________________ પ્રક્રિયાનો સાક્ષાત્કાર એ જ કુંડલિની યોગની સિદ્ધિ છે. સાધક આ સાક્ષાત્કારથી– આત્મવિભોર થઈ ઊઠે છે. ગાયત્રી દ્વારા વિવિધ યોગસાધનાઓ:યોગનો મુખ્ય ઉદ્દેશ આત્માને પરમાત્માની નિકટ લઈ જવાનો છે. આ માટે યોગીઓ, સ્મૃષિમુનિઓએ દેશ, કાળ અને પાત્ર અનુસાર અનેક માર્ગો શોધ્યા છે.. કોઈમાં શારીરિક વિધિઓને તો કોઈમાં માનસિક વૃત્તિઓના નિગ્રહને, કોઈમાં જ્ઞાનને સાધન તરીકે તો કોઈમાં યાન ઉપર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે. આમ જપયોગ, મંત્રયોગ, લયયોગ, નાદયોગ અને સ્વરયોગ દ્વારા આત્માને પરમાત્મા સુધી પહોંચાડવા ઘણી બધી રીતે બતાવવામાં આવી છે - હઠયોગનો મુખ્ય ઉદ્દેશ્ય શારીરિક અંગો અને ઈન્દ્રિયો ઉપર નિયંત્રણ મેળવી સાંસારિક વિષયભોગથી વિરક્તિ લઈ મનને એકાગ્ર કરી, સમાધિ દ્વારા ઈશ્વરપ્રાપ્તિનો માર્ગ સરળ બનાવવાનો છે. હઠયોગના યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ એમ આઠ અંગો બતાવ્યા છે. આ પૈકી યમ અને નિયમ તો દરેક પ્રકારના યોગ તથા સાધના માટે અનિવાર્ય છે કારણ કે જ્યાં સુધી શરીર અને મનને નિર્મળ અને શુદ્ધ ન બનાવાય ત્યાં સુધી આધ્યાત્મિક ઉન્નતિ તરફ ન વધાય. એટલે હઠયોગની શરૂઆત આસનથી કરવામાં આવે છે. આ આસનો અને ત્રણ બંધ - મૂલ બંધ, જાલધર બંધ અને ઉયિાન બંધ, તંદુરસ્તીની રક્ષા માટે ખૂબ જ ઉપયોગી થાય છે. એ જ પ્રમાણે 25 પ્રકારની મુદ્રાઓનું વર્ણન હઠયોગમાં આવે છે જેની સાધનાથી શરીર અને મનમાં અનેક પ્રકારની ઉપયોગી શક્તિઓનો વિકાસ થાય છે. આત્માનુભૂતિ યોગ : આત્માના સૂક્ષ્મ અંતરાલમાં પોતાના સંબંધમાં પૂર્ણ જ્ઞાન હયાત છે અને તે સદેવ જાગૃત રહે છે. નિરંતર તેની ઉપર ધ્યાન આપવામાં આવે તો આત્માનો સાક્ષાત્કાર થઈ શકે છે. પ્રાતઃકાળે સૂર્યોદય પહેલા પૂર્વ દિશામાં મુખ કરીને બેસવું, આંખ બંધ કરીને શ્વાસ લેવો. નાસિકા દ્વારા વાયુ અંદર પ્રવેશ કરે એટલે વાયુની સાથે - સાથે‘સી’ અને જ્યાં સુધી વાયુ અંદર રહે ત્યાં સુધી ‘આ’ અને જ્યારે તે બહાર નીકળે તો હૈ” નો સૂક્ષ્મ અવાજ સાંભળવા મળશે. એ જ રીતે હૃદયમાં સ્થિત સૂર્યચક્રના પ્રકાશબિંદુમાં આત્માના તેજોમય સ્વરૂપની કલ્પના કરીશું તો ‘સોડહં' એવો અવાજ વારંવાર સાંભળવા મળશે. “સોહં'ની સાધના જેમ જેમ વધતી જશે તેમ તેમ વિજ્ઞાનમય કોષનો પરિષ્કાર થતો જશે અને ધીમે ધીમે આત્મજ્ઞાન વધતું જશે અને આત્મસાક્ષાત્કારની સ્થિતિ નજીક આવતી જશે. ધીરે ધીરે સમાધિની અવસ્થા આવતી જશે અને સાધક -ક્રમશઃ બાહ્મી સ્થિતિનો અધિકારી બની જાય છે. નાદયોગ: ઈશ્વર અને જીવનને એક શૃંખલામાં બાંધવાનું કામ શબ્દ દ્વારા જ થાય છે. સૃષ્ટિની ઉત્પત્તિ પણ શબ્દ દ્વારા જ થઈ છે. શબ્દના સૂક્ષ્મ અને સ્થળ એમ બે પ્રકાર છે. સૂથમ શબ્દને વિચાર અને સ્થૂળ શબ્દને નાદ કહેવામાં આવે છે. બ્રહ્મલોકમાંથી ઈશ્વરીય પ્રવાહ સતત વહેતો રહે છે. ઈશ્વર દ્વારા પ્રેરિત વિચારધારા અનુસાર માર્ગ નિર્ધારિત કરવામાં આવે તો નિઃસંદેહ જીવન અંગેનો આપણો ઉદ્દેશ્ય પરિપૂર્ણ કરી શકીએ છીએ. પરંતુ જ્યાં સુધી વિકારો અને મનમાં રહેલો મેલ આપણામાં હોય ત્યાં સુધી બ્રહ્મ શબ્દ અને વિચાર ઘણો જ અસ્પષ્ટ રહે છે. ઈશ્વરીય સંદેશ ત્યારે જ સ્પષ્ટ સ્વરૂપે સંભળાય છે જ્યારે આંતરિક પવિત્રતામાં ઉત્તરોત્તર વધતો થતો રહે... આ દિવ્ય સંદેશથી આગળ જતા તે વ્યક્તિ ભૂત, ભવિષ્ય અને વર્તમાનની બધી જ ઘટનાઓ માટે ત્રિકાળદર્શી બને છે અને ભવિષ્યમાં બનનાર બનાવીને તેને દર્શન થાય છે. એથી પણ ઉચ્ચ સ્થિતિએ પહોંચતા સૃષ્ટિના બધા જ રહસ્યો તેની પાસે ખુલી જાય છે. - આ યોગમાર્ગો ગાયત્રી-યોગની અંતર્ગત છે અને ગાયત્રીની સાધના કરનાર વ્યક્તિ દરેક પ્રકારે સફળતા પ્રાપ્ત કરે છે. ગાયત્રીના ચોવીસ અક્ષરોમાં સંસારનું સમસ્ત જ્ઞાન - વિજ્ઞાન સમાયેલું છે. ગાયત્રીના સાધકને ઉંચામાં ઉંચી યોગસાધના સહજરૂપે જ પ્રાપ્ત થાય છે. સંકલન : ડૉ. રમિ ભેદા FINAL - 16-01-19 13 યોગમાર્ગની અંતર્દષ્ટિ યોગમાર્ગની અંતર્દષ્ટિ ,131