________________ યોગી હરનાથ 23 ડૉ. રમિબેન ભેદા - છે'. એમની ગુરુપરંપરા નાથયોગીની હતી, એમના યોગારંભ વખતે જ જીવન અને મૃત્યુ કેવા સ્વપ્નવત્ છે તેનો તરત ખયાલ આવી જતો. તમે અને તમારાં વસ્ત્રો જુદાં છે એમ તમને કહેવું પડતું નથી તેમ શરીર અને જીવાત્મા તદ્દન જુદાં છે એમ તમને કહેવું પડતું નહોતું. એમના ગુરુ યોગીવર શ્રી અમરનાથે એમને સ્થૂળ દેહમાંથી સૂક્ષ્મ દેહ કેવી રીતે નોખો પડે છે તે સમજાવ્યું, નારિયેળનો ગોટો પરિપક્વ થતા જેમ કાચલીથી અલગ પડી જાય છે તેમ પંચમહાભૂતના સ્થળ આવરણથી અલગ અપંચીકૃત સૂક્ષ્મ દેહ યોગાગ્નિથી જુદો પડી જાય છે. સાધકને ધ્યાનસિદ્ધિ થાય છે ત્યારે સર્વપ્રથમ આ સ્થૂળ દેહથી પોતે જુદો છે એવો અનુભવ થાય છે. પોતાના સંપલ્પ-વિકલ્પ, ગણા-અણગમા, આચાર-વિચાર માત્ર આ જન્મથી મળેલાં નથી, પણ એ સર્વ પાછળ પૂર્વકર્મોનું એક સળંગ સૂત્ર ચાલ્યું આવે છે તેની ઝાંખી થાય છે. કોઈ વાર જીવન-મૃત્યુ કે વ્યક્ત-અવ્યક્તની સીમારેખા ભેદીને તેની સ્મૃતિ જન્માંતરના પ્રદેશમાં પહોંચી જાય છે. સામાન્ય માણસ પૂર્વકર્મોથી ઠેલાતો અશાનમાં આથડે છે, રાગદ્વેષમાં બળેઝળે છે, પણ યોગીને પ્રત્યક્ષ ઝાંખી થતાં દેહભાવ અને રાગદ્વેષથી તે અલિપ્ત બની જાય છે; સ્વયંભૂ વિવેક જાગે છે, સહજ વૈરાગ્ય ઊપજે છે અને અનંતના મેદાનમાં જીવન-મૃત્યુ એક ખેલ બની જાય છે. આત્મસ્વરૂપ દર્શાવે એ સાચી વિદ્યા. મુક્તિ અપાવે તે ઉપદેશ. આત્મદર્શન એ કોઈ માન્યતા કે પ્રતારણા નથી, એ એક અનુભૂત સત્ય છે. યોગી હરનાથ પોતાનો આત્મિક અનુભવ વર્ણવતા કહે છે, ગુરુમહારાજની કૃપાથી જ્યારે ત્રિકુટીભેદ થયો ત્યારે ત્રણ વસ્તુ એકીસાથે મળી : સ્વતંત્રતા, સ્વાનંદ અને સહજ જ્ઞાન. મારું અસ્તિત્વ કોઈ બાહ્ય વસ્તુ પર અવલંબતું નથી, પણ મહાકાળની છાતી પર સ્વયમેવ સ્થાપિત થાય છે મારી અંદર અને બહાર અપાર આનંદનાં મોજાં મેં ઊછળતાં જોયાં અને કોઈ પણ વસ્તુ પર ધ્યાન કેન્દ્રિત કરતાં તેના રહસ્યનું મને અનાયાસ જ્ઞાન થવા માંડ્યું.” ત્રિકુટી એ યોગિક પરિભાષાનો શબ્દ છે. શ્વેત અને અદ્વૈતથી વિલક્ષણ એમાં સમ તત્ત્વને અવધૂત યોગીઓ સાધતા આવ્યા છે. એમના આરાધ્ય પરમ શિવ સર્વ ભેદોથી પર છે ને નિત્ય સ્થિર છે. સાથેસાથે પોતાની શક્તિ વડે આ વિશ્વનાં અનંત રૂપોમાં વિહાર કરે છે. શિવ-શક્તિની રમણા છે આ સંસાર. એ મહાશક્તિ મનુષ્યના શરીરમાં પણ બિરાજમાન છે. એનાં બે સ્વરૂપો છે : પ્રકાશ અને વિમર્શ. પ્રકાશથી શિવ-શક્તિના પરમશુદ્ધ અને સર્વોચ્ચ સ્વરૂપનું દર્શન થાય છે. વિમર્શથી એના પર આચ્છાદન છવાઈ જાય છે અને દેશકાળના ભેદથી અનેકવિધ નામ-રૂપ ઊભાં થાય છે. આ બંને સ્વરૂપ સત્ય છે, પણ વિમર્શથી શિવ-શક્તિનો મહાનંદ વિભક્ત થઈ જાય છે, જ્ઞાન વિચ્છિન્ન થઈ જાય છે, સામર્થ્ય વિસ્મૃત થઈ જાય છે. આપણે ‘જે એકને જાણે છે એ સહુ કાંઈ જાણે છે” એવા સમર્થ યોગી માટે કશું દુર્ગમ નથી, કશું અશક્ય નથી, પરંતુ આધ્યાત્મિક ખજાનાને પોતામાં સમાવીને બેઠેલા યોગી જ્યાં ત્યાં પોતાના ખજાનાને ખોલતા નથી, ખોલવામાં માનતા નથી અને જ્યારે જ્યારે એ અનાવરિત થાય છે ત્યારે કાં તો સંતનું કરુણાસભર હદય કારણભૂત હોય છે અથવા ભક્તની શ્રદ્ધાનું દઢીકરણ કરવાનો હેતુ હોય છે. યોગી હરનાથના આધ્યાત્મિક અનુભવો જે જાણીતા કવિ મકરંદ દવેએ એમના પુસ્તક યોગી હરનાથના સાંનિધ્યમાં આલેખ્યા છે, તેનો અંશ અહીં રજૂ કરીએ છીએ. યોગી હરનાથ કહે છે, “વ્યક્તિઓ અનેક છે, તત્વ એક છે, તેથી જેની તત્વનિષ્ઠા સ્થિર થઈ છે, તે સર્વ દેશના અને સર્વકાળના મહાપુરુષોનાં જીવન-વચનમાંથી એ તત્ત્વ તારવી શકે છે. તમે તત્વનિષ્ઠા પાકી કરશો તો એક જ પંથ, પોથી કે પેગંબરનો ધજાગરો લઈ કૂદી પડવાનું મન નહીં થાય. તમારું આપ્તવાક્ય તમને સર્વત્ર મળી રહેશે. આપ્ત એટલે જે પરમ જ્ઞાની છે, સત્યનિષ્ઠ છે અને આપણું આત્યંતિક કલ્યાણ કરે એમ છે, એ જ સાચા આપ્ત છે. એ આપ્તની આગળ આપણા પ્રયત્નનો '' ઉપસર્ગ લગાડી એને જીવનમાં પ્રાપ્ત કરવું જોઈએ. જીવનની સમગ્ર સાધનાને આ ચાર શબ્દો - આપ્ત, પ્રાપ્ત, વ્યાપ્ત અને સમાપ્તમાં જ સમાવી દઈ શકાય. ‘આપ્ત’ જે આપણું કલ્યાણકારક તત્ત્વ છે અને આપણે પ્રાપ્ત કરીએ ત્યારે આપણું જીવન સાર્થક થાય અને એ પ્રાપ્ત થતાં જ એક અપૂર્વ દષ્ટિ ખૂલી જાય છે, એ છે વ્યાપક દષ્ટિ. વ્યાપ્ત એટલે વિશેષરૂપે આપ્ત. અંદર અને બહાર, દૂર અને નિકટ આવી વ્યાપ્ત દષ્ટિ મળે ત્યારે સર્વ પ્રશ્નો સમાપ્ત થઈ જાય છે. અર્થાતુ અનંત વૈવિધ્ય અને વિરોધવાળા લાગતા જીવનને આપણે સમરસ રીતે આપ્ત કરી શક્યા'. યોગી હરનાથ શાસ્ત્રસંગત અને યુક્તિસંગત એવો પોતાનો અનુભવ કહે છે, ‘મન, વાણી અને ક્રિયાની એકરૂપતા સધાતા જ સનાતન વસ્તુ મળે છે, પ્રશ્નોનું આપોઆપ નિરાકરણ થતું આવે છે. શ્રુતિ અને યુક્તિ તો અનુભૂતિના માર્ગે જવા માટે બે પગરખાં છે. વચ્ચે અહંકારના કાંટા અને ભ્રમણાના કાંકરાથી તે બચાવે છે, પણ અનુભૂતિના મંદિરમાં પ્રવેશ કરતા તો બંનેને બહાર ઉતારી નાખવા પડે 16 FINAL 148 યોગમાર્ગની અંતર્દષ્ટિ_ - યોગમાર્ગની અંતર્દષ્ટિ |149|