________________ -18 ગાયત્રી દ્વારા યોગસાધના પં. શ્રીરામ શર્મા આચાર્ય ઉછેરે એ સમજી શકાય પણ સતત ભજન, જપ, તપ અને ધ્યાનમાં રહેતા મુનિનો જીવએ હરણના બચ્ચામાં રહી જાય જેને પરિણામે હરણનો અવતાર લેવો પડે તે બતાવે છે કે “દના વર્ષનો તિ:’ કર્મની ગતિ સમજવી ઘણી અઘરી છે. મુનિના જપ, તપ અને ભક્તિને કારણે હરણ પછીના અવતારમાં પણ પૂર્વજન્મનાં પોતાને બાંધનારા કર્મોનું સ્મરણ રહ્યું અને એ પુનર્જન્મમાં ક્યાંય કોઈપણ કારણસર બંધાઈ ન જવાય એ, માટે પોતે જડભરત બનીને રહ્યાં (શ્રીમદ્ભાગવત, સ્કન્ધ-૫, અ.૭,૮) ગીતાએ કર્મયોગની જે ચતુઃસૂત્રી બીજા અધ્યાયના ૪૦માં શ્લોકમાં forfધાન્ત.... HSતવા એ શ્લોકમાં આપી છે, એમાં ગીતાના યોગનો સર્વસાર સમાઈ જાય છે. ગીતાએ આપેલી ‘I:શર્મ નિમ્” પણ યોગનું રહસ્ય સ્પષ્ટ કરે છે. ‘કુશલ' શબ્દ આશ્રમ સંસ્કૃતિનું પ્રદાન છે. રાત્ર એટલે કુશળતા. પહેલાંની આશ્રમવ્યવસ્થામાં ગુરુ વિદ્યાર્થીને યજ્ઞકર્મમાં ઉપયોગી એવો કુશ-દર્ભ લેવા મોકલે જે બહુ જ તીણ હોય. શિષ્ય તીણ અણીવાળા દર્ભન, એનો અગ્રભાગ કે પાંણઠ ન વાગે તે રીતે મૂળમાંથી ઉખેડીને લાવવાનો હોય. આથી દર્ભ ભેગા કરવા શિષ્ય અસાધારણ સાવચેતી રાખવી પડે જે કુશળતા કહેવાય. વિદ્યાર્થીના આગમનની ચિંતામાં સચિંત ગુરુજી શિષ્ય પાછો ફરે ત્યારે પહેલો જ પ્રશ્ન કરે, ‘વત્સ! શત્ની?” બેટા! કુશળ તો છે ને? પાછળથી આ કુશલ શબ્દ હોંશિયારી, સજગતા કે વિવેચકત્વ (સારું નરસું સમજવાની શક્તિ) વ. અર્થોમાં રૂઢ થયો. જેમ દર્ભ ઊખડે પણ ખરો છતાં વાગે નહિ એ રીતે એટલે કે (કુશાન નાતિ તિ શત:) વ્યુત્પત્તિ પ્રમાણે કર્મ કરાય અને છતાં એ કર્મનાં પાપ કે પુણ્ય સાધકને બાંધે નહિ તે જ કર્મયોગ, વળી કર્મયોગી થવા માટે મનુષ્યને નડતાં દ્વન્દ્રો પર પણ સમતા કેળવવી જરૂરી છે એટલે ગીતાએ ‘સર્વ યોગ વ્યતે” એમ કહી સમદષ્ટિની આવશ્યક્તા પ્રમાણી છે. કર્મનું જે કંઈ ફળ આવે, લાભ થાય કે ગેરલાભ, જય મળે કે પરાજય, સુખ મળે કે દુઃખ એમ કોઈપણ પરિસ્થિતિમાં સમાનભાવ રાખે, કોઈપણ પરિણામને સમજણપૂર્વક સ્વીકારવું એજ છે સાચો કર્મયોગ. આપણાં પ્રસિદ્ધ સાક્ષર સદ્ગત શ્રી આનંદશંકર બા. ધ્રુવે ગુજરાત યુનિવર્સિટીના મુદ્રાલેખમાં સૂચવેલું ગીતાસૂત્ર ‘ા:ર્મ શત્ન' આપણે ગાંઠે કરી લેવું જોઈએ. 16-01-19 પુરાણોમાં બ્રહ્માજીને બે પત્નીઓ હોવાનો ઉલ્લેખ છે - ગાયત્રી અને સાવિત્રી. અર્થાત્ પરમાત્માની બે મુખ્ય શક્તિઓ હોવાનો ભાવ દર્શાવવામાં આવ્યો છે. આત્મશક્તિને ગાયત્રી અને પદાર્થ શક્તિને સાવિત્રી કહે છે. પહેલી ભાવચેતના એટલે પરપ્રકૃતિ. સૃષ્ટિમાં મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર વગેરેની જે જે ક્રિયાશીલતા દેખાય છે એ બધું પરામકૃતિ અથવા ગાયત્રીવિદ્યાની અંદર આવે છે. ગાયત્રી ઉપાસનાથી ભાવનાઓનો વિકાસ થતા એના વડે મનુષ્ય બ્રહ્માંડીય ચેતના અથવા પરમાત્માની સાથે સંબંધ જોડીને સમાધિ, સ્વર્ગ, મુક્તિ વગેરેનો આનંદ પ્રાપ્ત કરે છે. જગતની બીજી સત્તા જડપ્રકૃતિ છે. પરમાણુઓનું પોતાની ધરી પર ભ્રમણ અને જુદા જુદા સંયોગો દ્વારા અનેક પદાર્થો તથા જડ જગતની રચના એ બધુ આની અંદર આવે છે. (યોગવિજ્ઞાનની અંદર કુંડલિની સાધનાની ચર્ચા મોટેભાગે થાય છે. કુંડલિની સાધના વાસ્તવમાં ચેતનપ્રકૃતિ દ્વારા જડપદાર્થોના નિયંત્રણની જ વિદ્યા છે.) પુરાણોમાં વેદમાતા ગાયત્રીને પાંચ મુખવાળી કહેવામાં આવી છે. શ્રષિઓએ ગાયત્રીના પાંચ મુખ બનાવીને આપણને બતાવ્યું છે કે આ મહાશક્તિમાં પાંચ તથ્યો એવા છે જે જાણીને અને બરોબર જીવનમાં ઉતારીને સંસાર સાગરના તમામ અસહ્ય દુઃખોમાંથી પાર ઉતારી શકાય છે. ગાયત્રીના પાંચ મુખ વાસ્તવમાં તેના પાંચ ભાગ છે. : 1. ઓમ, 2. ભૂર્ભવઃ, 3. તત્સવિતુર્વરેણ્યું, 4, ભર્ગો દેવસ્ય ધીમહિ, 5. ધિયો યોન પ્રચોદયાત. (યજ્ઞોપવિતના પણ પાંચ ભાગ છે - ત્રણ તાર, ચોથી મધ્ય ગ્રંથિઓ, પાંચમી બ્રહ્મગ્રંથિ. પાંચ દેવતા પ્રસિદ્ધ છે - ઓમ અર્થાત્ ગણેશ, વ્યાહૃતિ અર્થાત્ ભવાની. ગાયત્રીનું પ્રથમ ચરણ - બ્રહ્મા, દ્વિતીય ચરણ - વિષ્ણુ, તૃતીય ચરણ - મહેશ. આમ પાંચ દેવતા ગાયત્રીના મુખ્ય શક્તિપુંજ ગણવામાં આવે છે.) ગાયત્રીના આ પાંચ ભાગોમાં એવા ઉપદેશ છુપાયેલા છે જે માનવજીવનની બાહ્ય તેમજ આંતરિક સમસ્યાઓનું નિવારણ કરી શકે છે. આપણે શું છીએ? શા માટે જીવન ધારણ કર્યું છે? આપણું લક્ષ્ય શું છે? અસંતોષી અને દુ:ખી રહેવાનું કારણ શું છે? સાંસારિક સંપત્તિ તેમજ આત્મિક શાંતિ કઈ રીતે પ્રાપ્ત થઈ શકે, કયા બંધન આપણને જન્મ-મરણના ચક્રમાં બાંધી રાખે છે, કયા ઉપાયો દ્વારા છૂટકારો મેળવી શકાય છે, અનંત આનંદનું ઉદ્ગમસ્થાન કયાં છે, વિશ્વ શું છે, જન્મ-મૃત્યુના | 126 યોગમાર્ગની અંતર્દષ્ટિ a યોગમાર્ગની અંતર્દષ્ટિ |12|