________________ શ્રી સ્વામી શિવાનંદજી યોગ અનુભૂતિઓ સ્વામી આધ્યાત્માનંદજી ગુરુ ભગવાન શ્રીમત્ સ્વામી શિવાનંદજી મહારાજનો જન્મ શતાબ્દી ઉત્સવ એકસો દિવસ સુધી ઉજવવામાં આવ્યો હતો. તે દિવસોમાં એર ઈન્ડિયાના ચેઅરમેનના ધર્મપત્ની શ્રીમતી શકુંતલા ભલા માતાજીએ પંજાબી ભાષામાં ભાંગડાના ટપ્પા લખીને મને ગાવાનું કહેલું આખી પ્રશસ્તી પૂજ્ય સ્વામી શિવાનંદજી મહારાજનું યશોગાન અને તેમને વરેલી યોગની સિદ્ધિઓની ઝલકની હતી. બારાં બરસી ખટણ ગયાસી, તે ખટકે લે આયા મલાઈ ના દેવે પુડીયા, ના દેવે મીશ્ચર, ના દેવે દવાઈ! બારાં બરસી ખટણ ગયાસી, તે ખટકે લે આયા બદામ હથ લગાકે અખ મિલાકે વો કર દેદા આરામ બારાં બરસી ખટણ ગયાસી, તે ખટકે લે આયા બરફી લોક્કી મંગણ પૈહા, તે વો દૈદાસી અશરફી! બારાં બરસી ખટણ ગયાસી, તે ખટકે લે આયા મોન! લોક્કી પૂછણ લગે તે હા યોગી કૌન? બારાં બરસી ખટણ ગયાસી, તે ખટકે લે આયા ભાપ લૂકદા છૂપદા થોડદા ફિરદા, તે સ્વામી શિવાનંદ બન ગયા જહાઁ દા માઈ બાપ! ઓય બધે બધે...' સ્વામી શિવાનંદજી ડોક્ટર તો હતા જ. પરંતુ લોકોને તેમનામાં એટલી બધી શ્રદ્ધા અને વિશ્વાસ હતા કે સ્વામીજી કોઈ દવા, ગોળી કે મીશ્ચર ન આપે તો પણ માત્ર આંખો મેળવીને કે હાથના સ્પર્શમાત્રથી જ આરામ પહોંચાડતા હતા. કોઈ એક પૈસો માગે તો અશરફીનું દાન તેઓ કરતા, છતાં મૌન રહેતા અને એકાંત સેવતા હોવા છતાં પણ તેઓ જગતમાં સુવિખ્યાત માતા પિતા સમાન સંત થઈને રહ્યા. સ્વામી શિવાનંદજીએ કદીયે જાહેરમાં તેમની દિવ્ય સિદ્ધિ શક્તિઓનું પ્રદર્શન કર્યું ન હતું. લોકોને પોતાની તરફ આકર્ષવા માટે આવા આવા કોઈ દેખાવો કયાં ન હતા. સ્વામીજી ચમત્કારોને તો કદીયે મહત્ત્વ આપતા ન હતા. છતાં 1| યોગમાર્ગની અંતર્દષ્ટિ FINAL - 16-01-19 વિશ્વમાં ચોપાસ સ્વામીજીના ભક્તો હોય કે ન પણ હોય તેવા અગણિત લોકોએ તેમના યોગની અનુભૂતિઓના કૃપા પ્રસાદને માણ્યો હતો. ભારતના ભૂતપૂર્વ દિવંગત રાષ્ટ્રપતિશ્રી વી. વી. ગિરિજીના પુત્રવધુ અ.સૌ. મોહીની ગિરિના માતુશ્રી શ્રીમતી વાણીબાઈ રામ આકાશવાણી દિલ્હી ખાતે પ્રોગ્રામ એકઝયુકેટીવ હતા. એક દિવસ તેમનો તાર (ઈ.સ. 1966) શિવાનંદ આશ્રમ ષિકેશ ખાતે આવ્યો. “આજે સવારે મારે બારણે કોલબેલ વાગી. મેં દ્વાર ખોલ્યાં. સ્વામી શિવાનંદજી ઊભા હતા. તે આભા ન હતી. તેઓ પ્રત્યક્ષ સ્થૂળ શરીરે હતા. મને કહ્યું, ‘વાણીબાઈ! ચાલો હવે ઘણું થયું.’ અને તે જ ક્ષણે અંતર્ધાન થઈ ગયા. મારે શું સમજવું?' અને આશ્રમનો જવાબ દિલ્હી પહોંચે તે પૂર્વે આકાશવાણીમાં સમાચાર પ્રસારિત થયા કે, ‘સુશ્રી વાણીબાઈનો દેહ વિલીન થયો છે.' આવો જ અનુભવ શિવાનંદ આશ્રમ અષિકેશના... ધિ ડિવાઈન લાઈફ સોસાયટીના આંતરરાષ્ટ્રીય મહાસચિવ શ્રીમત્ સ્વામી કૃષ્ણાનંદજી મહારાજને પણ થયેલો. એક સવારે તેમણે તેમના સેવકને કહ્યું. આજે સવારે સ્વામી શિવાનંદજી મારી પથારી પાસે ઊભા હતા. મને લાગ્યું કે સ્વપ્ન છે. પરંતુ તે નક્કર સત્ય હતું. હું બેબાકળો ઊડ્યો. મેં તેમને દંડવત્ પ્રણામ કર્યા. તેમણે મારો હાથ પકડ્યો, અને કહ્યું “કૃષ્ણાનંદજી! ચાલો હવે ઘણું થયું.’ વાણીબાઈનો અનુભવ 1966 નો હતો. કૃષ્ણાનંદજીનો 2001 નો હતો. સ્વામી શિવાનંદજીનું મહાપ્રયાણ તો 13 જુલાઈ 1963 ના રોજ થયું હતું. આમ યોગીનું શરીર ભલે પંચભૂતને પ્રાપ્ત થાય. પરંતુ તેમની યોગ અનુભૂતિઓ અને સિદ્ધિની સૂક્ષ્મ ચેતનાઓ દીર્ધકાળ સુધી કાર્યાન્વિત હોતી હોય છે. દક્ષિણ આફ્રિકામાં 76 વર્ષના એક ભગત મહિલાને પારકીન્સન રોગ થયો હતો. તેમની દિકરીએ સ્વામીજીને મદદ અને રોગમુક્તિ માટે પ્રાર્થના પત્ર લખ્યો હતો. જે દિવસે જવાબ આવ્યો તે જ દિવસે આ વૃદ્ધ મહિલાની આંગળીઓ સીધી થઈ ગઈ હતી. ચીનનો એક યાત્રી આશ્રમ આવેલો. તેને આખાયે શરીરમાં શીળસ નીકળ્યું હતું. સ્વામીજીના એક સ્પર્શ માત્રથી તે નવજીવન પામ્યો હતો. રીમા લેટવિયામાં એક મહિલાના રોગને ડોક્ટરો પારખી જ શકતા ન હતા. સ્વામીજીએ થોડી સૂચના લખી મોકલાવી હતી. તે બહેન રોગમુક્ત થઈ દીર્ધાયુગને પામી હતી. અમેરિકાના ફલોરીડા રાજ્યના મિયામી શહેરમાં હજુ પણ સ્વામી જ્યોર્તિમયાનંદજી હયાત છે. તેઓએ કહ્યું, ‘મારે એપેન્ડિસાઈટિસનું ઓપરેશન - યોગમાર્ગની અંતર્દષ્ટિ 165