Book Title: Yogmargni Antdrashti
Author(s): Rashmi Bheda
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 75
________________ જો તમને એ વાતની નારાજગી હોય કે તમારી નજદીકનું ગૅસ સ્ટેશન આજે યોગ ડિયો બની ગયું છે, તો તમે સ્વામી વિવેકાનંદને રાષ્ટ્રીય ગોષ્ઠીમાં ‘યોગ’ શબ્દ પ્રવેશ કરાવવાનું શ્રેય આપી શકો. આજે જે કરોડો લોકો અમેરિકામાં યોગાસન કરે છે એમાંથી ખૂબ ઓછાને ખબર છે કે એમનો અભ્યાસ વિવેકાનંદને આભારી જેમજેમ સ્વામી વિવેકાનંદ અમેરિકામાં ભ્રમણ કરતા ગયા, હજારો જિજ્ઞાસુઓનેમળતા ગયા, અગણિત શહેરો અને નગરોની મુલાકાતો લેતા ગયા તેમતેમ તેઓ ગહન અર્થમાં આધ્યાત્મિકતાનાં બીજ વાવતા ગયા. સ્વામીજીનું વિયાગુરુત્વ અને પયગંબરત્વ સંશોધનાત્મક પદ્ધતિઓની પારે હોવા છતાં પણ અનુભવગમ્ય છે. તેઓએ નીરવે રાષ્ટ્રના (અમેરિકાના) સમષ્ટિ-માનસમાં એક નવા આધ્યાત્મિક વિચારનો પ્રવાહ વહાવ્યો હતો, જેની મંગલકારી અસરો માનવસમાજના ઉપરી સ્તરે ભલે ધીરેધીરે દષ્ટિગોચર થાય, પરંતુ તેની સચ્ચાઈ પર આપણે ક્યારેય અવિશ્વાસ ન કરી શકીએ, કારણકે સ્વામી વિવેકાનંદ એ આધ્યાત્મિક ઊંચાઈ પર વિરાજ કરતા હતા કે તેઓ વૈશ્વિક વિચારોને બદલાવ્યા વગર, સમૃદ્ધ કર્યા વગર અને પ્રકાશિત કર્યા વગર વિશ્વમાં ન રહી શકે. સાચે જ, એક ટૂંકા અને ક્ષણિક કાળ માટે નહીં, પરંતુ ગહન, સૂક્ષ્મ સ્તરે અને લાંબા ગાળા માટે મનષ્યના મનને પ્રજવલિત કરવું એ સ્વામીજીના ધર્મચક્રપરિવર્તન અને દિવ્ય પયગંબરત્વના ચમત્કારનું મુખ્ય કાર્ય અને અર્થ છે. આ ચમત્કાર માનવજાતને એના લાંબા જીવનકાળ દરમિયાન ઘણી વાર પ્રકાશિત કરી ચૂક્યો છે તેમ જ ઘણી વાર એના ઈતિહાસને હિંસક, ચીલાચાલુ તેમ જ ઘણાખરા વૈવિધ્યહીન રસ્તા પરથી ઊર્ધ્વસ્તરે લઈ આવ્યો છે. એ વાતના ઘણા પુરાવા છે કે, ૧૮૯૪ના આખરી ભાગમાં સ્વામીજીના વિચારો વર્તમાન યુગની અત્યંત જટિલ તેમ જ વૈવિધ્યપૂર્ણ સમસ્યાઓ સાથે સંઘર્ષ કરી રહ્યા હતા તેમ જ પશ્ચિમી સભ્યતા માટે તેના મૂલોચ્છેદનકારી સમાધાનનું ગઠન કરી રહ્યા હતા. ૧૮૯૪ના છેલ્લા દિવસો દરમિયાન તેઓએ એક મહત્ત્વપૂર્ણ તેમ જ આશ્ચર્યજનક ઉચ્ચારણ કર્યું હતું, ‘જેમ બુદ્ધ પાસે પૂર્વ માટે સંદેશ હતો, તેમ મારી પાસે પશ્ચિમ માટે સંદેશ છે.' ૧૮૯૫ની શરૂઆતમાં તેઓ પોતાનો અસામાન્યપણે સર્વસમાવેશક તેમ જ વૈવિધ્યપૂર્ણ જીવનસંદેશ આપવા માટે એક જગ્યા પર સ્થાયી થયા. અગાઉ તેઓએ વેદાંતનાં બીજ ચારેબાજુ વેર્યા હતાં. હવે તેઓએ પોતાનો જીવનસંદેશ સધનપણે આપવા માટે એક સ્થાયી કેન્દ્રનું સ્થાપન કર્યું હતું, જ્યાંથી શક્તિશાળી મોજાંઓની જેમ આ સંદેશ ચારેબાજુ ફેલાવાનો હતો. (ગ્રંથ 6, પૃ. 230). 30 ઑગસ્ટ, ૨૦૧૪ના રોજ સ્વામીજીની ૧૫૦મી જન્મજયંતી ઉપલયે અમેરિકાના પ્રતિષ્ઠિત વર્તમાનપત્ર ‘ન્યૂ યૉર્ક ટાઈમ્સ'માં તેમના યોગસંદેશના અમેરિકા પર પ્રભાવ વિશે એક લેખ, How Yoga won the West પ્રકાશિત થયો હતો. એમાં લખ્યું છે : છે સ્વામીજીના જીવનકાળ દરમિયાન તેમની પર પૂર્ણ વિશ્વાસ કરવાવાળા હતા લિયો ટૉલ્સ્ટૉય. તેઓ સ્વામીજીના ગુરુ શ્રીરામકૃષ્ણ પરનાં લખાણોના મોટા ચાહક હતા. ટૉલ્સટોયે પોતાના મૃત્યુનાં બે વર્ષ પહેલાં ડાયરીમાં લખ્યું હતું, ‘હું આજે સવારે 6.00 વાગ્યાથી સ્વામી વિવેકાનંદ વિશે વિચારી રહ્યો છું' અને “એ સંદેહજનક છે કે આ યુગમાં બીજો કોઈ મનુષ્ય સ્વામીજીની નિઃસ્વાર્થતા તેમ જ આધ્યાત્મિકતાથી ઉપર ઊઠી શક્યો હોય.' હાર્વર્ડ યુનિવર્સિટીના ફિલસૂફ અને મનોવૈજ્ઞાનિક વિલિયમ જેમ્સ સ્વામીજીથી પ્રભાવિત થયા હતા તેમ જ તેમણે પોતાના અત્યંત મહત્વપૂર્ણ પુસ્તક “ધાર્મિક અનુભવોનું વૈવિધ્ય' (The Varieties of Religious Experience)માં સ્વામીજીનાં લખાણો લંબાણપૂર્વક ઉદ્ધત કર્યા છે. તેઓએ સ્વામીજીને “માનવજાત માટે ગૌરવરૂપે નવાજ્યા હતા. અમેરિકન નવલિકાકાર ગટ્ટેડ સ્ટેન જ્યારે રેડક્લિફ કૉલેજમાં વિદ્યાર્થિની હતાં ત્યારે તેઓએ ૧૮૯૬માં હાર્વર્ડ યુનિવર્સિટીમાં સ્વામીજીનું ભાષણ સાંભળ્યું હતું. એ ભાષણે યુનિવર્સિટીના અધ્યાપકોને એટલા પ્રભાવિત કરી દીધા કે તેઓ સ્વામીજીને પોર્વીય ફિલસૂફીના અધ્યાપકનો હોદ્દો આપવા માટે તૈયાર થઈ ગયા હતા. સાધુ કોઈ હોદ્દો ગ્રહણ ન કરી શકે એ કારણે સ્વામીજીએ તેનો અસ્વીકાર કર્યો હતો. એલ્ડસ હક્સલે સ્વામીજીનાં લખાણોથી પ્રભાવિત થયા હતા. ૧૯૪૨માં છપાયેલ The Gospel of Sri Ramakrishna'નું પ્રાથન તેઓએ લખ્યું હતું. આ પુસ્તક વિશે તેઓએ કહ્યું હતું, “સાર્વભૌમ સત્તા વિશે સૌથી ગહન અને સૂક્ષ્મ કથન'. તેમના મિત્ર ક્રિસ્ટોફર ઈશરવૂડ સાથે તેઓ હૉલીવૂડ હિલમાં આવેલ વેદાંત કેન્દ્રમાં ઔપચારિકરૂપે દીક્ષિત થયા હતા. અહીં તેઓ ક્યારેક રવિવારના દિવસે પ્રવચન આપતા. હક્સલેનાં મિત્ર આઈગોર સ્ટ્રેવિસ્કી, લોરેન્સ ઓલિવીય, વિવિયન લેઈ, સોમરસેટ મોમ, ગ્રેટાગાર્બો આ પ્રવચનો સાંભળવા આવતાં. ૧૯૪૫માં વિખ્યાત નવલિકાકાર હેનરી મિલરે કહ્યું હતું કે, છેલ્લાં બે વર્ષમાં તેમની સૌથી મોટી શોધ હતી - ‘રામકૃષ્ણ અને વિવેકાનંદ વિશેનાં બે પુસ્તકો'. 136 યોગમાર્ગની અંતર્દષ્ટિ યોગમાર્ગની અંતર્દષ્ટિ ,137 |

Loading...

Page Navigation
1 ... 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120