________________ 14 બૌદ્ધ ધર્મમાં યોગસાધના સાધકે કાયોત્સર્ગ પોતાની શક્તિ અનુસાર કરવો જોઈએ. ક્ષેત્ર અને કાળનેઅનુલક્ષીને સાધકે કાઉસગ્ગ દ્વારા દોષોને નિર્મૂળ કરતા જઈ આત્મિક શક્તિ વિકસાવવી જોઈએ. કાયોત્સર્ગમાં કર્મની નિર્જરા થતા આત્મિક શક્તિ ખીલે છે વળી કાઉસગ્ગથી ચેતનાશક્તિનો વિસ્તાર પણ સાધી શકાય છે. સંકલન : જીનતત્ત્વ ડૉ. રમિ ભેદા ડૉ. નિરંજના વોરા આચાર્ય કુંદકું ટદેવ ‘નિયમસાર'માં કહે છે - આત્માને આત્મામાં જોડવો તે યોગ છે. विवरीयाभिणिवेसं परिक्ता जोष्ठकहियतच्चेसु। નો ગુંગરિ Hi fજમાવો તો દવે નોrો || 13e/ અર્થ : વિપરીત અભિનિવેશનો પરિત્યાગ કરીને જે જૈનકથિત તત્વોમાં આત્માને જોડે છે તેનો નિજભાવ તે યોગ છે. જેણે મિથ્યાત્વના પોષક એવા કુદેવ આદિનો આદર છોડી સાચા દેવ ગુરુ તથા સર્વજ્ઞ ભગવંતે કહેલા તત્વો પર શ્રદ્ધા કરી છે, નવ | સાત તત્ત્વો જાણીને શુદ્ધ આત્મા જ આદરણીય છે એવી નિઃશંકપણે શ્રદ્ધા કરી છે તેણે નવ તત્ત્વ અને છ યે દ્રવ્યમાં સારરૂપ શુદ્ધાત્મતત્ત્વમાં આત્માને જોડ્યો છે. મિથ્યાત્વ આદિ આસવોને જીતીને સંવર - નિર્જરારૂપ શુદ્ધ પર્યાયને પ્રગટ કર્યો છે. પુણ્ય, પાપ, આસ્રવ, બંધથી જુદો પાડીને સ્વમાં એકાગ્ર થયો છે, તેણે નવ તત્ત્વોનો ખરેખર જાણ્યા છે. આનું નામ સાચો યોગ છે. પુણ્ય - પાપ આસ્રવ - બંધનું કારણ છે. તેનાથી રહિત એકલા ચૈતન્યના આશ્રયે થતા ભાવ તે સંવર - નિર્જરા છે. તે નવ તત્ત્વને યથાર્થપણે જાણી, નિર્વિકલ્પ ઉપયોગનું કારણ એવા નિજ | આત્મામાં આત્માને જોડે છે, એકાગ્ર થાય છે તેનો નિજ ભાવ તે યોગ છે અર્થાત્ સમ્યગ્દર્શન - જ્ઞાન - ચારિત્ર છે. FINAL - 16-01-19 ભારતીય દર્શનશાસ્ત્રમાં ધ્યાન, યોગ, સમાધિ, સમાપત્તિ વગેરેનું વર્ણન મળે છે. યોગસાધનામાં યાનનું સર્વોપરિ સ્થાન છે. કોઈ પણ આધ્યાત્મિક ઉપલબ્ધિ ધ્યાનસાધના વગર શક્ય નથી. ધ્યાન શબ્દ ઘે-ચિન્તયમ્ ધાતુ પરથી નિષ્પન્ન થયો છે. તેનો અર્થ ચિંતન છે. પાલિભાષામાં તેને માટે જ્ઞાન શબ્દ છે. તેની ઉત્પત્તિ આ રીતે બતાવવામાં આવી છે; જ્ઞાતિ પરિણાથતીતિ જ્ઞાન'' - અર્થાત્ કોઈ વિષય પર ચિંતન કરવું. ગૌતમ બુદ્ધ પણ સદેવ સમાધિ અને ધ્યાનની પ્રશંસા કરતા હતા. ગૌતમબુદ્ધે મહાભિનિષ્ક્રમણ પહેલાં પિતાના ખેતરમાં જાંબુવૃક્ષની નીચે ધ્યાનસુખનો અનુભવ કર્યો હોવાનો ઉલ્લેખ મળે છે. મહાભિનિષ્ક્રમણ પછી અતિ કઠિન તપસ્યા કરતા તેમને ખ્યાલ આવ્યો કે શરીર કે આત્માને અતિ કષ્ટ આપીને ધ્યાનારાધન કે જ્ઞાનારાધન થઈ શકે નહિ. તેવી રીતે કામોપભોગમાં સંલગ્ન રહીને પણ જ્ઞાનપ્રાપ્તિ થઈ શકે નહિ. તેથી તેમણે મધ્યમમાર્ગે ગ્રહણ કરીને ધ્યાનસાધના દ્વારા સમ્યફ સંબોધિની પ્રાપ્તિ કરીને નિર્વાણનો અનુભવ કર્યો. શિષ્યોને પણ તે વારંવાર ધ્યાનસાધના કરવાનો અને પ્રમાદરહિત બનવાનો ઉપદેશ આપતા હતા. ધ્યાનનો અર્થ અકુશળ ધર્માનું દહન કરવું - એવો પણ આપવામાં આવ્યો છે. જ્યારે સત્ત્વના ભાવ નિર્મળ બને છે, ત્યારે તેની ક્રિયાઓ પણ રાગ-દ્વેષ અને મોહથી રહિત બને છે. વિશુદ્ધ ભાવનાઓની વૃદ્ધિ થતાં જ તે ચિત્તની એકાગ્રતામાં પરિણત થાય છે. એ અવસ્થાને ધ્યાનયોગ કહે છે. ધ્યાનયોગથી સમાહિત ચિત્તવાળો ભિક્ષુ ધર્મપરાયણ અને સંબોધિપરાયણ થઈને નિર્વાણગામી બને છે. પ્રજ્ઞા પ્રાપ્તિ માટે ધ્યાન - સમાધિ અનિવાર્ય હોવાનું તેમનું દઢ મંતવ્ય હતું. સમાધિ એટલે ચિત્તનું કોઈ પણ એક વિષય પર એકાગ્ર થવું. તેમાં કુશળ ધર્મો પર આધારિત સમ્યક સમાધિ જ નિર્વાણપ્રાપ્તિનો સાચો માર્ગ હોવાનું તેમણે જણાવ્યું છે. ધ્યાન-ચતુષ્ટયઃ બોદ્ધધર્મમાં ધ્યાનચતુષ્ટયનું મહત્ત્વપૂર્ણ સ્થાન છે. તેના ધ્યાનાંગો, ધ્યાનપ્રાપ્તિ માટે ઉત્સુક ચિત્તની વિવિધ અવસ્થા, સમાધિના અંતરાયો, અપધ્યાન, રૂપાવચર ૧૦ળી યોગમાર્ગની અંતર્દષ્ટિ યોગમાર્ગની અંતર્દષ્ટિ 101