________________ વેદાન્ત અને યોગ આ જ શુદ્ધ ધર્મની સાધના કરતા કરતા પોતાના ચિત્તને વિકારવિહીન કરીને, તેનેપરિશુદ્ધ બનાવીને બંધનમુક્ત થવાની કળા હાંસલ કરી. વિપશ્યના જીવન જીવવાની સાચી કળા શીખવતી સાધના છે. એ ક્રોધ, લોભ, વાસના, ભય જેવા વિકારોથી મુક્તિનો અભ્યાસ કરવાની સાધના છે. અને અંતે વિપશ્યના આત્મદર્શનની સાધના છે, સ્વદર્શનની સાધના છે. સંકલન : ‘વિપશ્યના' ડૉ. રશ્મિ ભેદા ગૌતમ પટેલ ક सालम्बनो निरालम्बनश्च योगः परो द्विधा ज्ञेयः। / जिनरूपध्यानं खल्वाद्यस्तत्तत्त्वग स्त्वपरः / / 2 / / षोडशक ग्रंथ મુખ્ય યોગ સાલંબન અને નિરાલંબન એમ બે પ્રકારનો છે. પ્રથમ સાલંબન એટલે ચક્ષુ આદિના જ્ઞાનથી જાણી શકાય એવી જિનેશ્વર ભગવંતની પ્રતિમાનું આલંબન લઈને જિનરૂપનું ધ્યાન એ સાલંબન યોગ છે. અને તેવા પ્રકારના આલંબનનો ત્યાગ કરી માત્ર તત્ત્વસ્વરૂપ જિનેશ્વર પરમાત્માના કેવળજ્ઞાન આદિ આત્મિક ગુણોને ચક્ષુષ ગોચર કરી તેવા વિષયમાં ધ્યાન કરવું તે નિરાલંબન યોગ કહ્યો છે. अमूर्तस्य चिदानंदरूपस्य परमात्मन:। निरंजनस्य सिद्धस्य ध्यानं स्याद्रपवर्जितम् / / 10.1 / / योगशास्त्र જિનેશ્વર પ્રભુની મૂર્તિ-પ્રતિહાર્યો વગેરે રૂપો દ્રવ્યિવિષયક દયાન એ સાલંબન યોગ છે અને સિદ્ધાત્માનું કેવલજ્ઞાનાનાદિમય અરૂપી પદાર્થવિષયક ધ્યાન એ નિરાલંબન યોગ છે. एयममि मोहसागरतरणं सेढी य केवलं चे व / तत्तो अजोगो कमेण परमं च निव्वाणं / / 20 / / योगविंशिका નિરાલંબન ધ્યાન પ્રાપ્ત થતા યોગી મોહનો ક્ષય કરે છે અને ક્ષેપક, શ્રેણી પ્રાપ્ત કરી કેવળજ્ઞાની થાય છે. એના ફળ સ્વરૂપે અયોગનો યોગ થાય છે અને ક્રમે કરીને પરમ નિર્વાણ પ્રાપ્ત થાય છે. FINAL - 16-01-19 આપણી પરંપરામાં યોગ ઉપર અનેક પ્રકારે ચિંતન થયું છે. વેદાન્ત અને યોગની વાત કરીએ તે પહેલાં યોગ અને શિવમંદિર વિષયક ચિંતન માણીએ. યોગના યમ, નિયમ, આસન, પ્રાણાયમ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ એવાં આઠ અંગો સ્વીકારાયાં છે. આ આઠે અંગો ભગવાન શિવના મંદિરમાં દષ્ટિગોચર થાય છે જેમકે - (1) યમઃ શિવના મંદિરની બહાર ભૈરવની મૂર્તિ હોય છે એ યમનું પ્રતીક છે કારણ એ યમયતિ એટલે અયોગ્યને અંદર દાખલ થતાં રોકે છે. (2) નિયમ : શિવમંદિરમાં કાચબો છે. આ કાચબો પોતાનાં અંગોને જરૂર પડે ત્યારે નિયમમાં લે છે. સંકોચી લે છે. ગીતામાં સ્પષ્ટ કહ્યું છે - यदा संहरते चायंऽहांनीव सर्वशः। इन्द्रियाणीन्द्रियार्थेभ्यस्तस्य प्रज्ञा प्रतिष्ठिता / / ભ.ગી.૨-૫૮ આસનઃ શિવમંદિરમાં નન્દી આસન લગાવીને બેઠો છે આથી એને આસનનું પ્રતીક કહેવાય. પ્રાણાયામ : શિવ મંદિરમાં હનુમાનજીની મૂર્તિ હોય છે. હનુમાન વાયુપુત્ર છે અને પ્રાણાયામમાં વાયુનું નિયમન કરવાનું હોવાથી આપણે હનુમાનજીને પ્રાણાયામનું પ્રતીક માની શકીએ. પ્રત્યાહાર : શિવમંદિરમાં ભગવાન ગણેશની મૂર્તિ હોય છે. પ્રત્યાહારમાં ઈન્દ્રિયો વિષયો તરફ જાય તેને પાછી વાળવાની છે. ગણેશજીની સૂંઢ આગળ જાય છે અને તરત પાછી વળે છે. આથી તેમને પ્રત્યાહારનું પ્રતીક માની શકાય. ધારણા H શિવમંદિરમાં સર્પ પોતાની ફણા પ્રસરાવી ટટ્ટર ઊભેલો બતાવવામાં આવે છે એ સતત શિવ સામે જ જોતો હોય છે એ ધારણાનું પ્રતીક છે. ધ્યાનઃ શિવમંદિરમાં માતા પાર્વતી સ્થિર રીતે બિરાજે છે તેમને આપણે ધ્યાનનું પ્રતીક ગણાવી શકીએ. સમાધિ H શિવમંદિરમાં ભગવાન શિવ સદાકાળ સ્થિર - એક જ સ્થાને બિરાજે છે. તેઓને સમાધિનું પ્રતીક ગણાવી શકાય. આમ યોગમાર્ગના આઠ અંગોના પ્રતીક શિવમંદિરમાં છે. [108 યોગમાર્ગની અંતર્દષ્ટિ યોગમાર્ગની અંતર્દષ્ટિ 109|