________________ પ્રતિકુળ પરિસ્થિતિઓમાં પણ મનને શાંત અને સંતુલિત રાખતા શીખીએ છીએ. પ્રતિકૂળ સંજોગમાં વિકાર જાગે તેનું કારણ આપણા અચેતન મનમાં સંચિત થયેલા અહંકાર, આસક્તિ, રાગ, દ્વેષ, મોહ વગેરેની ગ્રંથિઓ છે. અપ્રિય ઘટનાઓનો એ ગ્રંથિઓ પર આઘાત લાગવાથી ક્રોધ, લૅપ વગેરે વિકારો ચેતન મન પર ઊભરાય છે. જો અચેતન મન - અંતર્મન શુદ્ધ હોય, વિકારવિહીન હોય તો વિષય ઘટનાઓથી અશાંતિ થતી નથી, વિકાર જાગતા નથી. જ્યારે આવી પરિસ્થિતિ ઊભી થાય છે ત્યારે મનમાં વિકાર ઉત્પન્ન ન થાય એ માટે મનને બીજી તરફ વાળી દઈએ. પરંતુ આ સાચો ઉપાય નથી. પરિસ્થિતિઓથી પલાયન થવાથી સમસ્યાઓનો ઉકેલ નથી આવતો. આજથી 2500 વર્ષો પૂર્વે ભગવાન ગૌતમ બુદ્ધે પોતાના અનુભવના બળે જાણ્યું કે આવા પ્રસંગે પલાયન થવાના બદલે વાસ્તવિક પરિસ્થિતિનો સામનો કરવો જોઈએ. કોઈ પણ ઘટનાના કારણે જે વિકાર ઉત્પન્ન થાય તેને તેના યથાર્થ સ્વરૂપમાં જોવો જોઈએ. જેમ કે ક્રોધ આવે તો ક્રોધ જેવો છે તેવો જ તેને જોવો જોઈએ. આમ દભાવે જોતા રહેવાથી ક્રોધ શાંત થઈ જશે. આ પ્રકારે જે કોઈ વિકાર ઉત્પન્ન થાય છે તેને દષ્યભાવે જોવાથી તેની શક્તિ ક્ષીણ થઈ જાય છે. પણ આ અમૂર્ત વિકારને સાક્ષીભાવે કેવી રીતે જોવો? ત્યારે ગૌતમ બુદ્ધે પ્રકૃતિના રહસ્યને ઉંડાણ સુધી તપાસીને, નિરીક્ષણ કરીને જોયું તો સમજાયું કે મનમાં જ્યારે વિકાર ઉત્પન્ન થાય છે ત્યારે ત્યારે શ્વાસની ગતિ અસ્વાભાવિક બની જાય છે; અને બીજુ , શરીરના દરેકે દરેક અંગમાં સૂક્ષ્મ સ્તર પર કોઈ ને કોઈ પ્રકારની જીવરાસાયણિક પ્રક્રિયા થવા લાગે છે - સૂક્ષ્મ સૂક્ષ્મ તરંગો ઉત્પન્ન થાય છે. જો આ બન્ને પ્રક્રિયાનો જોવાનો અભ્યાસ થઈ જાય તો પરોક્ષપણે આપણા મનના વિકારોને જોવાય અને જાગેલો વિકાર જાતે જ ક્ષીણ થતા થતા નિર્મળ થવા માંડે. શ્વાસને જોવાના અભ્યાસને “આનાપાન સતિ’ કહેવાય છે, જ્યારે શરીરમાં થનારી જીવરાસાયણિક પ્રક્રિયાઓને સાક્ષીભાવે જોવાના અભ્યાસને ‘વિપશ્યના' કહેવાય છે. વિકાર જાગતા જ આ બન્ને પ્રક્રિયાઓને આપણે સાક્ષીભાવે જોઈએ છીએ ત્યારે વિકાર ઉત્પન્ન કરનાર આલંબનથી મનનો સંપર્ક તૂટી જાય છે. આમ કરીએ છીએ ત્યારે આપણે વાસ્તવિક પરિસ્થિતિથી પલાયન નથી થતા કારણ આપણે છેક અંતર્મનના ઊંડાણ સુધી વિકારને અભિમુખ થઈને જોઈએ છીએ. સતત અભ્યાસ દ્વારા જોવાની આ કલા પુષ્ટ બને છે. ધીરે ધીરે એવી સ્થિતિ આવે છે કે વિકાર ઉત્પન્ન થતા જ નથી અને ઉત્પન્ન થાય છે તો ઘણા લાંબા સમય સુધી ચાલુ રહેતા નથી. સંસ્કાર ઊંડા પડતા નથી. સંસ્કાર જેટલા ઊંડા તેટલા જ દુઃખદાયક અને બંધનકારક હોય છે. જેટલો લાંબો સમય વિકારની પ્રક્રિયા ચાલે એટલી જ ઊંડી રેખા મનમાં ઊંડાણ સુધી અંકિત થાય. તેથી જેવો વિકાર જાગે કે તરત જ તેને સાક્ષીભાવે જોઈ તેવી શક્તિ ક્ષીણ કરવી જેથી લાંબા સમય સુધી ચાલુ રહીને ઊંડે સુધી ઉતરી જ ન શકે. જાગ્રત રહીને, સચ્ચાઈને અનુભૂતિઓના સ્તર પર જાણી જન્મજન્માંતરોથી મન પર જામી ગયેલા વિકારોના સંસ્કારોના થર ઉખેળવા અને નવા વિકારો ન પડવા દેવા એનો અભ્યાસ તે ‘વિપશ્યના” છે. કેવળ સૈદ્ધાંતિક સ્તર પર જાણી લેવી, બૌદ્ધિક સ્તર પર સમજી લેવી પર્યાપ્ત નથી. વિપશ્યનાનો અનુભૂતિના સ્તરે અભ્યાસ કરવો પડે છે. દસ દિવસની શિબીરમાં વિપશ્યનાની સાધનાનો અભ્યાસ કરાવવામાં આવે છે. આટલા સમયમાં તો કેવળ એક ‘વિધિ', સાધના શીખવાય છે. અભ્યાસ તો જીવનપર્યંત કરવાનો છે. જેટલો અભ્યાસ વધે છે તેટલો ધર્મ જીવનમાં ઊતરે છે. ધર્મનું જેટલું આચરણ જીવનમાં થાય તેટલું ચિત્ત નિર્મળ થાય છે. દસ દિવસની આ શિબીરમાં સાધક પહેલા મનને એકાગ્ર કરવા માટે પોતાના સ્વાભાવિક આવતા - જતા શ્વાસનું નિરીક્ષણ કરે છે. આનાપાન સતિ'ના આ અભ્યાસથી તે ‘કાયાનુપશ્યના’ કરે છે. ત્યારબાદ એકાગ્ર થયેલા મનથી વર્તમાન ક્ષણમાં શરીર પર થતી ‘જીવરાસાયણિક પ્રક્રિયાની અનુભૂતિઓ પ્રત્યે જાગ્રત રહેવાનો અભ્યાસ કરી ‘વેદનાનુપયન’ કરે છે. પોતાના ચિત્ત પ્રત્યે જાગ્રત રહીને ‘ચિત્તાનુપશ્યના’ કરે છે. છેવટે ચિત્ત પર જાગનારી ભિન્ન ભિન્ન, સારી-નરસી વૃત્તિઓ પ્રત્યે જાગ્રત રહી ધર્માનુપશ્યના’ કરતા કરતા અંતે શરીર, સંવેદના, ચિત્ત અને ચિત્તની વૃત્તિઓની સીમાઓ પાર કરી ‘નિવણ' ધર્મનો સાક્ષાત્કાર કરે છે અને ચિત્ત પોતાની સ્વાભાવિક જૈસર્ગિક નિર્મળતાને પ્રાપ્ત કરે છે. વિપશ્યના આત્મશુદ્ધિ છે, આત્મવિમુક્તિ છે. વિપશ્યના સાધનાનો હેતુ :ચિત્તમાં એકઠા થયેલા રાગ-દ્વેષ અને મોહના વિકારોથી વિમુક્તિ પામતા પામતા ‘ભવરોગ'માંથી મુક્તિ પામવાનો, બોધિ પ્રાપ્તિ કરવાનો, નિર્વાણનો સાક્ષાત્કાર કરવાનો ઉચ્ચ આધ્યાત્મિક હેતુ છે. કેવળ શારીરિક રોગો દૂર કરવાનો કદાપિ ઉદ્દેશ નથી. મનના વિકારોને કારણે અનેક મનોજન્ય શારીરિક તેમ જ માનસિક રોગો આપોઆપ મટી જાય છે. વિપશ્યના સાધનાની આ આડ ઉપજ છે. વિપશ્યના સાધના શીખવા આવનાર વ્યક્તિનો હેતુ ઉચ્ચ આધ્યાત્મિક હોય તો જ સાધના ફળે. આ દેશના મહાપુરૂષ ભગવાન તથાગત બુદ્ધ ‘વિપશ્યના'ની પુનઃ ખોજ કરી. * યોગમાર્ગની અંતર્દષ્ટિ 107 FINAL 106 | યોગમાર્ગની અંતર્દષ્ટિ