Book Title: Yogmargni Antdrashti
Author(s): Rashmi Bheda
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 73
________________ 20) સ્વામી વિવેકાનંદની યોગની વિભાવના અને પાશ્ચાત્ય દેશો પર તેનો પ્રભાવ , સ્વામી નિખિલેશ્વરાનંદ સ્વામી વિવેકાનંદ અને સમન્વયાત્મક યોગ યુનાઈટેડ નૅશન દ્વારા ૨૧મી જૂનને ‘આંતરરાષ્ટ્રીય યોગ દિન'રૂપે ઊજવવાની જાહેરાત ૨૦૧૪માં થયા પછી સ્વાભાવિક રીતે સમસ્ત વિશ્વના લોકોમાં યોગ પ્રત્યે આકર્ષણ ઊભું થયું, પણ વિડંબણા એ છે કે જે યોગનો પ્રચાર-પ્રસાર બધા દેશોમાં થઈ રહ્યો છે, એ “યોગા'ના નામે યોગાસનોના રૂપે થઈ રહ્યો છે અને આપણો દેશ પણ એમાંથી બાકાત નથી. યોગાસનો હઠયોગનો ભાગમાત્ર છે અને હઠયોગ તો રાજયોગનો એક ભાગ છે. રાજયોગ ચાર યોગોમાંનો એક છે. આ ‘યોગ' શબ્દની ઉત્પત્તિ ‘યુજ' ધાતુ પરથી થઈ છે. એનો અર્થ થાય છે ‘જોડાવું'. યોગ એટલે જીવાત્મા અને પરમાત્માનું મિલન, વ્યક્તિગત ચેતના સાથે વૈશ્વિક ચેતનાનું મિલન. યોગનો ઉદ્દેશ છે દિવ્યતાનું પ્રગટીકરણ; અનંત જ્ઞાન, અનંત આનંદ, અનંત જીવનની પ્રાપ્તિ. યોગાસનો દ્વારા શારીરિક સ્વાથ્ય મેળવવું હિતાવહ છે, ધ્યાન દ્વારા ‘સ્ટ્રેસ મેનેજમેન્ટ' પણ હિતાવહ છે. યોગનો અર્થ માત્ર શારીરિક સ્વાચ્ય અથવા માનસિક શાંતિ નથી. યોગ શબ્દ વ્યાપક અર્થ ધરાવે છે. એ એક જીવનપદ્ધતિ છે. આપણા યુગમાં સ્વામી વિવેકાનંદજીએ આધુનિક માનવને સ્પર્શે તેવી રીતે અમેરિકામાં આજથી 125 વર્ષ પહેલાં ચાર યોગ પર પ્રવચનો આપ્યાં. આ પ્રવચનો પુસ્તકરૂપે કર્મયોગ, રાજયોગ, ભક્તિયોગ અને શાનયોગના નામે ઉપલબ્ધ છે. યોગનું રહસ્ય સમજાવતાં તેઓ કહે છે, “દરેક વ્યક્તિમાં દિવ્યતા સુષુપ્તપણે રહેલ છે. ભીતરની આ દિવ્યતાને બાહ્ય તેમ જ આંતરપ્રકૃતિના નિયમન દ્વારા અભિવ્યક્ત કરવી એ જીવનનું ધયેય છે. કર્મ, ઉપાસના, મનનો સંયમ કે તત્ત્વજ્ઞાન એવા એક અથવા અનેક પથ દ્વારા આ જીવનધ્યેયને સિદ્ધ કરો અને મુક્ત બનો. ધર્મનું આ સમગ્ર તત્ત્વ છે. સિદ્ધાંતો, મતવાદો, અનુષ્ઠાનો, શાસ્ત્રો, મંદિરો કે મૂર્તિઓ આ બધું ગોણ છે.’ કર્મયોગી આ યોગને મનુષ્યો અને સમગ્ર મનુષ્યજાતિ વચ્ચે એકતારૂપે ભક્ત એને પ્રેમસ્વરૂપ ઈશ્વર અને પોતાની વચ્ચે એકતારૂપે અને જ્ઞાની અને બહુધા વિલસતા ‘સત્'ની એકતારૂપે નિહાળે છે. ‘યોગ’નો અર્થ આ છે. રાજયોગ : મહર્ષિ પતંજલિએ પોતાનાં યોગસૂત્રોમાં રાજયોગની સાધના દ્વારા પરમાત્માની પ્રાપ્તિનો માર્ગ બતાવ્યો છે. આ યોગનાં આઠ સોપાનો છે : યમ (સત્ય, બ્રહ્મચર્ય, અસ્તેય, અપરિગ્રહ અને અહિંસા), નિયમ (શુચિ, સત્ય, તપ, સ્વાધ્યાય, ઈશ્વર પ્રણિધાન), આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ. આ સોપાનોએ ચઢતાચઢતાં ધ્યાન સિદ્ધ થાય છે ચિત્તરૂપી સરોવરમાં સઘળા તરંગો શમી જાય છે. પછી આઠમું સોપાન એટલે નિર્વિકલ્પ સમાધિની પ્રાપ્તિ થાય છે, ત્યારે બધું જ બ્રહ્મમય બની જાય છે; અનંત સુખ, અનંત શાંતિ અને અનંત આનંદની પ્રાપ્તિ થાય છે. આ યોગમાં ધ્યાનનો અભ્યાસ મુખ્ય છે, એટલે એને ધ્યાનયોગ’ પણ કહેવામાં આવે છે. જ્ઞાનયોગ : જ્ઞાનયોગનાં ત્રણ સોપાનો છે : શ્રવણ, મનન અને નિદિધ્યાસન. હંમેશાં સત્-એસનો વિચાર કરવો; ઈશ્વર જ સત્ એટલે કે નિત્ય વસ્તુ; બીજું બધું અસત્ એટલે કે અનિત્ય. એવી રીતે વિચાર કરતાંફરતાં અનિત્ય વસ્તુનો મનમાંથી ત્યાગ કરવો; આ છે જ્ઞાનયોગ. પોતાના સ્વરૂપનું ચિંતન કરતાં કરતાં સાધક આવું અનુભવે છે-તે દેહ નથી, મન નથી, ચિત્ત નથી, બુદ્ધિ નથી, અહંકાર નથી; તે સત્-ચિત્ આનંદ-સચ્ચિદાનંદ સ્વરૂપ છે. આદિ શંકરાચાર્ય ‘નિર્વાણષટ્કમ્'માં આ વાત વિસ્તારપૂર્વક રજૂ કરી છે. ભક્તિયોગ : ભક્તિ દ્વારા પરમાત્માને મળવું આ છે ભક્તિયોગ. આ માર્ગ પ્રેમનો માર્ગ છે. શરણાગતિનો માર્ગ છે. સ્વામી વિવેકાનંદ કહે છે, “ભક્તિયોગ સ્વાભાવિક રીતે મધુર અને નમ્ર છે. જ્ઞાનયોગીની જેમ તે ઊંચે ચઢતો નથી એટલે તેમાં કોઈ મોટા પતનનો ભય પણ નથી.’ શ્રીરામકૃષ્ણદેવ આ માર્ગને બિલાડીનાં બચ્ચાંને માર્ગ કહે છે. બિલાડીનું બચ્ચું સંપૂર્ણપણે તેની મા પર જ આધારિત હોય છે. તેને તેની મા પોતાના મોઢામાં પકડીને હેર-ફેરવે છે. માની પકડ મજબૂત હોય છે એટલે તેને પડી જવાનો બિલકુલ ભય રહેતો નથી. આ માર્ગ સોથી સલામત છે. વળી ભગવાનને પ્રેમ કર્યા પછી નીચે પડવાની કોઈ શક્યતા રહેતી જ નથી. આ યોગમાં પૂજાપાઠ, મંત્રજાપ, પ્રાર્થનાની સાધના દ્વારા ભક્તની ભક્તિ અપરાભક્તિમાંથી પરાભક્તિમાં પરિણમે છે. ત્યાર બાદ મીરાંબાઈ કે નરસિંહ મહેતા જેવી સ્થિતિને તે પ્રાપ્ત કરે છે. A યોગમાર્ગની અંતર્દષ્ટિ 133] FINAL 132ii યોગમાર્ગની અંતર્દષ્ટિ _

Loading...

Page Navigation
1 ... 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120