________________ અંતિમ સારરૂપ કૃષ્ણ હોવા જોઈએ. અનેક જન્મો સુધી જ્ઞાનનો વિકાસ સાધ્યા પછીમનુષ્ય આ નિષ્કર્ષ પર આવે છે. ત્યારે તે કૃષ્ણનું શરણ ગ્રહણ કરે છે. તે જાણે છે કે વાસુદેવ અર્થાત્ કૃષ્ણ એ જ સર્વસ્વ છે. આપણે જે કાંઈ જોઈએ છીએ એ કેવળ વાસુદેવની શક્તિનું પ્રગટીકરણ છે. કૃષ્ણભાવના એ પણ યોગ છે. એ પરિપૂર્ણ યોગ, સર્વ યૌગિક પદ્ધતિઓમાંસર્વોચ્ચ યોગ છે અને તે અત્યંત સરળ પણ છે. કૃષ્ણભાવનામાં તમે થાકનો અનુભવ કરતા નથી. જો તમે ખરેખર શાંતિ પામવા, સુખી થવા ઈચ્છતા હો તો કૃષ્ણભાવનાનો વિકાસ કરો. આની શરૂઆત કૃષ્ણ પ્રત્યે અનુરાગનો વિકાસ કરવાથી થાય છે. ભગવદ્ગીતામાં વર્ણવેલી યોગપદ્ધતિ આજ કાલ ચાલી રહેલ (ખોટી) યોગપદ્ધતિઓથી જુદી છે. યોગ અઘરો છે. સૌથી પ્રથમ યોગમાં વાત આવે છે ઈન્દ્રિયોને નિયંત્રિત કરવાની. શ્રીમદ્ ભાગવતમાં યોગનો અર્થ છે પરમાત્મા વિષ્ણુ પર દયાન એકાગ્ર કરવું. તેઓ તમારા હૃદયમાં રહેલ છે. તમારું ધ્યાન કેન્દ્રિત કરવા માટે તમારે ઈન્દ્રિયો પર કાબૂ મેળવવો જરૂરી છે. આ જગતમાં આપણી સ્થિતિ, આપણાં દુઃખો આપણા દેહના કારણે છે. આ દેહ જ સર્વ આપત્તિઓનું મૂળ છે અને જીવનનો અંતિમ હેતુ એ છે કે આ ભૌતિક દેહમાંથી છુટકારો મેળવવો અને આધ્યાત્મિક દેહમાં સ્થિત થવું. આધ્યાત્મિક રીતે આત્મા મુક્ત છે અને ભૌતિક વાતાવરણના લીધે બદ્ધ બન્યો છે. આપણો દેહ પણ આ ભૌતિક પદાર્થનો બન્યો છે. ભગવદ્ગીતા કહે છે કે જેવી રીતે આપણાં વસ્ત્રો બદલાઈ જાય છે તેવી જ રીતે આપણું શરીર પણ બદલાઈ જાય છે. યોગનો અર્થ છે, આ ભૌતિક દેહની બદ્ધાવસ્થામાંથી મુક્ત થવાની પ્રક્રિયા આ ભૌતિક દેહના બંધનમાંથી બહાર નીકળવું એનો અર્થ છે, પોતાની જાતને જાણવી. હું શુદ્ધ આત્મા છું. જેનો આરંભ નથી અને તેનો અંત નથી. તેનું અસ્તિત્વ સનાતન છે, માત્ર શરીર બદલાયા કરે છે, પણ ભગવદ્ગીતામાં કહ્યું છે, આત્મા ભગવાનનો અંશ છે. ભગવાન, પરમવ્યક્તિ, પરમેશ્વર સનાતન છે, આનંદથી ભરપૂર છે અને આપણે બધા પરમેશ્વરના અંશે હોવાથી આપણે પણ આંશિક રીતે આનંદમય અને સનાતન છીએ તેમ જ આપણે આપણા સૂક્ષ્મ પરિણામની માત્રા અનુસાર જ્ઞાનથી ભરપૂર છીએ. ભગવાન અર્થાત્ કૃષ્ણ છે અને આપણે સહુ કૃષ્ણના અંશ છીએ, પરંતુ આ ભોતિક વાતાવરણમાં ફસાઈ ગયા છીએ. આપણી પાસે આ મનુષ્યજીવન મળેલું છે તો કૃષ્ણભાવનાનો વિકાસ કરીને ભૌતિક શરીરના બંધનમાંથી બહાર નીકળી શકાશે. કૃષ્ણભાવનામાં પૂર્ણતા સાધો, તેની પાછળ રહેલા તત્ત્વજ્ઞાનને સમજવાનો પ્રયત્ન કરો. આ પ્રક્રિયા આધ્યાત્મિક છે; તેના માટે કોઈ દુન્યવી લાયકાતની જરૂર નથી, જ્યારે મનુષ્ય સર્વ વાસનાઓથી મુક્ત બને છે, ત્યારે યોગપદ્ધતિમાં એ સર્વોચ્ચ પૂર્ણતા પ્રાપ્ત કરે છે, જે છે કૃષ્ણભાવના. કૃષ્ણમાં જ નિમગ્ન રહેવું એ જ પૂર્ણતાનો સ્તર છે. પ્રભુપાદ સ્વામી ભગવદ્ગીતામાં વર્ણવેલા સર્વ યોગોનું અંતિમ તારણ આપતા શ્લોક 6.47 ટાંકીને કહે છે, “સર્વ યોગીઓમાંથી જે યોગી અત્યંત શ્રદ્ધાપૂર્વક પોતાના અંતઃકરણમાં મારું જ (કૃષ્ણનું) ચિંતન કરે છે અને મારી દિવ્ય પ્રેમમય સેવા કરે છે, તે યોગમાં મારી સાથે અત્યંત ગાઢ રીતે સંકળાયેલો છે અને તે બધામાં સર્વોચ્ચ છે.” આ પરથી એમ ફલિત થાય છે કે, સર્વ પ્રકારની યોગપદ્ધતિઓ અંતે ભક્તિયોગમાં પરિણમે છે. અર્થાત્ ભગવાન કૃષ્ણની ભક્તિમય સેવા કરવી. કર્મયોગની શરૂઆતથી માંડીને ભક્તિયોગના અંત સુધીનો માર્ગ એ વિસ્તારથી આત્મસાક્ષાત્કાર માટેનો લાંબો માર્ગ છે. નિષ્કામભાવે કરવામાં આવતો કર્મયોગ એ આ માર્ગની શરૂઆત છે. જ્યારે કર્મયોગના લીધે જ્ઞાન અને ત્યાગમાં વૃદ્ધિ થાય છે ત્યારે તે વખતની ભૂમિકા જ્ઞાનયોગ તરીકે ઓળખાય છે. જ્ઞાનયોગમાં વૃદ્ધિ થતાં મને પરમાત્મા પર કેન્દ્રિત થાય છે ત્યારે તેને અષ્ટાંગ યોગ કહે છે. અષ્ટાંગ યોગને પાર કરીને પૂર્ણ પુરુષોત્તમ ભગવાન કૃષ્ણની પૂજા કરવા લાગે છે ત્યારે યોગની પૂર્ણતા અથવા ભક્તિયોગ કહેવાય છે. ભક્તિયોગ જ અંતિમ ધ્યેય છે. કૃષ્ણભાવના એ યોગિક શૃંખલાની છેલ્લી કડી છે, જે આપણને પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રીકૃષ્ણ સાથે જોડે છે, જે લોકોને યોગની પૂર્ણતા પ્રાપ્ત કરાવે છે. તેમણે કૃષ્ણભાવનામાં અર્થાત્ ભક્તિયોગમાં જોડાઈને વિકાસ કરવો જોઈએ તો જ એ બીજી સર્વ પદ્ધતિઓને આંબીને યોગનું અંતિમ દયેય એટલે કે કૃષ્ણપ્રેમ હાંસલ કરી શકશે. FINAL લેખક એ.સી. ભક્તિવેદાંત સ્વામી પ્રભુપાદ સંદર્ભ 1. કૃષણભાવનામૃત -- સર્વોત્તમ યોગપદ્ધતિ 2. યોગની પૂર્ણતા 3. આધ્યાત્મિક યોગ 146 યોગમાર્ગની અંતર્દષ્ટિ યોગમાર્ગની અંતર્દષ્ટિ ,147