Book Title: Yogmargni Antdrashti
Author(s): Rashmi Bheda
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 67
________________ સ્થૂલતર, સ્થૂલતમ અને સૂક્ષ્મ, સૂક્ષ્મતર અને સૂક્ષ્મતમ એ રીતે તેના અનેક વર્ગપડી શકે છે. શરૂઆતમાં ધૂળ વસ્તુ ઉપર સંયમ કરવાનો આરંભ કરવો જ્યારે સ્કૂલ વસ્તુનું જ્ઞાન થવા માંડે ત્યારે ક્રમે ક્રમે સૂક્ષ્મ વસ્તુઓ ઉપર પ્રયોગ કરવો માંડવો. દરરોજ નિયમિત અભ્યાસ કર્યા કરવાથી મન સંયમના જ સ્વભાવવાળુ બની, રહી હંમેશા એકાગ્રભાવ ધારણ કરે છે. સાધક અભ્યાસ દ્વારા ઘણી બધી સૂક્ષ્મસ્થળ પદાર્થ પર સંયમ કરી સિદ્ધિ પ્રાપ્ત કરે છે. જેમ કે મનના સઘળા પૂર્વ સંસ્કારો પર સંયમ કરવાથી પહેલાના જન્મનું જ્ઞાન મળી શકે છે. મૈત્રી આદિ ગુણો ઉપર સંયમ કરવાથી મૈત્રી જેવા નાના પ્રકારના બળો પ્રાપ્ત થાય છે. ધુવના તારા ઉપર સંયમ કરવાથી તારાઓની ગતિનું જ્ઞાન થાય છે. અતિશય તરસથી પીડાતો માણસ જો કંઠ ઉપર સંયમ કરી શકે તો તેની તરસ છીપાય છે. કર્ણ અને આકાશ વચ્ચે જે સંબંધ છે તેના ઉપર સંયમ કરવાથી યોગી ગમે તેવો ધીમો અવાજ, ઘણા દૂરની વાતચીત સાંભળી શકે છે. યોગી સમગ્ર ભૂતસમૂહ (પંચમહાભૂત) ઉપર સંયમ કરી શકે છે. સ્થૂલ ભૂતોથી આરંભ કરીને ત્યાર પછી તેમની અનેક સૂક્ષ્મ અવસ્થાઓ ઉપર પણ તે સંયમ કરી શકે છે. યોગી ઈચ્છે તો સર્વ ભૂતોને સંયમ દ્વારા પોતાના અધિકાર નીચે લાવી શકે છે. તેમ થવાથી અણિમા આદિ સિદ્ધિઓનો આવિર્ભાવ થવા લાગે છે. શરીર સંપત્તિની પ્રાપ્તિ થાય છે અને શારીરિક ધર્મો અબાધિત થાય છે. એનો અર્થ એ છે કે યોગીને અષ્ટ સિદ્ધિઓનો લાભ થાય છે તે મરજીમાં આવે તો અણુ જેવડો સૂક્ષ્મ બની શકે છે અને પોતાના શરીરને અત્યંત વિશાળ પણ બનાવી શકે છે. પોતે પૃથ્વીના જેવો ભારે અને વાયુના જેવો હલકો પણ થઈ શકે છે. ભાવનામાત્રથી જ તેની સર્વ ઈચ્છાઓ પરિપૂર્ણ થાય છે. (4) કેવલ્યપાદૈ : - યોગી જ્યારે સર્વવ્યાપિત્વ અને સર્વજ્ઞાનીત્વની સિદ્ધિઓનો પરિત્યાગ કરે છે ત્યારે જ તેના દરેક ભ્રાંતિ - સંસ્કારોનો અને તમામ આકર્ષણો તથા પ્રલોભનોનો નાશ થાય છે. બધા જ પ્રકારની અદ્ભૂત શક્તિઓ મેળવ્યા પછી યોગી તેમને પણ અંતરાયરૂપ સમજીને તેનો ત્યાગ કરે છે. આનાથી કર્મના બંધનનો ક્ષય થાય છે. આ જ છે કેવલ્યની અવસ્થા. કેવલ્ય'નો અર્થ મોક્ષ કે મુક્તિ નથી. ઈશ્વરાનુભૂતિ પણ આ અવસ્થાથી જુદી જ છે. કેવલ્ય’ શબ્દની ઉત્પત્તિ ‘કેવળ' શબ્દથી થઈ છે. જેનો અર્થ છે કેવળ એક' ના કોઈ અન્ય એટલે કે “એકાકીપણું’, ‘એકલો’ - અદ્વૈતની પૂર્ણ અવસ્થા છે. આ પરમાત્મા કે ઈશ્વરના સકારાત્મક જ્ઞાનની અનુભૂતિની -અવસ્થા નથી, જેને સમજાવી શકાય. બધા જ પ્રકારનો ત્યાગ કર્યા બાદ જ મળતી આ અવસ્થા છે. કેવલ્યની પ્રાપ્તિ કરવી એ જ યોગીનું મુખ્ય લક્ષ્ય છે. કેવલ્ય સિદ્ધિ ક્યારેક જન્મથી, મંત્રથી, તપથી કે સમાધિથી ઉત્પન્ન થાય છે. કોઈ કોઈ વાર પૂર્વજન્મોમાં સિદ્ધ કિરેલું સામ્યર્થ લઈને અવતરેલા મનુષ્ય પણ જોવામાં આવે છે. જેમને આ જન્મમાં તેના માટે કોઈ જ સાધના નથી કરવી પડતી. શંકરાચાર્ય તેનું એક સુંદર ઉદાહરણ છે. તેમણે આઠ વર્ષની આયુમાં જ સન્યાસ લઈ લીધો અને ઘણાં ગ્રંથો ઉપર અદ્ભુત લખ્યું. યોગીઓ કહે છે કે રસાયનવિદ્યાથી - અમુક ઔષધિઓના સેવનથી પણ સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે. પદાર્થવિજ્ઞાનશાસ્ત્રનો જન્મ રસાયનવિઘા તેમજ કિમિયામાંથી થયો છે. આજે પણ સ્પર્શમણિ, સંજીવની અમૃત અથવા આબેયાતની શોધ મનુષ્યો કરતા જ આવ્યા છે. ભારતવર્ષમાં રસાયનવિદ્યાની શોધ કરનારા પંડિતોના અભિપ્રાય પ્રમાણે સૂમ તત્ત્વ જાણવાની જિજ્ઞાસા, જ્ઞાન, આધ્યાત્મિકતા, ધર્મ એ સર્વ વસ્તુઓ સાચી અને ઉત્તમ છે, પણ તેમને પ્રાપ્ત કરવા માટે માત્ર શરીર જ સાધન છે. જો અધવચ્ચે શરીરનું પતન થઈ જાય તો અંતિમ લક્ષ્યબિંદુ સુધી પહોંચવા માટે લાંબા સમય સુધી ખોટી થવુ પડે કેટલાંયે જન્મ ધારણ કરવા પડે. માટે કોઈ પણ ઉપાયે શરીરને સુદઢ અવસ્થામાં લાંબો સમય ટકાવી શકાય તો એવા જન્મમરણમાં પડેડ્યા વિના જ આધ્યાત્મિક ઉન્નતિને માટે ઘણો સમય મેળવી શકાય. મંત્રશક્તિ એટલે ‘મંત્ર' એવા નામથી ઓળખાતા કેટલાંક પવિત્ર શબ્દો છે જે બતાવેલા વિધિ પ્રમાણે તેમનું ઉચ્ચારણ કરવામાં આવે તો તેમના દ્વારા આશ્ચર્યકારક શક્તિની પ્રાપ્તિ થાય છે. તપશ્ચર્યા વિશે દરેક ધર્મમાં ઉપદેશ આપેલ છે. ધર્મના તમામ અંગોની સાધનામાં હિંદુ લોકો સૌના કરતા ઘણાં આગળ વધી ગયેલા છે. અનેક સાધુઓએ આકરા તપ કરીને અમુક સિદ્ધિઓ પ્રાપ્ત કરેલ છે. સમાધિ એ જ ખરેખરો યોગ છે. યોગશાસ્ત્રનો એ જ મુખ્ય વિષય છે અને એ જ ખરેખરુ સાધન છે. હમણાં જ જે સાધનો ગણાવી ગયા તે બધા એની આગળ ગૌણ છે. કેમ કે તેઓ પરમપદની પ્રાપ્તિ કેવલ્યની પ્રાપ્તિ કરાવી શકતા નથી. માનસિક નૈતિક અને આધ્યાત્મિક વિષયમાં જે કંઈ પ્રાપ્તવ્ય છે તે સમાધિ વડે જ મેળવી શકાય છે. આપણને સુખી કરવા માટે બાધવસ્તુઓની આવશ્યકતા દર્શાવવાવાળી જે જે વૃત્તિઓ આપણા ચિત્તમાં ઉદ્દભવે તે સર્વ કેવલ્ય પ્રાપ્તિના માર્ગમાં વિદનહર્તા છે. 12|| યોગમાર્ગની અંતર્દષ્ટિ * યોગમાર્ગની અંતર્દષ્ટિ 121

Loading...

Page Navigation
1 ... 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120