________________ (5) પ્રત્યાહાર : આપણું મન ઈન્દ્રિયો એટલે કે આંખ, નાક, કાન, જીભ તથાત્વચાની મદદથી બાહ્ય જગતમાં ભટકતું રહેતું હોય છે આ બાહ્ય વિષયમાંથી મનને પાછુ વાળી આંતરિક વસ્તુ તરફ વાળવાની પ્રક્રિયાને પ્રત્યાહાર કહેવામાં આવે છે. સામાન્ય રીતે ઈન્દ્રિયો કોઈને કોઈ કામમાં જોડાયેલી હોય છે, જેમ કે આંખ જોવાનું કાર્ય કરે છે તથા તે ક્રિયાની સાથે મન જોડાયેલું હોય છે. પ્રત્યાહાર દ્વારા મન પર અંકુશ લાવવાનો હોય છે. મન એ આંખને સાથ ના આપે તો મન ઈન્દ્રિયોના રંગે રંગાતું નથી તથા સાધકને અંતર્મુખી બનવામાં મદદ મળે છે. () ધારણા : મહર્ષિ પંતજલિ અનુસાર મનને એક વિશેષ વિષયમાં બાંધવું તેને ધારણા કહેવામાં આવે છે. દા.ત. આપણા મનમાં સતત આવતા વિચારોમાંથી એકને પસંદ કરી તેના પર મનને એકાગ્ર કરો. આ પ્રક્રિયામાં મને કયા વિચાર કરવાના એ આપણે નક્કી કરવાનું છે. આ પ્રક્રિયામાં આપણને ગમતા વિચાર કરવાના હોવાથી મનને ઝડપથી સ્થિરતા પ્રાપ્ત થાય છે. યોગાભ્યાસી આંખો બંધ કરી કોઈ કાલ્પનિક પ્રકાશ પર મનને સ્થિર કરી શકે છે. ધારણાથી ધ્યાન તથા સમાધિ થાય છે. આધ્યાત્મિક લક્ષ્યમાં એકાગ્રતા લાવવા ધારણા ઉપયોગી છે. (7) દયાન : ધ્યાન એ ધારણા બાદ આપોઆપ થતી પ્રક્રિયા છે. ધ્યાન કરી શકાતું નથી પણ થઈ જાય છે. પાણી જે વાસણમાં ભર્યું હોય છે તેનો આકાર ધારણ કરે છે તેવી રીતે મનુષ્ય જેનું ધ્યાન ધરે છે તેના જેવો બની રહે છે. જે સર્વવ્યાપક દિવ્ય પરમાત્માનું તે સતત નિષ્ઠાથી લાંબો કાળ મનન, ચિંતન અને પૂજન કરે છે તેના જેવો તે બની જાય છે. ચિંતનનો પ્રવાહ અવરોધ વગર, સતત એક સરખો વહેતો રહે છે તે સ્થિતિ ‘દયાન” કહેવાય છે. વીજળીના બલ્બમાં રહેલા સૂક્ષ્મ તારોને સતત એકસરખો વીજળીનો પ્રવાહ મળતો રહે તો તે સળગીને પ્રકાશ આપે છે તેવી રીતે ધ્યાનથી યોગીનું મન પ્રકાશિત થાય છે. યોગીના દેહ, પ્રાણ, ઈન્દ્રિયો, મન, બુદ્ધિ અને અહંકાર બધા ઈશ્વરના દયાનમાં તલ્લીન થઈ એક બની જાય છે. જેને કોઈ પણ રીતે વર્ણવી ન શકાય એવી ચૈતન્યની પરસ્થિતિ યોગી પ્રાપ્ત કરે છે. (8) સમાધિ : સમાધિ સાધકની સાધનાની પૂર્ણાહુતિ છે. દયાનની સર્વોચ્ચ દશાએ સાધક સમાધિની અવસ્થાએ પહોંચે છે. એ વખતે નિંદ્રાવસ્થામાં હોય છે તેવા તેના શરીર અને ઈન્દ્રિયો શાંત હોય છે. જ્યારે જાગ્રત અવસ્થામાં હોય છે તેવા તેના મન અને બુદ્ધિ સાવધ અને સક્રિય હોય છે. સભાનતાની પાર રહેલા પ્રદેશમાં એ પહોંચી ગયો છે. સમાધિ દશામાં રહેલી વ્યક્તિ પૂરેપૂરી ભાનમાં અને સાવધ છે. સમાધિના મુખ્યત્વે બે પ્રકાર છે: (1) સંપ્રજ્ઞાત સમાધિ (2) અસંપ્રજ્ઞાત સમાધિ (3) વિભૂતિપાદે: વિભૂતિપાદ એ પતંજલિના યોગસૂત્રમાં ત્રીજું પાદ છે. તેની શરૂઆત યોગની ઉચ્ચતમ સ્થિતિ ધારણા - ધ્યાનથી થાય છે. યોગસાધકને યોગાભ્યાસ દ્વારા શું પ્રાપ્ત થશે જે આ પાદમાં બતાવ્યું છે. ચિત્તની પોતાના દયેયસ્થાનમાં સ્થિતિ, તેને ધારણા કહે છે. અંદરના અથવા બહારના કોઈ પણ ધ્યેય પદાર્થમાં ચિત્તની સ્થિતિ થવી (સ્થિરતા આવવી) તેનું નામ ‘ધારણા'. જ્યારે તે ધારણા પ્રદેશમાં વૃત્તિ એકાગ્ર - એકતાન થાય એટલે કે એ જ વિષયમાં વૃત્તિનો પ્રવાહ વહેવા માંડે તેવી અવસ્થા સાધકને પ્રાપ્ત થાય તે અવસ્થાને ધ્યાન' કહે છે.. મન પોતાના અમુક વિચારને પોતે ધારેલા શરીરના અમુક સ્થાનમાં જેમ કે તાલુસ્થાન અથવા હૃદયસ્થાનમાં સ્થિરતા પ્રાપ્ત કરે અને તે સ્થાન દ્વારા જ જ્ઞાન મેળવવા શક્તિમાન થાય એટલું જ નહિ પણ તે સમયે શરીરના બીજા બધા અવયવો વિષયોનું જ્ઞાન ગ્રહણ કરતા અટકી જાય તેવી અવસ્થાને ધારણા કહે છે. મન એવી ને એવી જ સ્થિતિમાં અમુક સમય ટકી રહે તે સ્થિતિને ધ્યાન કહેવામાં આવે છે. આનો સાદો અર્થ એ થાય કે બધા જ પ્રકારના બાહ્ય સ્વરૂપ વિના ધ્યાન થવું જોઈએ. આવુ ધ્યાન પોતાના સ્વરૂપથી પણ અલગ જેવુ થઈને પોતાના અર્થ - ધ્યેય સ્વરૂપે જ પ્રકાશવા માંડે ત્યારે તે સ્થિતિને “સમાધિ' કહે છે. દા.ત. આપણે એક પુસ્તક ઉપર વિચાર કરતા બેઠા છીએ અને એ પુસ્તકના વિચારમાં આપણું મન એટલું બધુ એકાગ્ર અને લીન થઈ જાય કે જેથી આપણને તેનું રહસ્ય - અર્થ - દયેય તેની જ માત્ર પ્રતીતિ થાય, આવી સ્થિતિને સમાધિ કહેવામાં આવે છે. આ ધારણા, ધ્યાન અને સમાધિ ત્રણેય એક જ વસ્તુના સંબંધમાં કરવામાં આવ્યા હોય ત્યારે તે ‘સંયમ' કહેવાય છે. “સંયમને વિસ્તારથી સમજીએ. જ્યારે મનુષ્ય પોતાના મનને પોતે ધારેલા પદાર્થ અથવા વિષયમાં જોડી શકે અને તેમાં ને તેમાં જ એટલી હદ સુધી ટકાવી રાખે કે જેથી તે પદાર્થનું સ્થળ - સૂક્ષ્મ અંગનું ભાન જતું રહે અને માત્ર તે પદાર્થના રહસ્ય - તત્ત્વાર્થની જ પ્રતીતિ રહે ત્યારે મનનો સંયમ થયો કહેવાય છે. કહેવાનું તાત્પર્ય એ છે કે ધારણા, ધ્યાન અને સમાધિ એ ત્રણેયનો એક જ પદાર્થ ઉપર ક્રમવાર પ્રયોગ થવો તેનું નામ “સંયમ'. તે સંયમના જયથી જ પ્રજ્ઞાનો પ્રકાશ થાય છે જ્યારે કોઈ વ્યક્તિ સંયમને રૂડા પ્રકારે સાધ્ય કરી શકે છે ત્યારે તમામ પ્રકારની શક્તિઓ તેના કાબૂમાં આવી રહે છે. સંયમ એ યોગીનું એક બળવાન હથિયાર છે. જ્ઞાનના વિષય અનંત છે. સ્થૂલ, FINAL 118ii યોગમાર્ગની અંતર્દષ્ટિa યોગમાર્ગની અંતર્દષ્ટિ ,119 |