Book Title: Yogmargni Antdrashti
Author(s): Rashmi Bheda
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 76
________________ પરમહંસ યોગાનંદ અને ક્રિયાયોગ ડૉ. રશ્મિબેન ભેદા ૧૯૬૨માં મિલરે તારણ કાઢ્યું કે, “સ્વામી વિવેકાનંદ મારા જીવનની સૌથીપ્રભાવક વ્યક્તિ છે.' વિખ્યાત નવલકથા 'The Catcher in the ye"ના લેખક જે. ડી. સેલન્જરની સ્વામીજી પ્રત્યે નિષ્ઠા એટલી ગહન હતી કે તેઓએ પોતાનાં લખાણમાં વેદાંતનાં પદચિહનો છોડી મૂક્યાં હતાં. સેલન્જરના અંતિમ પુસ્તક 'Hapworth 16, 1924માં તેઓએ પુસ્તકના નાયક સેમોરના શબ્દો દ્વારા સ્વામી વિવેકાનંદની વિદ્વત્તાનો ખુબ જોરશોરથી પ્રચાર કર્યો હતો, જેમ કે, એક જગ્યાએ સેમોર સ્વામીજી વિશે કહે છે, ‘તેઓ આ સદીના સહુથી આશ્ચર્યમુગ્ધ કરનાર, મોલિક તેમ જ વિદ્વત્તાપૂર્ણ મહાપુરુષોમાંના એક હતા કે જેમને હું મળ્યો હતો. જ્યાં સુધી હું જીવીશ ત્યાં સુધી તેમના પ્રત્યે મારી વ્યક્તિગત સહાનુભૂતિ ક્યારેય ઓછી નહીં થાય. એમની સાથે હાથ મિલાવવા માટે હું મારા જીવનનાં દસ વર્ષ આપી દેવા તૈયાર છું. ઉપસંહાર : ૨૦૧૬માં એક પ્રતિષ્ઠિત અમેરિકન સામયિક દ્વારા કરવામાં આવેલ સર્વે દ્વારા જાણવા મળ્યું કે, ૨૦૧૬માં 3,67 કરોડ અમેરિકનોએ યોગાસનનો અભ્યાસ કર્યો હતો, જે અમેરિકાની વસતિનો 11% હિસ્સો હતો. બીજા 8 કરોડ અમેરિકનોએ યોગાસન કરવાની તૈયારી બતાવી હતી. એ વર્ષમાં જ યોગાસનનો વ્યવસાય એક લાખ પંદર હજાર કરોડ રૂપિયાથી પણ વધુ હતો. આજે યોગાભ્યાસના નામે ‘હક્યોગ’ એટલે કે યોગાસનનું જ બહુલ પ્રચલન છે, પરંતુ સ્વામીજીના અનુસાર શારીરિક સ્વાસ્ય એ જ જીવનનો અંતિમ ઉદ્દેશ ન હોઈ શકે. આપણે આશા કરીએ કે સમસ્ત જગતના લોકો ધીરેધીરે સ્વામી વિવેકાનંદે પ્રબોધેલ અને આચરેલ ચાર યોગોના મહત્ત્વને સમજશે અને તેનું આચરણ કરી દેનિક જીવનમાં સુખ, શાંતિ અને સફળતા મેળવશે તેમ જ શાશ્વત આનંદ, શાશ્વત શાંતિ અને શાશ્વત જીવનને પ્રાપ્ત કરશે. - 16-01-19 FINAL પરમહંસ યોગાનંદનો જન્મ પાંચ જાન્યુઆરી, ૧૮૯૩ના ગોરખપુરમાં થયો હતો. એમનું સંસારી નામ મુકુંદલાલ ઘોષ હતું. એમનાં માતા-પિતા પરિણીત જીવનની શરૂઆતમાં જ બનારસના લાહિરી મહાશય જેવા મહાન ગુરુના શિષ્ય બન્યાં હતાં. એમની પાસેથી ક્રિયાયોગની દીક્ષા લીધી હતી. ક્રિયાયોગ એ યોગની ખાસ પ્રક્રિયા છે જેનાથી ઇંદ્રિયો શાંત થાય છે, જેથી મનુષ્ય ઉત્તરોત્તર વિશ્વચૈતન્યની સાથે વધારે ને વધારે ઐક્ય સાધવા શક્તિમાન બને છે. બાલવયથી જ મુકુંદને આધ્યાત્મિક જગત પ્રત્યે ઝુકાવ હતો. એમણે જ્ઞાન અને ઈશ્વરના સાક્ષાત્કાર માટે ગૃહત્યાગ કર્યો અને બનારસ ગયા. એમના ગુરુ આત્મદર્શી શ્રી યુક્લેશ્વરગિરિ હતા. એમની પાસેથી મુકુંદને વિશ્વચેતન્યનું દર્શન થયું. શ્રી યુક્લેશ્વરગિરિ સ્વામી સંસ્થાની ગિરિ શાખાના સ્વામી હતા. સ્વામી સંસ્થાના તમામ સાધુઓ આધ્યાત્મિક રીતે આદિ શંકરાચાર્યને પોતાના સાર્વભૌમ અને સામાન્ય ગુરુ તરીકે સ્વીકારે છે. સર્વ માનવજાતની નિઃસ્વાર્થ સેવા તથા વ્યક્તિગત સંબંધો અને મહત્ત્વાકાંક્ષાના ત્યાગના આદર્શને લીધે મોટા ભાગના સંન્યાસીઓ હિંદમાં અને જરૂર પડે તો પરદેશમાં કોઈ માનવસેવા અથવા શિક્ષણકાર્યમાં સક્રિય કામ કરતા હોય છે. જ્ઞાતિ, પંથ, વર્ગ, રંગ, જાતિ વગેરે તમામ પૂર્વગ્રહો બાજુએ મૂકીને એક સ્વામી વિશ્વબંધુત્વના આદર્શને અનુસરે છે. પરમતત્ત્વ સાથે સંપૂર્ણ એકતા સ્થાપવી એ તેનું ધ્યેય હોય છે, જે પોતાના સ્વ” અથવા આત્મા સાથે ઐક્ય સાધવા પ્રયત્ન કરે છે. શ્રી યુક્લેશ્વર એકીસાથે સંન્યાસી હતા અને યોગી પણ હતા. જે સાધુ આ સંસ્થાના વિધિપૂર્વકના સંબંધને લીધે સંન્યાસી હોય તે યોગી પણ હોય જ એવું નથી. જે કોઈ વ્યક્તિ ઈશ્વરની સાથે દિવ્ય સંયોગ માટે વૈજ્ઞાનિક ઢબે સાધના કરતો હોય તે યોગી છે. પછી તે પરિણીત હોય કે અપરિણીત, સંસારી જવાબદારીવાળો હોય કે વિધિપૂર્વકના ધાર્મિક સંબંધવાળો હોય, એક સાચો યોગી પોતાની ફરજ બજાવતો સંસારમાં રહી શકે છે. ત્યાં તે અનિયંત્રિત માનવસમુદાયમાં જળમિશ્રિત દૂધની માફક ઓતપ્રોત થઈને નહિ, પણ પાણી ઉપર માખણ તરે એમ અલગ રહે 138ii યોગમાર્ગની અંતર્દષ્ટિ_ = યોગમાર્ગની અંતર્દષ્ટિ |139

Loading...

Page Navigation
1 ... 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120