________________ પતંજલિ યોગશાસ્ત્ર ભારતી કે. મિસ્ત્રી ध्यानशब्देन विख्याता परमानन्ददायिनी / / - અપરોક્ષા. 123 “હું બ્રહ્મ જ છું” એ સત્યવૃત્તિની વિષયોના આલંબન - આધાર વિનાની અને પરમાનંદ આપનારી સ્થિતિ તે “ધ્યાન' શબ્દથી વિખ્યાત છે. (8) સમાધિ : નિર્વિવા તથા વૃાા ત્રદા તથા પુન: | वृत्तिविस्मरणं सम्यक् समाधिर्ज्ञानसंज्ञकः / / - અપરોક્ષા. 124 નિર્વિકારવાળી એટલે વિષયોના અનુસંધાન વિનાની જે બ્રહ્માકાર વૃત્તિ છે તેનાથી અન્ય સઘળી વૃત્તિઓનું વિસ્મરણ થઈ જાય છે તેને ‘સમાધિ' કહેવાય છે. આમ યોગના યમ નિયમ આસન વગેરે દરેક અંગોને જુદી જ રીતે આ વેદાન્ત શાસ્ત્રમાં દર્શાવ્યા છે. દરેકનું ધ્યેય 'aaN ગ્રામ ‘હું બ્રહ્મ છું' એ વૃત્તિને જીવનમાં શાશ્વત કરવાનું છે. અને અન્ય સઘળી વૃત્તિઓ વિસરાઈ જાય અને મન કેવળ બ્રહ્માકાર વૃત્તિમાં જ સ્થિર થઈ જાય એ વેદાન્ત શાસ્ત્રના યોગનું તાત્પર્ય છે. યોગ શબ્દ પુન - જોડાવું એવા ધાતુ પરથી આવ્યો છે અને તેથી વેદાન્ત દર્શન યોગના પ્રત્યેક અંગને બ્રહ્મકારવૃત્તિવાળા થવા માટેના સાધન ગણાવે છે. આ માટે દષ્ટિને પતંજલિના યોગદર્શનાનુસાર નાકના અગ્રભાગમાં સ્થિર કરવાની નથી પણ બહ્મમયી કરવાની છે. આવું આદિ શંકરાચાર્ય સ્પષ્ટ કહે છે જુઓ -19 - 16-01 FINAL યોગ એ ભારતીય સંસ્કૃતિનું ખૂબ જ જૂનું તથા સચોટ પાસુ છે. યોગવિદ્યાની શરૂઆત ખૂબ જ પ્રાચીન છે. કોણે અને ક્યારે તેની શોધ કરી તે જાણી શકાયું નથી. આથી આવી ઉપકારક બાબત ઈશ્વર દ્વારા કહેવામાં આવી છે એવું સ્વીકારાયું છે. યોગનું જ્ઞાન ગુરુ-શિષ્ય પરંપરા અનુસાર ધીરે-ધીરે વિસ્તરતું ગયું. મહર્ષિ પંતજલિએ તેનો ખૂબ જ ઊંડાણપૂર્વક અભ્યાસ કર્યો તથા તે આખા જ્ઞાનને વૈજ્ઞાનિક સ્વરૂપ આપી યોગસૂત્રની રચના કરી. આ રચનાઓ ખૂબ જ ઉચ્ચ કોટિની છે તથા સામાન્ય વ્યક્તિ પણ તેનો અભ્યાસ ખૂબ જ સારી રીતે કરી શકે છે. મહર્ષિ પંતજલિએ આખા યોગસૂત્રને ચાર ભાગમાં વહેંચી દીધુ છે. (1) સમાધિપાદ (2) સાધનપાદ (3) વિભૂતિપાદ (4) કેવલ્યપાદ આ દરેક ભાગને વિસ્તૃત રીતે જાણીએ. (1) સમાધિપાદ સમાધિપાદના પ્રથમ સૂત્રમાં પંતજ લિમુનિ અનુશાસનની વાત કરે છે એટલે કે યોગ એ અનુશાસન છે એમ જણાવી યોગની વ્યાખ્યા કરે છે. “યોગઃ ચિત્તવૃત્તિનિરોધઃ' એટલે ચિત્તને નાના પ્રકારની વૃત્તિ અર્થાત સ્વરૂપો ધારણ કરતું અટકાવવું એને યોગ કહે છે. અહીંયા ચિત્તની વ્યાખ્યા કરવી મુશ્કેલ છે. ચિત્તને મન, બુદ્ધિ અને અહંકારથી ઓળખી શકાય છે. ચિત્તમાં વૃત્તિઓ ઉત્પન્ન થાય છે તથા આ વૃત્તિઓથી કર્મો થાય છે, કર્મોના લીધે નવી વૃત્તિ પેદા થાય આમ આ ચક્ર ચાલ્યા કરે છે. યોગથી આ ચક્ર રોકી શકાય છે. મહર્ષિ પંતજલિ સુખ દુઃખના કારણરૂપ પાંચ પ્રકારની ચિત્તવૃત્તિ ગણાવે છે તે આ પ્રમાણે છે. (1) પ્રમાણઃ પ્રમાણ એટલે સત્યજ્ઞાન જે બીજાને કહી શકાય. તેમાં ત્રણ પ્રકાર પડે છે પહેલું પ્રત્યક્ષ પ્રમાણ, જેમાં ઈન્દ્રિયો દ્વારા જ્ઞાન થાય છે, બીજુ અનુમાન પ્રમાણ જેમાં પદાર્થમાં રહેલા ગુણના લીધે પદાર્થનું જ્ઞાન થાય છે અને ત્રીજું આગમ પ્રમાણ જે માં વેદ કે કોઈ સત્યવાદી વચનોથી જ્ઞાન પ્રાપ્ત થાય છે. (2) વિપર્યયઃ વિપર્યય એટલે મિથ્યાજ્ઞાન. ઈન્દ્રિયોની મર્યાદાને લીધે જે વસ્તુ જેવી હોય તેવી કાયમ દેખાતી નથી. જેમ કે ખોટા અનુમાન કે કલ્પનાથી કરેલુ રોગનું નિદાન વિપર્યય કહેવાય. दृष्टिं ज्ञानमयीं कृत्वा पश्येद्ब्रह्ममयं जगत् / सा दृष्टिः परमोदारा न नासाग्रावलोकिनी / / - અપરોક્ષા. 116 દષ્ટિને જ્ઞાનમય કરીને આખા જગતને બ્રહ્મમય જોવું. આ જ દષ્ટિ સર્વોત્તમ છે નહિ કે નાકના અગ્રભાગ તરફ જોવું. આમ વેદાન્તદર્શનનો યોગ અને એના યમ નિયમ વગેરે અંગો પતંજલિના યોગદર્શનના અંગોથી જુદા પડે છે અને એનું ધ્યેય બ્રહ્મમય દષ્ટિકરી, બ્રહ્મનું અનુસંધાન કરી અને બ્રહ્મમય થઈ સરં દ્રાક્ષ એ વેદાન્તવાક્યને આત્મસાત કરવાનું છે. 112 યોગમાર્ગની અંતર્દષ્ટિ યોગમાર્ગની અંતર્દષ્ટિ | 113