________________ “શ્રીમદ્ ભગવદ્ગીતામાં યોગવિચાર” પ્રા.ડૉ. શાન્તિકુમાર એમ. પંડયા મનુષ્ય પોતે સ્વભાવથી જ સુખ અને આનંદ સ્વરૂપ છે. એ સત્યજ્ઞાનને પૂર્વનાવિપરીત સંસ્કારો વારંવાર ઉદ્દભવીને ઢાંકી દે છે માટે એ સંસ્કારોને ક્ષીણ કરવાની જરૂર છે. ભગવાન બુદ્ધ એક જગ્યાએ લખ્યું છે કે જ્યારે ધ્યાન અને સમાધિની સાધના કરવામાં આવે ત્યારે એક એક કરીને અજ્ઞાનનો પડદો હટી જાય છે તથા કૈવલ્યની પ્રાપ્તિ થાય છે. ઉપસંહાર : મોટાભાગના યોગના પુસ્તકમાં આસનોનું વર્ણન હોય છે પરંતુ મહર્ષિ પતંજલિના યોગસૂત્રના પુસ્તકમાં એક પણ આસનનું નામ કે વર્ણન નથી તેમણે માત્ર આસનની વ્યાખ્યા કરી છે તથા તેનું મહત્વ અને ફાયદાની વાત કરી છે. વિવિધ યોગમાર્ગમાંથી પંતજલિ મુનિએ અથંગયોગની રચના કરી છે. ખૂબ સરળતાથી સમજાય તેવા આઠ પગથિયાનું વિસ્તૃતમાં વર્ણન કરી કોઈ પણ એક પગથિયાના માધ્યમથી પણ યોગમાર્ગમાં આગળ વધી શકાય છે તેવી સુંદર રચના કરી છે. FINAL - 16-01-19 ‘ય’ એ શ્રીમદ્ભગવદ્ગીતાનો કેન્દ્રવર્તી વિષય છે. ગીતાના પ્રત્યેક અધ્યાયને અંતે આવતી પુષ્પિકામાં એના તત્ત્વજ્ઞાનને દ્રાવિદાય યોજાશા’ એવી નોંધ મૂકીને, એને યોગનું શાસ્ત્ર કહેવામાં આવ્યું છે. એના ઉદ્ગાતા શ્રીકૃષ્ણ પણ એમના પ્રસ્તુત ઉજ્ઞાનને કારણે અને એમના પોતાના યોગાનુસારી અભિગમને કારણે ‘યોગેશ્વર'નું ગૌરવાન્વિત બિરુદ પામ્યા છે. પ્રત્યેક અધ્યાયના કેન્દ્રાનુસારી નામાભિધાનમાં પણ ‘યોગ' શબ્દ જોડવામાં આવ્યો છે, જેમકે “અર્જુનવિષાદયોગ (અ.૧)', સાંખ્યયોગ (અ.૨)', ‘કર્મયોગ' (અ.૩) વ. કર્મયોગ ગીતાકારનો સૌથી વધારે ઉદ્દિષ્ટ હોઈ એને ઉપકારક થાય એ માટે “જ્ઞાનયોગ’ અને ‘ભક્તિયોગ'ની પણ સવિસ્તર ચર્ચા કરી છે. ‘યોગ' શબ્દના મૂળમાં સંસ્કૃત ધાતુ યુન્ એટલે કે ‘જોડવું', “પ્રાપ્ત કરવું’ એ અર્થ રહેલો છે. ગીતા કોઈપણ શબ્દને એના વ્યાપક અર્થમાં પ્રયોજે છે. માણસ જ્યારે પોતાના મનને મજબૂત કરી, એને આમતેમ ભટક્ત અટકાવીને કોઈ પરમ તત્ત્વને પામવા, એટલે કે મોક્ષ મેળવવા આજીવન સાવધ રહી કાર્ય કરતો રહે ત્યારે એ મોક્ષની પ્રાપ્તિનો જે ઉપાય એજ “યોગ'. આ અર્થ ગીતાકારને અભિપ્રેત છે. ગીતામાં આવતાં બે સૂત્રો : થોr:કર્મ શાસ્ત્રમ્ (અ.૨-૫૦) અને સમવં યોગ ઉચ્ચત્ત (અ.૨-૪૮) પણ એજ બાબત સ્પષ્ટ કરે છે કે “નિષ્કામકર્મો’ અને ‘સમદષ્ટિ’ જ માણસને પરમતત્ત્વ સાથે જોડે છે. ‘પાતાંજલ યોગસૂત્રમાં યોગ શબ્દની સ્પષ્ટ વ્યાખ્યા વોશ્ચિતવૃત્તિનિરોધઃ એટલે કે “મનની ચંચળ વૃત્તિઓને અટકાવવી તે જ યોગ’ એમ આપી છે. આને પરિણામે ગીતામાં જે યોગચર્ચા છે તે ‘પાતાંજલ ધ્યાનયોગ’ છે કે ગીતા વ્યાખ્યાતીત કરે છે તેમ ‘કર્મયોગ'? આ પ્રશ્નને અનુલક્ષીને વિદ્વાનોએ ઘણી ચર્ચા કરી છે. કેટલાંક વિદ્વાનો ગીતાના છઠ્ઠા અધ્યાયમાં યોગીની સર્વોપરિતા અને અર્જુનને યોગી બનવાના સ્પષ્ટ આદેશને આધારે ગીતાને ‘પાતાંજલ યોગ’ જ અહીં ઉદ્દિષ્ટ છે એમ માને છે. तपस्विभ्याऽधिको योगी ज्ञानिभ्योऽधिकः / कर्मिभ्यश्चिाधिको योगी तस्माद्यिोगी भवार्जुन / / 6-46 / / ગીતાનો યોગ ‘પાતાંજલ યોગ' નથી પણ ‘કર્મયોગ’ છે એ બાબતનું દઢ પ્રતિપાદન કરતાં ગીતાના પ્રખર અભ્યાસી શ્રી લોકમાન્ય ટિળક કહે છે, “હવે કર્મયોગને સમવં યોગ થતે aa ભ. ગીતા અર્થ : સમત્વ એ જ યોગ છે. જે પણ કાંઈ ધર્મ કરાય એ પૂર્ણ થાય કે ન થાય, એ કર્મના ફળ વખતે સમભાવમાં રહેવું એ જ સમત્વ છે. અનુકૂળ અને પ્રતિકૂળ પરિસ્થિતિ વચ્ચે મનની તટસ્થતા એ સમત્વ છે. એટલે ભગવાન શ્રીકૃષ્ણ ભગવદ્ગીતામાં અર્જુનને કહ્યું, योगस्यः कुरु कर्माणि सडग त्यक्त्वा धनंजय / सिध्दथसिध्दयोः समो भूत्वा समत्वं योग ऊच्यते / / 2.48 / / અર્થ : હે ધનંજય, આસક્તિ (એટલે કે રાગ, કામના, ફળની ઈચ્છા) ત્યજીને સફળતા અને અસફળતામાં સમબુદ્ધિ થઈ યોગમાં સ્થિત થઈ તું કર્મ કર. કારણ કે સમત્વ એ જ યોગ છે. 122| યોગમાર્ગની અંતર્દષ્ટિa યોગમાર્ગની અંતર્દષ્ટિ ,123 |