પરમશાંતિ, પરમઆનંદ અને પરમપ્રેમની અવસ્થા અનુભવે છે. જ્ઞાનનો સિીધો સાદો અર્થ ભાન લઈ શકાય. આત્મજ્ઞાન એટલે આત્મભાન, પોતે કોણ છે તે સમજાવું, પોતે કોણ છે તેનો વિચાર કરવો તે આત્મવિચાર છે અને એકનિષ્ઠાથી આત્મવિચાર કરો ત્યારે આત્મવિચાર યોગ ચાલે છે એમ કહેવાય. આ યોગનો અનુભવ લેતા એક, અખંડ, એકરસ, આવાક્શનઅગોચર, સ–ચિત્ આનંદમય સ્થિતિ થાય છે. સંદર્ભ ગ્રંથઃ અગિયારમી દિશા સંગ્રાહક : નારુશંકર ભટ્ટ સંપાદક : વૈકુંઠલાલ શ્રી. ઠાકોર યોગશાસ્ત્રમાં મૈત્રી, કૃણા, મુદિતા અને ઉપેક્ષા આ ચાર ભાવનાઓ કરવાનીકહી છે. આ વૃત્તિઓ જેમ વધશે તેમ દ્વેષભાવના, નિષ્ફરતા, ઈર્ષાનો ભાવ, ખેદ કરવાની વૃત્તિ વગેરે પલટી શકાશે. આ ભાવનાઓને વધારવાથી પ્રેમ વધશે, હૃદયની કોમળતા વધશે, પ્રસન્નતા વધશે અને સાથે માનસિક ઉત્સાહ પણ વધશે. યોગશાસ્ત્રની દૃષ્ટિએ ભાવના મહત્ત્વની છે. ભાવનાની દઢતા શ્રદ્ધામાં પરિણમે છે.. ભાવના એટલે શુભ સંસ્કારોનો પુટ આપવો. શુભાશુભ સંસ્કારોની ગાંસડી તે મન. અશુભને ધોવા માટે શુભ વધારો એ જ સરળ ઉપાય છે અને શુભથી પણ શુભતર, શુદ્ધ, શુદ્ધાતિશય તો એક આત્મા છે. એનું સ્મરણ, મનન અને નિદિધ્યાસન અશુભ કે અશુભ સંસ્કારોને શુદ્ધ કરવાનો ઉત્તમ ઉપાય છે. જીવનનાં કાર્યો કરતી વખતે બની શકે એટલી વિવેકબુદ્ધિ વાપરો, સાથે માત્ર એક જ વિચાર પર ધ્યાન કેન્દ્રિત કરો, ‘હું કોણ ?', હું આત્મા, આત્મા કેવો છે? એક, અખંડ, પૂર્ણ બ્રહ્મ, શુદ્ધ, નિત્ય, મુક્ત, સ–ચિ-આનંદસ્વરૂપ છે. સમાધિ એટલે મનની પરમશાંત સ્થિતિ, સંકલ્પવિકલ્પરહિત સ્થિતિ, ચિત્તની એકાગ્રતા. એક અખંડ તત્ત્વ સાથે એકરૂપતા (નિદિધ્યાસનની અંતિમ દશા), અહંભાવનો વિલય. જ્યારે મને સંકલ્પશૂન્ય અને શાંત બની જાય છે, ત્યારે તે સમાધિમાં છે એમ કહેવાય. જેમ સ્થિર પાણીમાં ચંદ્રનું પ્રતિબિંબ દેખાય છે, તેમ સ્થિર મનમાં કે સમાધિસ્થ મનમાં તે સ–ચિ-આનંદસ્વરૂપનાં દર્શન સાફ થાય છે. યોગની ભાષામાં સમાધિના બે પ્રકાર છે - નિર્વિકલ્પ સમાધિ અને સવિકલ્પ સમાધિ અથવા અસંપ્રજ્ઞાત સમાધિ અને સંપ્રજ્ઞાત સમાધિ, એક, અખંડ, સત્-ચિઆનંદ સાથે એકરૂપ થઈ જવું, અખંડ બ્રહ્માકાર વૃત્તિ થવી, જ્ઞાતા, જ્ઞાન અને શેય એ ત્રિપુટીનું ભાન ભુલાઈ જવું એ સ્થિતિ નિર્વિકલ્પ સમાધિ છે. આ સ્થિતિ લાંબો સમય રહેતી નથી. એ સ્થિતિ ત્રણ મિનિટથી વધારે રહે તો દેહભાન સંપૂર્ણ જતું રહેશે. ‘હું કોણ છું', એનો જવાબ મળે છેઃ એક, અખંડ, પૂર્ણ, બ્રહ્મ, સત્વ, શુદ્ધ, નિત્યમુક્ત, નિરાકાર, નિરંજન, નિર્વિકલ્પ, સર્વવ્યાપક, નિર્ભય, જન્મમરણરહિત, સચિ -આનંદસ્વરૂપ પરબ્રહ્મ હું છું. બ્રહ્મના ચિંતનના સમયે જે પરમભાવ રહે છે તે સવિકલ્પ સમાધિ છે. તેને સંપ્રજ્ઞાત સમાધિ કહે છે. સવિકલ્પ સમાધિ કરતા કરતા નિર્વિકલ્પ સમાધિ પર જવાશે. આત્મવિચાર યોગને આચરણમાં મૂકનાર માટે આખા બ્રહ્માંડનું જ્ઞાન સરળ થાય છે. જ્ઞાનને પ્રકાશ સાથે સરખાવાય છે. ગુફાનો અંધકાર જેમ હજારોહજારો વર્ષ જૂનો હોવા છતાં પ્રકાશ થાય તો તરત જ નષ્ટ થાય છે, તેમ જ્ઞાન થતાં અજ્ઞાનરૂપી અંધકાર ઊડી જાય છે. જ્ઞાન કામરૂપી, વાસનારૂપી, આસક્તિરૂપી આવરણોથી ઢંકાયેલું FINAL - 16-01-19 154 યોગમાર્ગની અંતર્દષ્ટિ યોગમાર્ગની અંતર્દષ્ટિ ,155

Loading...

Page Navigation
1 ... 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120