________________ કર્મયોગ : કોઈ પણ જાતની આશા વગર નિષ્કામભાવે કર્મ કરવાં, પરમાત્માને અર્પણરૂપે કર્મ કરવાં - એ છે કર્મયોગ. નિષ્કામભાવે કર્મ કરતાંકરતાં મનુષ્યનો અહંકાર ખૂબ ઝડપથી ઓગળે છે. અન્યની સેવા કરતાંફરતાં ચિત્તની શુદ્ધિ થાય છે, મન શાંત બને છે. તેથી કર્મયોગ દ્વારા મુનષ્ય ઈશ્વરની નજીક પહોંચી શકે છે. | ગીતામાં કર્મયોગનું રહસ્ય સમજાવતાં ભગવાન શ્રીકૃષ્ણ કહે છે - ‘યોગઃ કર્મનું કૌશલમ્' - ‘કર્મની કુશળતા જ યોગ છે.' આ યોગ આધુનિક માનવ માટે મહત્ત્વનો છે, કારણકે આમાં કર્મનો ત્યાગ કરવાનો નથી, પણ કર્મને પૂજામાં પરિણત કરવાનું છે. આધુનિક માનવ પાસે સમયનો અભાવ છે, કર્તવ્ય-કર્મોને ત્યાગવાનો તેની પાસે ઉપાય નથી ત્યારે આ સમન્વયાત્મક યોગ તેના માટે આશીર્વાદ સ્વરૂપ બની જાય છે. સવાર-સાંજ થોડો સમય ધ્યાન, પ્રાર્થના અને સ્વાધ્યાય (રાજયોગ, ભક્તિયોગ અને જ્ઞાનયોગ) માટે ફાળવી સમસ્ત દિવસ ઈશ્વર સમર્પિત બુદ્ધિથી કર્તવ્ય-કર્મોનું નિષ્ઠાપૂર્વક પાલન કરી આ સમન્વયાત્મક યોગનું આચરણ જો આધુનિક માનવ કરે તો તેને અનંત આનંદ અને અનંત જીવન પ્રાપ્ત થશે અને દૈનિક જીવનમાં પણ સુખ-શાંતિ પ્રાપ્ત કરી શકશે. યુગાચાર્ય સ્વામી વિવેકાનંદ યોગાચાર્ય પણ હતા. તેમના જીવનમાં ચારેય યોગોનો સુંદર સમન્વય જોવા મળે છે. ફ્રેંચ મનીષી રોમા રોલાં કહે છે કે સ્વામી વિવેકાનંદજીએ ચાર યોગોરૂપી ચાર ઘોડાઓ પર એકસાથે સવારી કરી હતી. તેઓ નાનપણથી જ દયાનસિદ્ધ હતા. નાનપણમાં મિત્રો સાથે દયાનની રમત રમતી વખતે તેઓ એટલા ધ્યાનમગ્ન થઈ ગયા હતા કે ભયંકર નાગના આગમનની પણ એમને ખબર ન પડી, જ્યારે અન્ય મિત્રો ભયભીત થઈ ભાગી ગયા. ૪થી જુલાઈ, ૧૯૦૨ના રોજ માત્ર 39 વર્ષની વયે તેઓ ધ્યાનની પાંખો પર સવાર થઈ અનંતની યાત્રાએ ઊપડી ગયા. મૃત્યુ પહેલાંના તેમના છેલ્લા શબ્દો સેવકને ઉદ્દેશીને કહેલા તે હતા, “જાઓ, હું બોલાવું નહિ ત્યાં સુધી ધ્યાન કરો.' તેમને અનેક વાર નિર્વિકલ્પ સમાધિની અનુભૂતિ થઈ હતી, માટે જ તેઓ ‘રાજયોગ' નામના ગ્રંથમાં આ ઉચ્ચ અવસ્થાઓનું વર્ણન કરી શક્યા હતા. અમેરિકા જેવા ભોપ્રધાન દેશમાં પણ તેઓ જ્યારે ટ્રેનમાં મુસાફરી કરતા, ત્યારે ઘણી વાર ધ્યાનમાં નિમગ્ન હોવાને કારણે છેક છેલ્લા સ્ટેશન સુધી પહોંચી જતા, પછી પાછું આવવું પડતું. ‘જ્ઞાનયોગ'ના ગ્રંથમાં તેમણે માયા વિશે જે અદ્ભુત પ્રવચનો આપ્યાં છે, તે તેમની જ્ઞાનની ઉચ્ચ અવસ્થાનો પુરાવો છે. એકવાર અમેરિકામાં એક સ્થળે પ્રવચન આપવાનું હતું ત્યારે તેઓ વ્યાખ્યાનખંડ તરફ રવાના થયા, પણ પાછા વળ્યા અને દીવાનખાનામાં આવીને અરીસામાં પોતાનો ચહેરો જોયો, ફરી વ્યાખ્યાનખંડ તરફ ગયા, ફરી પાછા વળ્યા, આવું કેટલીક વાર થયું. યજમાન મહિલા ભક્તને સમજાયું નહિ કે સ્વામીજી કેમ આવું કરી રહ્યા હતા. તેઓ અચરજ પામ્યાં. જ્યારે સ્વિામીજીએ તેમને કહ્યું કે, તેમનું મન દેહાતીત અવસ્થામાં હતું. વ્યાખ્યાન આપવા માટે મનને નીચે લાવવું આવશ્યક હતું. માટે તેઓ વારંવાર અરીસા સામે જઈ પોતાના મનને દેહ તરફ વાળવાનો પ્રયત્ન કરી રહ્યા હતા. કેવી અભુત દેહાતીત અવસ્થા ! સ્વામીજીએ રચેલાં વિવિધ સ્તોત્રો અને ગીતો તેમની ભક્તિની ઉત્કટતાનું પ્રમાણ છે. તેમણે એક્વાર કહ્યું હતું કે તેમના ગુરુદેવ શ્રીરામકૃષ્ણદેવની ચરણરજથી લાખો વિવેકાનંદનું સર્જન થઈ શકે. કેવી અદ્ભુત ગુરુભક્તિ ! આધુનિક માનવ માટે કર્મયોગ અનિવાર્ય છે, કારણકે અન્નગત પ્રાણ છે, આજીવિકા માટે દરેકને સંઘર્ષ કરવો પડે છે, એટલે જ સ્વામી વિવેકાનંદજીએ ચારેય યોગના સમન્વયની વાત કરી, પણ સૌથી વધુ ભાર ‘કર્મયોગ’ પર મૂક્યો છે. તેમણે પોતે પણ પોતાનું સમસ્ત જીવન માનવજાતના કલ્યાણાર્થે સમર્પિત કરી દીધું. માત્ર 39 વર્ષની ઉંમરમાં એટલું બધું કાર્ય કર્યું કે તેઓ પોતે કહેતા, “મેં આગામી 1500 વર્ષોનું ભાથું આપી દીધું છે.’ તેમણે આપેલાં પ્રવચનો, વાર્તાલાપ વગેરેનું સંકલન “ધ કમ્પલીટ વક્સ ઑફ સ્વામી વિવેકાનંદ' નામથી નવ ગ્રંથોમાં થયું છે. તેનો ગુજરાતી અનુવાદ સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળા, નવ ભાગોમાં ઉપલબ્ધ છે. તેમણે શિવજ્ઞાનથી જીવસેવાનો ઉપદેશ આપ્યો, એટલું જ નહીં, તેને મૂર્તસ્વરૂપ આપવા માટે ઈ.સ. ૧૮૯૭માં રામકૃષ્ણ મિશન સંસ્થાની સ્થાપના કરી, જેનાં આજે 200 શાખા કેન્દ્રો દેશ-વિદેશમાં કાર્યરત છે. આમ ચારેય યોગો પર સ્વામી વિવેકાનંદજીએ અભુત ગ્રંથો લખ્યા છે, એટલું જ નહિ, તેનું આચરણ પણ કરી બતાવ્યું છે. પાશ્ચાત્ય દેશો પર સ્વામી વિવેકાનંદનો પ્રભાવ: મેરી લૂઈ બર્ક એક વિદ્વાન અમેરિકન મહિલા હતાં. તેઓ સ્વામી વિવેકાનંદના દેહત્યાગના કેટલાક દશકાઓ પછી એમનાં લખાણોથી પ્રભાવિત થયાં હતાં. તેઓએ સ્વામી વિવેકાનંદના અમેરિકાના કાર્યકાળ વિશે 6 ખંડમાં સંશોધનાત્મક પુસ્તક 'Swami Vivekanand in the West Discoveries' લખ્યું છે. તેમાં તેઓએ સ્વામી વિવેકાનંદની યોગ-વિચારધારાના અમેરિકા પર પેડલા પ્રભાવની ખૂબ ગહનતાથી છણાવટ કરી છે. તેઓ લખે છે : છે 134 યોગમાર્ગની અંતર્દષ્ટિ યોગમાર્ગની અંતર્દષ્ટિ ,135 |