Book Title: Yogmargni Antdrashti
Author(s): Rashmi Bheda
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 83
________________ જ્ઞાનયોગી શ્રી ચંદુભાઈનું આત્મદર્શન ડૉ. રશ્મિબેન ભેદા રદેર ગામના વતની જ્ઞાનયોગી શ્રી ચંદુભાઈ સો ટચના બ્રાહ્મણ હતા. બ્રહ્મવિદ્યા આગળ બીજી બધી બાબતોને જે ગૌણ ગણે તે બ્રાહ્મણ. અધ્યાત્મમાર્ગમાં જેને બ્રહ્મજિજ્ઞાસા કહેવાય તેવી ઉત્કટ જિજ્ઞાસા હોવી એ જ ખરી જીવનમૂડી ગણાય. ચંદુભાઈની જીવનયાત્રાનું સૌથી ચરમલક્ષ્ય સ્વરૂપની શોધ કરવાનું હતું. ચંદુભાઈએ ભગવા વસ્ત્ર ધારણ ન કર્યો અને સંસાર ન છોડયો. ક્યારેક એવા સંસારીઓ પણ હોય છે, જેઓ લોકારશ્યમાં રહે છે તોય બધી માયાઓથી વેગળા રહીને જનક વિદેહીની માફક જીવી જાય છે અને જીવનમાં જે કાંઈ ખરેખર પામવા જેવું હોય છે તે પામે છે. શ્રીકૃષ્ણ સાંખ્ય અને કર્મને એકરૂપ જોવાનું મહત્વ બતાવ્યું. જ્ઞાનયોગી ચંદુભાઈએ આવી પડેલાં હજ કર્મો કરતાં રહીને જ્ઞાન અને કર્મનો આવો કૃષ્ણપ્રેરિત સમન્વય સાધી બતાવ્યો. એમનો જન્મ ઈ.સ. 1880 ના એપ્રિલ મહિનામાં થયો હતો. નવ વરસની ઉંમરે પિતાશ્રીનું મૃત્યુ થયું. 1885 ના એમનાં લગ્ન ગોદાવરીબેન સાથે થયાં. કૉલેજના ભણતર વખતે રામકૃષ્ણ પરમહંસનાં બોધવચન તેમ જ સ્વામી વિવેકાનંદનું લખેલ ‘પતંજલિ યોગ' વાંચ્યું અને તે પ્રમાણે પ્રેક્ટિસ કરવા માંડી, સાથે ગાયત્રીનું રટણ પણ ચાલુ કર્યું હતું. એમને એક જ લગની લાગી હતી કે હું જીવનનો કોયડો ઉકેલવા આવ્યો છું અને તે જેટલો જલદી ઉકેલાય તેટલું સારું. ઈ.સ. ૧૯૧૩માં એમનો પરિચય શ્રી દેવીદાનજી મહારાજ સાથે થયો. મહાત્માશ્રીની કૃપાથી ચંદુભાઈ પોતાને જોઈતી શાંતિ મેળવી શક્યા. દેવીદાનજીને તેઓ ગુરુ નહીં, પણ પ્રભુનો અંશ માનતા. દેવીદાનજી પોતે કહેતા કે કોઈ કોઈનો ગુરુ નથી, આપ પોતે જ ગુરુ છો, મનને શિષ્ય બનાવી દો એટલે બસ. હવે ચંદુભાઈના વિચારો એમના જ શબ્દોમાં 16-01-19 -નિર્ભય, અજર-અમર સત્ તે હું, સન્નાં લક્ષણો એ મારાં લક્ષણો. અહીં જ ' ઘerfe’ બ્રહ્મ છું), તત્ત્વમસિ (તે તું છો), આમા જો ઘરમા (આત્મા એ જ પરમાત્મા)ની એક વાક્યતા સિદ્ધ થાય છે). હું શરીર નથી, મન નથી, બુદ્ધિ નથી, અહંકાર નથી, પણ આત્મા છું, એવો નિશ્ચય થવો એ જ પરમસિદ્ધિ છે. જ્યિાં શરીરનો વિચાર જતો રહ્યો, ત્યાં મન સંકલ્પશૂન્ય અને શાંત થઈ જાય છે. શાંત મન એ જ શુદ્ધ મન છે. સંકલ્પરહિત શાંત, સ્થિર અને શુદ્ધ મન, કેવળ બ્રહ્મ, શુદ્ધ ચૈતન્યજ્ઞાન, પરમાત્મા કે આત્મા એક જ છે. આ જ્ઞાન મેળવવા માટે શ્રવણ, મનન અને નિદિધ્યાસન જોઈએ. જ્ઞાન થાય છે એટલે સંજોગો જોવાની દૃષ્ટિ ફરી જાય છે. જ્ઞાની પણ ખાય છે, પીએ છે, હસે છે, બોલે છે, કામધંધો કરે છે. બાવળના વૃક્ષને એક સુથાર જુએ છે, એક દાતણ કાપવાવાળો જુએ છે અને એક ભરવાડ જુએ છે. ત્રણે જુએ છે, છતાં ત્રણેની દૃષ્ટિમાં ભેદ છે. સુથાર તેમાં ઈમારતી લાકડું જુએ છે, દાતણવાળો દાતણ જ જુએ છે અને ભરવાડ ઝાડના પાલાને જ જુએ છે. તેમ જ્ઞાની અને અજ્ઞાની બંને જગતને જુએ છે, પણ જ્ઞાની તેને ધર્મમય દૃષ્ટિથી - બ્રહ્મમય દૃષ્ટિથી જુએ છે. અશાની અધર્મમય દષ્ટિથી, અહમભાવવાળી દૃષ્ટિથી જુએ છે. જ્ઞાનીની ભાવના ફરી ગઈ હોય છે, એ સમજે છે, દેહ વગેરે ક્રિયાઓ કરે છે. ઉપાધિસહિત કે ઉપાધિરહિત, હું તો તે જ એક અખંડ, નિરાકાર, નિર્વિકલ્પ, સ–ચિ-આનંદસ્વરૂપ આત્મા છું. યોગ એટલે જ્ઞાન માટે, ભક્તિ માટે, અગર કર્મ માટે પ્રભુ સાથેનું અનુસંધાન (જોડાણ). મનુષ્યની અંદર અને બહાર જે એક સર્વજ્ઞ અને સર્વશક્તિમાન તત્ત્વ છે તેની સાથે યોગી પોતાને સીધા સંબંધમાં જોડી દે છે. જ્યારે માણસ પોતાનો અહંકાર છોડી ઉપર ચડે છે અને બીજા માટે પોતાનું જીવન છે તેવી ભાવનાથી જીવે છે, બીજાનાં સુખ-દુ:ખમાં ભાગીદાર બને છે. જ્યારે તે સંપૂર્ણ રીતે કર્મોનું આચરણ કરે છે, પણ ફળની ચિંતા છોડી દે છે, પોતાનાં બધાં કર્મો પ્રભુને અર્પણ કરી દે છે, જ્યારે હું શરીર છું, અંતઃકરણ છું, મન છું, આ બધું જ ‘હું' છું એ વિચારોથી પર થાય છે અને પોતાના ખરા સ્વરૂપની પિછાન કરે છે. જ્યારે એને લાગે છે કે પોતે અમર છે અને મૃત્યુ અસાર છે, હૃદયમાં જ્ઞાન ઊતરી રહ્યું છે, મન-વાણી-ઈંદ્રિયો દ્વારા એ દિવ્ય શક્તિ જ કામ કરી રહી છે આમ હદયના પૂરા ભાવ સાથે અનુભવે છે. આનું નામ સાચો યોગ. આત્મવિચાર યોગમાં સાધક જ્યારે આત્મધ્યાન કે સ્વરૂપચિંતન કરે છે ત્યારે મન એક અપૂર્વ આનંદ અનુભવે છે, એ સંપૂર્ણ શાંત અને સ્થિર હોય છે. માનસિક વિકાસ માટેની આ જ યોગ્ય ભૂમિકા છે, બીજું આત્મવિચારમાં ઈન્દ્રિયસંયમ સ્વાભાવિક થઈ પડે છે. L જોઈએ... સત્ એટલે શું? જે ત્રણે કાળમાં - ભૂત, ભવિષ્ય અને વર્તમાનમાં એકસરખું રહી શકે તે સત્. સત્ શરીર, મન અને બુદ્ધિથી પર છે. શરીર, મન, બુદ્ધિ વગેરેને હું જાણું છું, પણ એ બધાં મને (‘હુંને) જાણતાં નથી તેમ જ એ બધાના નાશથી મારો (હું નો) નાશ થતો નથી. શરીર, મન વગેરે અસતુ, અનિત્ય છે અને હું સત્ નિત્ય છું. સત્ નિરાકાર, નિરંજન, નિર્વિકાર, નિર્વિકલ્પ, સ–ચિ-આનંદસ્વરૂપ, 152 યોગમાર્ગની અંતર્દષ્ટિ યોગમાર્ગની અંતર્દષ્ટિ |153 |

Loading...

Page Navigation
1 ... 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120